શુક્રવાર, 9 ડિસેમ્બર, 2016

"બેફીકરે"


બૉલીવુડ ઇન્ડસ્ટ્રીમાં યશરાજ ફિલ્મસ એક એવું પ્રોડક્શન હાઉસ છે કે જેની ફિલ્મો કરવા માટે દરેક એક્ટર અને એક્ટ્રેસ હંમેશા તૈયાર જ હોય છે. અને એમાં પણ જો યશ ચોપરા અથવા આદિત્ય ચોપરા પોતે ફિલ્મ દિગ્દર્શિત કરતા હોય તો તો પછી "સોને પે સુહાગા" કહેવાતું અને એ ફિલ્મો એક અલગ લેવલ પર જતી રહેતી એ આપણે જોયું પણ છે.

૮ વર્ષ પછી આદિત્યભાઈ ફરીવાર પોતાની ફિલ્મ લઈને આવ્યા. એવું વિચારીને કે અત્યારની જનરેશનને લઈને મુવી બનાવીયે પણ આખરે બધી મહેનત પાણીમાં... આદિત્ય ચોપરાના નામથી આ ફિલ્મ માર્કેટમાં વેચાઈ હતી કેમ કે એમની પાછળની ત્રણ ફિલ્મો કે જે સુપર ડુપર હિટ રહેલી છે એટલે એમના કામ વિષે કોઈને શંકા નથી જ પરંતુ ક્યારેક કશુંક નવું કરવામાં "જતી હોય વાડમાં અને ગરી જાય %&%" જેવું થઇ જાય ત્યારે કશે મોઢા દેખાડવા જેવા ના રહે.

યશરાજના પ્રોડક્શનના લોગોની એન્ટ્રી વખતે આવતો લતા મંગેશકરના અવાજની જગ્યા એ "લબો કા કારોબાર" આવે ત્યારે સાલું થોડું લાગી આવે. જો કે આ પહેલા "દમ લગા કે હૈસા" મુવી વખતે કુમાર સાનુના અવાજમાં એન્ટ્રી થઇ હતી.

ફિલ્મ શરુ થતા જ એકદમ રોમેન્ટિક પોટ્રેઈટ શરુ થાય અને જોડે જોડે એકદમ લવલી ફોન્ટમાં લોકોના  નામ આવવાના શરુ થાય અને આમ જાણે સ્વિત્ઝરલેન્ડમાં ગર્લફ્રેન્ડ (વાઈફ નહિ) જોડે રોમાન્સ કરતા હોય એવી ફીલિંગ આવે. પરંતુ ફિલ્મ શરુ થતા જ ખબર પડવા લાગે કે ખોટા ઘુસી ગયા છીએ થિયેટરમાં.

ધરમ (રણવીર સિંહ) અને શાયરા (વાણી કપૂર) ને બસ એકલી વાસના ચડે છે. ડેર કરવાના નામે ગમે તેવા કાંડ કરે અને પછી જલસા કરે. ફિલ્મમાં હુકપ થાય, બ્રેકઅપ થાય, પાછું હુકપ અને બ્રેકઅપ, ગમે તેની જોડે કિસ અને સેક્સ (જો કે, રિપોર્ટ પ્રમાણે ફિલ્મમાં ૨૩ કિસ હતી રણવીર અને વાણી વચ્ચે પરંતુ એક પણ કિસ સરખી રીતે દેખાતી નથી જે રીતે આપણે ઇમરાન હાશ્મીની કિસ જોવા ટેવાયેલા છીએ. અને ૨૩ માંથી માંડ ૬-૭ કિસ જોવા મળે છે એ પણ ખાલી ખબર પડે કે મોઢા ભેગા થયા એ સિવાય બીજું કશું છે નહિ એટલે એવું વિચારીને પણ મુવી જોવા જવાનું હાનિકારક છે.) આવ્યા જ કરે છે. ફિલ્મની સ્ટોરી શું છે કશી ખબર નહિ, બસ એકલા તોફાન મસ્તી રખડવાનું અને ભૂખ લાગે ત્યારે સેક્સ કરવાનું... "આઈ મીન વોટ ધ કફ :p ;) "

ડાયરેક્શન :- આદિત્ય ચોપરાના નામ પર ફિલ્મ જોવા ગયેલા મારા જેવા લોકો બિચારા ખુબ હેરાન થયા હશે કેમ કે ફિલ્મ આદિત્ય ચોપરાએ બનાવી હોય એવું લાગતું જ નથી. આવી ફિલ્મ આદિની ના હોઈ શકે. આદિનો એ ટચ ફિલ્મમાં કશે પણ મહેસુસ થતો જ નથી. એટલે ડાયરેક્શન વિષે બોલવાનો કશો પ્રશ્ન જ નથી રહેતો. ફીલિંગ્સ વગરની અને ઈમોશન વગરની મુવી આદિની ના હોઈ શકે એવું આજ સુધી માનતો હતો એ ભ્રમ આજે આદિ સાહેબએ તોડી નાખ્યો. એકપણ સીનમાં ઈમોશન નામની વસ્તુ જોવા નથી મળતી. એક પણ સીન એવો નથી ફિલ્મનો કે જેને જોતા દિલને ગમી જાય.

સ્ટોરી, સ્ક્રીનપ્લે, ડાયલોગ :- ફિલ્મની સ્ટોરી વર્ષોથી ચાલી આવતી ઘીસીપીટી થીમ પર છે. છોકરો છોકરી જોડે રહે પણ ફક્ત "હવસ કે પૂજારી" બનીને. નો અટેચમેન્ટ. કોઈ બીજી ત્રીજી વ્યક્તિ લાઈફમાં આવે ત્યારે ખબર પડે કે આ કરતા તો પેલી વાળી "ચેર" (ડિયર ઝીંદગીવાળી) વધુ સારી હતી એટલે પાછું ટર્ન બેક ટુ ઓલ્ડ ચેર. વાર્તા પુરી. આ જ વાર્તા હતી તો પછી ૮ વર્ષ રાહ શું કામ જોઈ ? સ્ક્રીનપ્લેમાં પણ સ્ટોરીની વીકનેસ દેખાઈ આવે છે. આદિત્ય ચોપરા અને શરત કટારીયાએ લખેલા ડાયલોગ થોડા કેચી છે. અમુક અમુક લાઈન એવી આવે છે જેમાં કુદરતી હાસ્ય નીકળી જાય છે પરંતુ એકલા ડાયલોગ આ મુવીને બચાવી શકે એટલા સક્ષમ નથી.

લોકેશન, સિનેમેટોગ્રાફી :- પેરિસ દર્શન કરવું હોય તો ફિલ્મ ચોક્કસપણે જોવી જોઈએ. રોમન કેથલિક ચર્ચ સાકરે કોઈઉર, આઇફીલ ટાવર, લેટિન ક્વાર્ટર, સેઇન નદી, નોટ્રે ડેમ આ બધું મસ્ત મજાનું કેપ્ચર કરાયું છે જેનો શ્રેય જાય છે સિનેમેટોગ્રાફર કનામે ઓયોનમાંને. યશરાજની મુવીમાં દ્રશ્યો પરદા પર એવી રીતે આવતા હોય જાણે કે દીવાસ્વપ્ન.

મ્યુઝિક, લિરિક્સ :- વિશાલ-શેખરની સંગીત બેલડીનો અત્યારે દસકો ચાલી રહ્યો છે અને એ તેના સંગીતમાં દેખાઈ આવે છે. ફિલ્મનું મ્યુઝિક અને ગીતો પહેલેથી જ ચાર્ટબસ્ટર હિટ થઇ ચુક્યા છે. જયદીપ સાહનીના લખેલા આ ગીતોમાં એક બેફિક્રેપણું દેખાઈ આવે છે. એકદમ સિચ્યુએશનને અનુરૂપ ગીતના શબ્દો અને તેને એકદમ ફંકી અને કેચી મ્યુઝિક બિટ્સ સાથે અટેચ કરીને વિશાલ શેખર એ પીરસ્યું છે. "નશે સી ચડ ગઈ" ગીતમાં અરિજિત અને "ઉડે દિલ બેફિકરે"માં અરેબિયન મ્યુઝિક સ્ટાઇલનો અવાજ આપનાર બેની દયાલ દિલ ખુશ કરી જાય છે.

ડાન્સ કોરિયોગ્રાફી :- યશરાજ ફિલ્મ્સ હોય અને ડાન્સ ના હોય એવું આજ સુધીની ગણીગાંઠી ફિલ્મોમાં કદાચ બન્યું હશે. વૈભવી મર્ચન્ટની આ કોરિયોગ્રાફી પર પ્રેમ આવી જાય છે. ખરેખર અદભુત ડાન્સ પાર્ટ છે. દરેક ગીતના અને વચ્ચે આવતા એક મ્યુઝિક સેશનના ડાન્સ પર તો વાહ વાહ કરવી જ પડે છે.

એક્ટિંગ :- રણવીર સિંહની તોફાની એક્ટિંગ અને કોમેડી ટાઈમિંગ જબરદસ્ત છે એ આ ફિલ્મમાં દેખાઈ આવે છે. આમને આમ ફિલ્મફેર એવોર્ડ નથી આપ્યો એ વાત માનવી પડે. પણ આ વાણી કપૂરને કોઈક સમજાવો કે કોસ્મેટિક સર્જરી તમને તમારી ખરાબ એક્ટિંગથી ના બચાવી શકે. "શુદ્ધ દેશી રોમાન્સ"માં જે "દિલ કો ભા ગઈ" વાળી વાણીને આ ફિલ્મના ટ્રેઇલરમાં જોઈ ત્યારે જ આમ "દિલ સે ઉતર ગઈ" આવી ગયું હતું. ફિલ્મ જોયા પછી તો સાવ ગઈ. રણવીર સિંહ પણ આ ફિલ્મમાં ઈમોશનને પરદા પર લાવવામાં કાચો પડ્યો છે. જ્યારે વાણી વિષે તો કોઈ પણ વાણી ઉચ્ચારવી જ નકામી છે. કોઈ પણ સીનમાં બંનેમાંથી એકેય એકબીજા સાથે કનેક્ટ જ નથી કરી શકાતા. તેના લીધે દર્શક તરીકે આપણે પણ તેની સાથે કનેક્ટ નથી થઇ શકતા.

ફિલ્મના ટ્રેઇલરમાં દેખાડેલા અમુક સીન આખી ફિલ્મમાં ક્યાંય છે જ નહિ. જો મુવીમાંથી એડિટ થઈને નીકળી જ ગયા હોય તો ટ્રેઇલરમાં બતાવીને શું સાબિત કરતા હશે એ પ્રશ્ન છે કેમ કે આ જ પ્રશ્ન મને "એ દિલ હે મુશ્કિલ" વખતે પણ થયો હતો.

ફેમિલી સાથે કે ફેમિલી વગર, ટીવીમાં કે મોબાઈલમાં ડાઉનલોડ કરીને પણ આ મુવી જોવાનો ટાઈમ બગાડાય નહિ.

મુવીનું નામ "બેફિકરે" ની જગ્યા એ "બે ફક રે" કરી નાખીયે તો પણ કશો વાંધો નથી.

Ratings :- 1.5/5

બોનસ :- 
૧.) મેરી બેટી હે વો, કોઈ યોગા કે ફ્રી ટ્રાયલ પાસ નહિ હે.
૨.) પેરી પોના પાપાજી, પેરી પોના મમ્મીજી
૩.) પલટને કા ઇન્તેઝાર તો લોગ ૯૦ મેં કરતે થે, I am checking out his ass.

ટિપ્પણીઓ નથી: