શુક્રવાર, 30 સપ્ટેમ્બર, 2016

"MS Dhoni - The Untold Story"


ભારતીય ક્રિકેટનું માથું શાનથી ઊંચું કરનાર અને ગર્વ લઇ શકાય એવી રમતથી લોકોના દિલો પર રાજ કરનાર ભારતીય ક્રિકેટનો સૌથી સફળ કેપ્ટન મહેન્દ્રસિંહ ધોની જો નાં હોત તો આજે કદાચ વર્લ્ડકપ ભારત પાસે નાં હોત.

કોઈ જીવિત વ્યક્તિ અને એ પણ એવી કે જે હજુ ફિલ્ડ પર રમી રહ્યો હોય એવી વ્યક્તિની બાયોપિક બનાવવી એટલે થોડું અઘરું કાર્ય તો છે કારણ કે એની એ લાઈફથી લોકોને ઘણોખરો પરિચય હોય છે. પરંતુ નીરજ પાંડે જેવો ખમઠીધર ડાયરેક્ટર હોય એટલે એમાં કશું નાં ઘટે. આમ પણ નીરજ પાંડેએ એક પગલું આગળ ભરીને ફિલ્મને ટોટલ ૪ ભાષામાં રીલીઝ કરી છે. જેમાં હિન્દી મુખ્ય ભાષા અને તમિલ તેલુગુ અને મરાઠી ભાષામાં ડબ થયેલી છે. નીરજ પાંડેના ડાયરેકશન પર જેને ડાઉટ હોય એ લોકોએ તેની “વેડનસ ડે”, “સ્પેશીયલ ૨૬”, “બેબી” ફિલ્મો જોઈ લેવાની છુટ્ટી છે. એની ડાયરેકશન કરેલી આગળની ફિલ્મની જેમ જ સ્ક્રીપ્ટ, ડાયલોગ અને સ્ક્રીનપ્લે બધું જ નીરજ પાંડેએ પોતાના હાથમાં રાખ્યું છે જેથી કરીને ફિલ્મને વધુ અસરકારક બનાવી શકાય.

ફિલ્મની શરૂઆતથી જ ફિલ્મ પકડ મેળવી લે છે. ધોનીના જન્મથી લઈને ઉછેર સુધીની દરેક બાબતો, ઘટનાઓને નીરજ પાંડેએ હુબહુ વર્ણવી છે. ખુબ બધી સ્ટ્રગલ છતાય નિષ્ફળતા અને તેમ છતાય કોઈ દિવસ હિંમત નાં હારનાર ધોની કઈ રીતે સિલેક્ટ થાય છે અને આગળ આવે છે તે બધી જ બાબતો પરદા પર એક પછી એક દ્રશ્યોમાં ચાલતી જાય છે. અને ૨ કલાક બાદ પડતા ઈન્ટરવલ સુધી ખબર જ નથી રહેતી કે ફિલ્મ અડધી પૂરી થઇ ગઈ છે.

ઈન્ટરવલ બાદ શરુ થાય છે ધોનીની પર્સનલ જિંદગીની ઘટનાઓ અને સાથે સાથે મેચની સીરીઝો. એકદમ સ્વીટ ઈનોસેન્ટ લવ સ્ટોરી અને સાથે લગ્ન અને થયેલા વિવાદોની ઝલક પણ ફિલ્મમાં જોવા મળે છે. ફિલ્મના સેકંડ હાફમાં ૩ ગીત આવવાના કારણે આખરે બાયોપિક ફિલ્મ બોલીવુડની ટીપીકલ ફિલ્મ બનતા વાર નથી લાગતી.

અમાલ મલિક અને રોચક કોહલીએ મળીને આ ફિલ્મનું મ્યુઝીક બનાવ્યું છે જે એકદમ રિફ્રેશિંગ છે. મનોજ મુન્તાશીરના લખેલા આ ગીતના શબ્દો એકદમ હાર્ટ ટચિંગ છે.

સુશાંત સિંહ રાજપૂતની અત્યાર સુધીની સૌથી બેસ્ટ એક્ટિંગ અને અત્યારસુધીની બેસ્ટ ફિલ્મોમાંથી એક ફિલ્મ. ફિલ્મમાં એણે કરેલી મહેનત દેખાઈ આવે છે. ધોનીની એક એક અદાઓ, ચાલવાની સ્ટાઈલ, બેટ પકડવાની રીત , હેલીકોપ્ટર શોટ આ બધું જ જાણે ધોની પોતે ઉભો રહીને રમતો હોય એવું લાગી રહ્યું છે. ધોનીની ગર્લફ્રેન્ડનો રોલ કરનાર દિશા પટ્ટણી એકદમ સ્વીટ ક્યુટ અને ઈનોસેન્ટ ફેસકટનાં કારણે મનમોહક લાગે છે. જ્યારે ધોનીની પત્નીનો રોલ કરતી કીયારા અડવાણીની એક્ટિંગ થોડી લાઉડ હોય એવું લાગે છે. અનુપમ ખેર, ભૂમિકા ચાવલા, અને રાજેશ શર્માની એક્ટિંગ સપોર્ટીંગ રોલમાં હોવા છતાય ધ્યાન ખેંચે છે.

ફિલ્મનું એડીટીંગ ઘણેઅંશે નબળું છે જે લગભગ દરેક ફિલ્મ જોનાર વ્યક્તિને ખબર પડી જશે. આખી ફિલ્મમાં ધોનીના મોટાભાઈનો ક્યાય ઉલ્લેખ જ નથી જેનું કારણ સમજાયું નથી.


આ ફિલ્મની સ્ટોરી વિષે જેને જાણવું હોય તે લોકોએ મેં 07th March, 2016 નો લખેલો આર્ટીકલ વાંચી લે એટલે એમાં બધું જ આવી જશે.
http://yadav-writing.blogspot.ae/2016/03/blog-post_7.html

Ratings :- 3.5/5