શુક્રવાર, 29 એપ્રિલ, 2016

"બાગી"



"હિરોપંતી" બાદ ફરીવાર એ જ ટીમ સાથે મળીને ડાયરેકટર શબ્બીર ખાને ટાઈગર શ્રોફ સાથે એક્શન ફિલ્મ "બાગી" બનાવી. માર્શલ આર્ટસનો જ એક પ્રકાર "કલરીપયાટુ"ને આ ફિલ્મમાં દર્શાવામાં આવેલો છે. આજ સુધીની મારી લાઈફમાં મેં જોયેલી બોલીવુડ અને સાઉથની ફિલ્મોમાં સૌથી બેસ્ટ એક્શન સિક્વન્સ હોય તો એ છે "બાગી"

તેલુગુ ફિલ્મ "વર્ષમ" ને બેઝ બનાવીને ફિલ્મનો પહેલો ભાગ અને ઇન્ડોનેશિયન ફિલ્મ "ધ રેઇડ : રીડીમશન" ને બેઝ બનાવીને ફિલ્મનો બીજો ભાગ બનાવીને થાળીમાં ફિલ્મ પીરસી આપી છે. યાર ક્યારેક તો પોતાનું કશુક નવું બનાવો.

ડાયરેકશન :- શબ્બીર ખાન એમ તો મંજાયેલા ડાયરેક્ટર છે એટલે તેના ડાયરેકશન વિષે કોઈ શંકાને સ્થાન નથી પરંતુ એ ખબર નથી પડતી કે ફિલ્મમાં એકના એક જ લોકેશનને વારઘડીએ બતાવીને તેઓ સાબિત શું કરવા માંગતા હતા ? એની વે, ફિલ્મની એક્શન સિક્વન્સને ખુબ જ આબેહુબ રીતે પરદા પર રજુ કરવામાં આવી છે જેને કારણે ફિલ્મનો દરેક સ્ટંટ ખુબ જ અસરકારક લાગી રહ્યો છે. ફક્ત એક્શન સિક્વન્સ પાછળ જ મહેનત કરવામાં ને કરવામાં બાકીની ફિલ્મમાં કઈ કર્યું જ નહિ એના કારણે ફિલ્મ ફક્ત એક્શનપેક્ડ બનીને રહી જશે.

સ્ટોરી સ્ક્રીપ્ટ અને ડાયલોગ :- હે ?? ફિલ્મમાં સ્ટોરી પણ હતી ?? શું વાત કરો છો ? ખબર નહિ હો. ઘડીક ટાઈગર માર ખાતો હતો અને ઘડીક મારતો હતો. સ્ટોરી શું હતી એ ખબર નથી. ફિલ્મની સ્ટોરી અને સ્ક્રીપ્ટ સાવ નબળી છે. ફિલ્મમાં ડાયલોગ નામની વસ્તુ જ નથી. ટાઇગર અને શ્રદ્ધાને એક એક ડાયલોગ આપી દીધા છે જે આખા ફિલ્મમાં રીપીટ બોલ્યા કરે છે. ફિલ્મના સેકંડ હાફમાં તો જાણે મૂંગી ફિલ્મ હોય એમ જ લાગી રહ્યું છે. ભાઈ ! થોડીક એક્ટિંગ તો કરી લો, બોવ ધડાધડી કરી.

મ્યુઝીક અને લીરીક્સ :- ફિલ્મનું મ્યુઝીક મિત બ્રધર્સ, અંકિત તિવારી, ચમકતો સિતારો અમાલ મલિક એ આપેલું છે જે ખુબ જ કર્ણપ્રિય છે. ફિલ્મના બધા જ ગીતો પહેલેથી જ હીટ થઇ ગયેલા છે જેથી ફિલ્મમાં જ્યારે જ્યારે ગીત આવે છે ત્યારે સહેજપણ કંટાળો નથી આવતો. કુમારના લખેલા આ ગીતો ખરેખર ખુબ જ ગમે તેવા છે. ફિલ્મનું બેકગ્રાઉન્ડ સ્કોર કવર કર્યું છે જુલિયસ પેકીયમે. એક્શન સિક્વન્સ દરમિયાનનું એ મ્યુઝીક તમને સીટ સાથે ઝકડી રાખે છે જેના કારણે થોડીવાર માટે પણ ફિલ્મ ધીમી પડી ગઈ હોય એવું નથી લાગતું. ફિલ્મનું આ જમા પાસું છે અને ફિલ્મને ઊંચકી લેવા માટે સક્ષમ પણ છે.

લોકેશન અને સિનેમેટોગ્રાફી :- બેંગકોક અને કેરલમાં થયેલા શુટિંગમા કેરલના એ રમણીય પ્રાકૃતિક દ્રશ્યો મનમોહક છે. કેમેરામાં કેપ્ચર કરેલું કેરલ જોઇને ખરેખર મુલાકાત લેવાનું મન થઇ જાય છે. કેમેરાવર્ક ફૂલ માર્ક્સ. ફિલ્મની વિનોદ પ્રધાનની સિનેમેટોગ્રાફી ખુબ જ આકર્ષક છે. એક એક ફ્રેમને ખુબ જ સુંદર રીતે દર્શાવી છે.

એક્ટિંગ :- પોતાની પહેલી ફિલ્મની સફળતાના પગલે ટાઈગર પર આ વખતે થોડું વધુ પ્રેશર હોવાનું જ હતું એ સ્વાભાવિક વાત છે. પોતાના લુક પર થયેલા જોક્સને લીધે આ વખતે ફિલ્મના નવા લુકને સસ્પેન્સ રાખવા માટે પ્રોડ્યુસર સાજીદ નડિયાદવાલાએ ૫૦ લોકોની સ્પેશીયલ ટીમ રાખી હતી. ફિલ્મનો ટાઈગરનો લુક ખરેખર સારો છે. ચહેરા પરની દાઢી અને ગાલ પર લાગેલું ઘાવનું નિશાન અને એકદમ બરડ ચેહરાને કારણે સહેજપણ તેનો ચહેરો સ્ત્રેણ નથી લાગતો. એક્શન અને ડાન્સિંગનો મહારથી ટાઈગર આ ફિલ્મ પર હાવી થઇ ગયો છે. પરંતુ ઈમોશનલ સીનમાં હજુ તે કાચો પડી રહ્યો છે. દર્શકો પર પોતાની ઈમોશનલ એક્ટિંગની છાપ છોડી શકતો નથી. પોતાના કામ પ્રત્યે ખુબ જ ડેડીકેટેડ ટાઈગરની મહેનત અને ટ્રેઈનીંગ આ ફિલ્મમાં દેખાઈ આવે છે.

શ્રદ્ધા કપૂર કે જે આજ સુધીની આવેલી બધી ફિલ્મો કરતા સૌથી વધારે ગોર્જીયસ અને ક્યુટ લાગી રહી છે. પરંતુ આ આકર્ષક ચેહરાને બાદ કરતા ફિલ્મમાં ગીતો અને ૧૦-૧૨ નાના સીન સિવાય તેના ભાગે કશું જ કરવાનું આવ્યું નથી. એક્ટિંગની જગ્યાએ થોડી ઓવરએક્ટિંગ થતી હોય એવું લાગે છે.

હિન્દી ફિલ્મમાં ડેબ્યુ કરનાર વિલન "સુધીર બાબુ"નું શરીર સૌષ્ઠવ જોતા કોઈ હીરો કે બોડી બિલ્ડરથી કમ નથી લાગતા પરંતુ સપાટ શરીરની સાથે ચેહરાના હાવભાવ પણ સપાટ રહે તો એક્ટિંગને અને ફિલ્મને ખુબ મોટું નુકશાન આવી શકે છે જે કદાચ શબ્બીરભાઈને દેખાયું નહિ એવું લાગે છે. પરંતુ તેની એક્શન સિક્વન્સ ખરેખર ખુબ જ આકર્ષક છે. એક્શનના કારણે નાં છૂટકે પણ તે પોતાના તરફ ધ્યાન ખેંચવા મજબુર કરે છે.

સુનીલ ગ્રોવરની ક્ષમતા પ્રમાણે તેની પાસેથી કામ કઢાવવામાં શબ્બીર ખાન નિષ્ફળ રહ્યા છે. સુનીલ જાણે કોઈ ફિલ્મ નહિ પરંતુ કોમેડી નાઈટ્સનો શો કરવા જ આવ્યો હોય એવું લાગે છે જે બિલકુલ ફિલ્મને સ્યુટ નથી કરતુ. ફિલ્મને ધીમી પાડી દેવામાં સુનીલ ક્યાંકને ક્યાંક ભાગ ભજવી જાય છે. સુધીર મિશ્રાનો ટુકો રોલ ઠીકઠાક છે.

ફિલ્મનું બોનસ હોય તો એ છે વર્લ્ડના બેસ્ટ કમાન્ડો ટ્રેઈનર, વર્લ્ડ ક્લાસ કુંગ-ફૂ માસ્ટર "ગ્રાન્ડમાસ્ટર  શીફૂજી શોર્ય ભારદ્વાજ" હકીકતે આ વ્યક્તિને ફિલ્મ ક્ષેત્રે કશું જ લેવાદેવા નથી પરંતુ શબ્બીરભાઈ એ તેમને આ ફિલ્મમાં લઈને આપણી માર્શલ આર્ટસની જ એક પદ્ધતિને ફિલ્મમાં પ્રમોટ કરી છે. ફિલ્મમાં સૌથી બેસ્ટ રોલ હોય અને કન્વીન્સીંગ હોય તો એ રોલ આ ગુરુકુળના ગુરુજીનો છે. ભારત માટે શાનની વાત છે કે આવી વ્યક્તિ આપણા દેશમાં છે. (જેને આ માણસ વિષે જાણકારી જોઈએ તે ઉપર લખેલા નામથી ગુગલમાં સર્ચ કરી લે. ખરેખર સેલ્યુટ કરવા જેવી હસ્તી છે.)

ફિલ્મને શોર્ટમાં સમજવી હોય તો ફિલ્મ એક રામાયણ જ છે. જેમાં રાવણનો રોલ "રાઘવ" કરી રહ્યો છે અને રાઘવનો રોલ "રોની" કરી રહ્યો છે. હે ?? કઈ સમજ નાં પડી. સીતાને સિયા બનાવી દીધી અને હનુમાનદાદાને સંસારી બતાવી દીધા. આ રાવણની લંકા બેંગકોકમાં છે. પરંતુ રાઘવની અયોધ્યા ક્યા છે એનું વર્ણન ક્યાય છે જ નહિ.  હે ?? એ બબુવા ક્યા બક રહા હે કુછ સમજ મેં નાહી આવત હે. ફિલ્મ જોઈ આવો એટલે આપોઆપ સમજમાં આવી જશે.

ગળે નાં ઉતરી હોય એવી વાત :- કેરલમાં વારાઘડીએ આટલો વરસાદ પડે છે ? ફિલ્મના પહેલા જ ગીતમાં વરસાદ પડે છે પરંતુ ધ્યાનથી જુવો તો આકાશમાં એટલો તડકો છે કે ડાન્સ કરી રહેલા લોકોના પડછાયા ચોખ્ખા દેખાઈ રહ્યા છે.

બેંગકોકમાં વરસાદ પડે અને શ્રદ્ધાને એટલો બધોય વિશ્વાસ આવી જાય કે મરેલો ટાઈગર પણ પાછો આવશે ? દેશનું ભવિષ્ય જોવા બેસાડી દયો આ છોકરીને કોઈક, ખુબ ફાયદો થશે.
રોમેન્ટિક ફિલ્મ હોવાની આશા રાખવાવાળા લોકો ફિલ્મ જોવા નાં જાય. એક્શન ફિલ્મના શોખીન લોકોએ આ ફિલ્મ મિસ કરવા જેવી નથી.  આ ફિલ્મ થીયેટરમાં જોવાની મજા કંઈક અલગ જ હશે.

બોનસ :-
૧.) વેસે ભી ચાઈના કા માલ ઝ્યાદા દેર ટિકતા નહિ હે.
૨.) બસ અભી સે હી ખત્મ ? અભી તો મેને સ્ટાર્ટ કિયા હે.
૩.) તેરે દિમાગમેં જો રોંગ આઈડિયા આ રહે હે ના ઉસે કંટ્રોલ કર. "તુજે એસા કયું લગતા હે કી તેરે બારેમેં રોંગ આઈડિયા હી આતે હે ? રાઈટ આઈડીયા ભી તો આ સકતે હે."


Ratings :- 3/5