મંગળવાર, 29 નવેમ્બર, 2016

"ડિયર ઝીંદગી"


અત્યારના સમયની સૌથી વધુ તકલીફ હોય તો એ યંગ જનરેશનના રિલેશનશિપ સ્ટેટસની. લોકોની રિલેશનશિપમાં હવે એટલી બધી વિવિધતા આવી ગઈ છે કે ક્યારે, ક્યાં કારણથી એમાં તિરાડ પડી જાય છે એ ક્યારેય કળી શકાતું નથી. બસ એવા જ કંઈક ટોપિક સાથે ગૌરી શિંદે પધાર્યા છે. પોતાના પતિ આર. બાલ્કીના નકશેકદમ પર ચાલતા હોય એમ કંઈક અલગ ટોપિક અને અલગ રીતે એક્ઝિક્યુટ કરવાની આદત પડી ગઈ છે.

ડાયરેક્શન :- પોતાની પહેલી ફિલ્મ "ઈંગ્લીશ વિંગ્લિશ" થી જ સાબિત કરી દીધું હતું કે તેઓ અહીંયા કાંઈક અલગ પીરસવા માટે આવ્યા છે. જેવી રીતે ઝોયા અખ્તર કામ કરી રહી છે એવી જ રીતે હવે ગૌરી શિંદેનો પણ એક ચાહકવર્ગ ઉભો થશે. અત્યારની સિચ્યુએશન પર ડીપેન્ડ ઘટનાઓને ખુબ જ અસરકારક રીતે પરદા પર ઉતારી જાણી છે. સ્ટોરી, સ્ક્રીનપ્લે નું કામ પણ પોતાના ખભે જ ઉપાડી લીધું એટલે પોતાના મગજનું વિઝયુલાઈઝેશન મુવીમાં ઉતારવા માટે સાવ સરળ બની જાય. ફૂલ માર્ક્સ ટુ ડાયરેક્શન.

એક્ટિંગ :- વર્ષોથી ધરબાયેલો ગુસ્સો, રિલેશનશિપ તૂટી જવાનો ડર, ક્યુટનેસ, ખુલ્લીને જીવાતી જિંદગી, એક મર્યાદિત સર્કલમાં મોટી થયેલી છોકરીના રોલમાં આલિયા ભટ્ટનું કામ ખુબ જ વખાણવાલાયક છે. અત્યારની જનરેશનની હિરોઈનમાંથી બેસ્ટ હિરોઈનમાં ગણી શકાય એવી આલિયા ભટ્ટે ઘણા અલગ અલગ રોલ કર્યા છે અને દિવસે ને દિવસે આ એક્ટિંગમાં નિખાર આવતો જાય છે.

છેલ્લી કેટલીક વાહિયાત ફિલ્મોના ચક્કરમાંથી બહાર આવીને શાહરુખ ખાને ફાઈનલી ખુબ જ સારો રોલ પ્લે કર્યો છે જેને તેની કેરિયરની બેસ્ટ એક્ટિંગમાં લઇ શકાશે. પોતાની ઉમર અને સિનિયોરીટીના હિસાબે આ રોલ એને પર્ફેક્ટ્લી સ્યુટ થાય છે.

અલપ જલપ રોલમાં દેખાતા કુણાલ કપૂર, અંગદ બેદી, અલી ઝફર પોતપોતાના રોલ સારી રીતે ભજવી જાય છે. આલિયાની દોસ્તના રોલમાં દેખાતી ઇરા દુબે અને યશસ્વિની દાયમાં પોતાના રોલમાં એટલા ફિટ છે કે એની નોંધ લેવાનું ચૂકાય એમ જ નથી.

સ્ટોરી & સ્ક્રીનપ્લે :- ફિલ્મની સ્ટોરી એકદમ ફ્લેટ જાય છે. કોઈ પણ ઉતાર ચડાવ વગર જ આ ફિલ્મ બસ ચાલ્યા કરે છે. થોડી ઘણી બોરિંગ લાગે છે પરંતુ આફ્ટરઓલ ફિલ્મમાંથી કશુંક શીખ્યાની સંતોષકારક ફીલિંગ્સ આવે છે. સ્ક્રીનપ્લેનું કામ સ્ટોરી કરતા ઘણું જ સારું છે.

મ્યુઝિક & લિરિક્સ :- "અમિત ત્રિવેદી" મ્યુઝિકની દુનિયામાં ઉભરતું નામ કે જેનું મ્યુઝિક દિવસે ને દિવસે લોકોની નજરમાં ચડતું જ જાય છે. એકદમ મસ્ત મ્યુઝિક અને સાથે કૌશર મુનીરના લિરિક્સનો સંગાથ મળ્યો અને મુવીને હિસાબે સંતોષકારક સંગીત અને ગીત મળી શક્યા.

તૂટેલા દિલવાળા લોકો માટે ખાસ જોવાલાયક મુવી. સબંધોની માયાજાળમાં ફસાયેલા લોકો માટે આ મુવી થોડે ઘણે અંશે મદદરૂપ થાય એમ છે. પોતાની લાઈફને સમજવા માટે, પોતાની અંદર જ પોતાની શોધખોળ કરવા માટે આ મુવી બેસ્ટ છે. જાણે કોઈ મુવી જોવા નહિ પરંતુ થેરાપિસ્ટ સેશનમાં બેઠા હોઈએ એવી ફીલિંગ્સ આપતું આ મુવી એકવાર ખાસ જોવાલાયક છે જ.

Ratings :- 3/5

બોનસ :- 

૧.) હમ કોઈ ઝરૂરી કામ કરને કે લિયે  હર વક્ત મુશ્કિલ રસ્તા હી ક્યુ ચુનતે હૈ ? આસાન રાસ્તા ભી તો ચુન સકતે હૈ.
૨.) જિનિયસ વો નહિ હોતા જિસકે પાસ હર સવાલ કે જવાબ હોતા હૈ, જીનિયસ વો હોતા હૈ જિસકે પાસ હર સવાલ કા જવાબ ઢૂંઢને કે પેશન હો.
૩.) આલબર્ટ આઈન્સ્ટાઈનને કહા થા કી પાગલ વો લોગ હોતે હૈ જો રોઝ રોઝ એક હી કામ કરતે હૈ ઓર સોચતે હૈ કી નતીજા હરવકત અલગ મિલે.
૪.) ખુલ કે રો નહિ સકૉગી તો ખુલ કે હંસ કેસે પાઓગી ?
૫.) જબ હમ ખુદ કો સમજ લેતે હૈ ના તો કોઈ ઓર હમારે બારે મેં ક્યાં સોચતા હૈ ઉસસે કોઈ ફર્ક નહિ પડતા.