શુક્રવાર, 25 માર્ચ, 2016

ધરબાયેલો ચિત્કાર

ભાગ - ૧
અમાસની અંધારી રાતની છવાયેલી ઘનઘોર શાંતિમાં એક ઘરના ઓરડાના ઝાંખા પ્રકાશમાં ધુમ્રસેરની છોળો ઉડી રહી હતી. આખા ઓરડામાં માત્ર ઇશાન અને અંશુલ બે જ હતા જેઓ દારુની મહેફિલ જમાવીને બેઠા હતા. સાથે સિગરેટના ધુમાડાના ગોટા કાઢી રહ્યા હતા જે સીધા જ ઉપર જઈને હવામાં ઓજલ થઇ રહ્યા હતા. ઇશાન આજે વધારે જ ટેન્શનમાં લાગી રહ્યો હતો જેના કારણે આજે તે દારૂની એ ત્રીજી બોટલ ગટગટાવી ચુક્યો હતો. અંશુલને આ વાત ચોક્કસ અજુગતી લાગી. કારણ કે, ફક્ત અમુક તહેવારોના દિવસે અથવા તો ખુશીના માહોલમાં જ દારુ પીવા ટેવાયેલા ઈશાને આજે કશા પણ તહેવાર કે ચોક્કસ દિવસ વગર અચાનક જ અંશુલને ફોન કરીને કહી દીધું હતું કે આજે વ્યવસ્થા કરી રાખજે, આજે તે પીવાના મુડમાં છે.

પીવાના મુડમાં હતો કે પછી હૃદયમાં ઉછળેલી તરડાયેલી લાગણીઓને મલમ લગાડવો જરૂરી હતો એટલે પીવું હતું તે આસાનીથી ઓળખી શકાતું હતું. અંશુલ પણ આજે ચુપચાપ બેઠો હતો અને ઇશાન જેટલો પણ દારુ પીવે એટલો પીવા દઈ રહ્યો હતો. તે તો માત્ર ગ્લાસમાં બતાવવા માટે જ સીપ લઇ રહ્યો હતો પરંતુ તે સંપૂર્ણ ભાનમાં હતો કારણ કે, ઇશાનનું વર્તન તેને ભાનમાં રહેવા માટે મજબુર કરી રહ્યું હતું. ઇશાન આજે ક્યાંક ખોવાઈ જ ગયો હતો. કારણ શું હતું ? કદાચ ઇશાનને બોલવું તો હતું પરંતુ અંશુલે હજુ કશું પૂછ્યું નહોતું.

આખરે અંશુલે ધીમેથી રહીને ઇશાનને પૂછ્યું, 'શું થયું ભાઈ ? તું ઠીક તો છે ને ? આજે કેમ આટલો સીરીયસ છે ?'

ઇશાન પુરા નશામાં હતો પરંતુ અંશુલના આ પુછાયેલા પ્રશ્નએ તેને અડધો ભાનમાં તો લાવી દીધો હતો અને એટલે જ તે લથડીયા ખાતા અવાજે બોલ્યો, 'સીરીયસ થવા જેવી વાત બની છે દોસ્ત ! હવે રોજ કેટલુક સહન કરવું ? શું કરું કશું જ સમજાતું નથી ? ક્યા જવું ? કોની પાસે જવું ? કોના પર પસંદગી ઉતારું ?'

અંશુલ ઇશાનની પાસે જઈને બેસી ગયો અને ખભે હાથ રાખીને પૂછ્યું, 'ભાઈ ચોખવટથી વાત કરે તો સમજાયને, તું આમને આમ બોલીશ તો હું શું સમજવાનો ?'

ઇશાન મર્માળ હાસ્ય કરતા બોલ્યો, 'એ જ તો જીવનની મોટી તકલીફ છે અંશુ. મને પણ કશું જ સમજાતું નથી જે બની રહ્યું છે. હું પણ તારી જેમ ફક્ત પ્રેક્ષક બનીને જોઈ અને સાંભળી રહ્યો છું. ઘડીક લાગણીઓ આમ દોડે છે ને ઘડીક તેમ દોડે છે.' અને જોરજોરથી હસવા લાગ્યો.
અંશુલ પરિસ્થિતિની ગંભીરતા વિષે હવે થોડોક તો અંદાજો આવી જ ગયો હતો એટલે તેણે સીધું જ પૂછી નાખ્યું, 'ઘટા સાથે ફરીવાર કશી બોલાચાલી થઇ ?'

"ઘટા" નામ સાંભળતા જ જાણે ઇશાનનો બધો જ નશો ફટકે ઉતરી ગયો હોય એમ સીરીયસ થઈને બેસી ગયો. જાણે આંખોના ઇશારાથી જ જવાબ આપતો હોય એ રીતે હકારમાં ઈશારો કર્યો.
અંશુલ કંટાળેલા અવાજે, "ઓહ્હ ગોડ, નોટ અગેઇન."

===***===***===

"ઇશાન" આમ તો ખુબ જ સભ્ય, સંસ્કારી અને શિસ્તવાળો છોકરો હતો. એક કંપનીના મેનેજીંગ ડાયરેક્ટરના હોદ્દા પર હતો. ૨૭ વર્ષની નાની ઉમરે કંપનીનો આખો કારભાર પોતાના ખભે લઇ લીધો હતો. કંપનીના મુખ્ય માલિક એવા "પ્રબોધ મહેતા" એ જ ઇશાનને ભણાવ્યો ગણાવ્યો અને પોતાના પગ પર ઉભો કર્યો હતો. પ્રબોધ મહેતાના સંઘર્ષકાળમાં તેના ગામના જ એક ખેડૂતનો દીકરો કે જે નાની ઉમરે અનાથ થઇ ગયો હતો તેને પોતાની જોડે જ લઇ આવ્યા હતા અને પોતાના ઘરે નોકર તરીકે રાખીને તેને સાચવી લેશે એવું વિચાર્યું હતું પરંતુ સમય જતા ઇશાનનું બુક પ્રત્યેનું વલણ જોઇને પ્રબોધ મહેતાએ તેને એક સારી સ્કુલમાં એડમીશન કરાવી દીધું હતું અને ભણવા પ્રત્યેની તેની ધગશ જોઇને નોકરની બદલે પોતાના દીકરાની જેમ તેને મોટો કરવાની શરૂઆત કરી દીધી હતી. ભણતર પૂરું કર્યા પછી સીધો જ પ્રબોધ મહેતાની કંપનીમાં કારકુન તરીકે જોડાયો હતો પરંતુ તેની કાર્યદક્ષતા અને ધંધાકીય સુજ્બુજને લીધે તેને ૨ જ વર્ષમાં કંપનીના ડાયરેક્ટરના હોદ્દા પર આવી ગયો હતો.
અંશુલ તેના સ્કુલ સમયનો દોસ્ત હતો જે નાનપણથી જ આ શહેરમાં હોસ્ટેલમાં રહીને ભણતો અને જોબ શોધીને અહિયાં જ પોતાના માટે એક અલગ રૂમ રાખીને રહેતો હતો. ઇશાન અને અંશુલની આ પાક્કી દોસ્તીના કારણે ઇશાન કે અંશુલ બંનેમાંથી કોઈને પણ ક્યારેય એકલતાપણું મહેસુસ નાં થતું. એકબીજાની માટે પોતાનો જીવ લગાવી દેતા આ દોસ્તો હમેશા મોજમાં જ રહેતા. અંશુલના ઘરે જ ઇશાન રહેતો કારણ કે નાનપણથી પ્રબોધ મહેતાએ સાચવ્યો હતો અને મોટો કર્યો હતો પરંતુ હવે તો તે પોતાના પગ પર ઉભો રહી શકતો હતો એટલે હવે તેણે વધારે એહસાન લેવાને બદલે પોતાની જાતે જ જીવતા શીખી ચુક્યો હતો. ઘણીવાર બંને દારુની પાર્ટી કરતા, સિગરેટ પિતા પરંતુ બધા વ્યસનની એક લીમીટ હતી. તે તેમની આદતો નહોતી પરંતુ માત્ર ક્યારેક મનોરંજન માટેનું સાધન હતું. પરંતુ આજે તો એ શોખ નહી પરંતુ શોકના કારણે પી રહ્યો હતો. તેના કારણે જ અંશુલ પણ આજે થોડો ટેન્શનમાં હતો. કારણ કે, ઇશાનને નાં પાડવા છતાય તે બીજી બે બોટલ પી ચુક્યો હતો.

===***===***===

ઘટા, મેં તને કેટલીવાર સમજાવી છે કે તારે ગમે તે સમયે ફોન નાં કરવો, તને સમજાતું નથી ? આ ચોથી વાર તને કહ્યું મેં. હું અહિયાં મારી ઓફીસમાં ફ્રી નથી બેઠો હોતો. કામના પ્રેશરની વચ્ચે બધું સંભાળવું કે તને વારાઘડીયે જવાબ દેતો બેસું.
સામે છેડેથી કશો અવાજ તો નાં આવ્યો પરંતુ થોડીવાર પછીની શાંતિ ભંગ કરતો એક ઘાંટો પડ્યો કે, 'મને કોઈ શોખ નથી તને હેરાન કરવાનો કે તને વાર ઘડીએ ફોન કરવાનો, પણ તારે જે વસ્તુઓ મંગાવાની હતી એ આવી ગઈ છે. જોઈએ તો લઇ જાજે નહિતર ફેંકી દઈશ કચરામાં.' અને ગુસ્સામાં ફોન મુકાઈ ગયો.

છેલ્લા ૬ મહિનામાં ઇશાન અને ઘટા વચ્ચે એટલું અંતર વધી ગયું હતું કે નાની-નાની વાતમાં પણ બંને ઝઘડાઓ કરવા લાગતા, કોઈ પણ ટોપિક પર વાર ઘડીએ એકબીજાને ટોન્ટ માર્યા કરતા. એકબીજાને નીચું દેખાડવાનું સહેજ પણ નહિ ચુકતા. તેમના સબંધ પર જાણે કોઈની નજર લાગી ગઈ હતી.
બંનેની સગાઇ થયાને ૧ વર્ષ જેવું થવા આવ્યું હતું. પરંતુ બંને વચ્ચેનો મનમેળ હજુ સુધી નહોતો થયો. એનું કારણ પણ એમ હતું કે આ સગાઇ ઈશાને પ્રબોધ મહેતાના કહેવાથી કરી હતી. તેઓના એક મિત્ર કે જેઓ ગામડામાં રહેતા હતા તેમણે ઇશાન માટે વાત કરી હતી અને પ્રબોધભાઈને એમની દીકરી પસંદ આવી હતી એટલે એણે ઇશાન માટે હા પાડી દીધી હતી પરંતુ એકવાર પણ ઇશાનને પૂછ્યું નહોતું કે તેને આ સગાઇ મંજુર છે કે નહિ. જ્યારે બીજી તરફ ગામડાની એ છોકરી ઘટા પણ એકદમ માન મર્યાદા રાખવાવાળી અને સમજુ છોકરી હતી. પોતાના વડીલોએ જ્યાં નક્કી કર્યું છે એ જ તેનું નસીબ છે એમ માનીને હવે તો તે ઇશાન પર લાગણીઓનો ધોધ વહાવતી થઇ ગઈ હતી પરંતુ ઇશાન તો જાણે ફક્ત પોતાની ફરજ સમજીને તેની સાથે વાતો કરતો હોય એવી રીતે વર્તન કરતો. ઘટાના એ પ્રેમરૂપી ધોધમાં ઇશાન પણ ધીમે ધીમે વહી રહ્યો હતો. હવે તેને ઘટાની સાદગી અને સમજણ પર માન થઇ આવ્યું હતું. ધીમે ધીમે તે ઘટા તરફ ઢળી રહ્યો હતો. પરંતુ અચાનક ઘટાના આવા વર્તનથી ઇશાન તેને સમજવાને બદલે તેના પર રોષે ભરાવા લાગ્યો હતો. તો પણ ઘટા એમ સમજીને જવા દેતી કે, કામના ટેન્શનમાં તે કશું બોલતા નહિ હોય. પરંતુ વાત હકીકતે કંઈક બીજી જ હતી.

શરૂઆતમાં તો ઘટા, ઇશાનને માન આપીને "તમે" કહીને જ બોલાવતી હતી પરંતુ છેલ્લા ૧૫ દિવસથી જાણે તેનામાં કોઈ ગજબનું પરિવર્તન આવ્યું હતું. મોઢામાં જાણે જીભની જગ્યાએ કાતર આવી ગઈ હોય એવું લાગી રહ્યું હતું. "તમે"ની જગ્યાએ "તું" શબ્દ આવી ગયો હતો. પ્રેમથી વાત કરવાની વાત તો દુર રહી પરંતુ એકબીજા સાથે સામાન્ય વાત કરવા માટે પણ બંને રાજી નહોતા. આવાને આવા ઝઘડામાં તો ઈશાને થોડા દિવસ પહેલા ઘટા પર હાથ પણ ઉપાડી લીધો હતો. પરંતુ પોતાની સહનશક્તિના કારણે ઘટા ચુપચાપ એ સહન કરી ગઈ હતી. પણ તેના હૃદયમાં ઇશાન ઘણો જ નીચો ઉતરી ગયો હતો. ઇશાન પ્રત્યે ધીમું ઝેર જાણે ચડી ગયું હતું.

એકદમ ભોળી અને શાંત છોકરીમાં અચાનક આવેલું આવું પરિવર્તન ઇશાનને પણ અજુગતું લાગી રહ્યું હતું કારણ કે તેણે આજ સુધી ઘટાને આવા રૂપમાં કોઈ દિવસ નિહાળી જ નહોતી. વાત વાતમાં તેની જીભ પર જાણે મરચા જેવી તીખાશ આવતી જતી હતી. તે પોતે કઈ વિચારી રહી હતી કે પછી કોઈની કાન ભંભેરણીથી આવી થઇ ગઈ હતી ? રામ જાણે !

સાંજ પડતા જ ઇશાન સીધો જ ઘટાનાં ઘરે પહોચ્યો હતો. ઘરમાં આજે ઘટા સિવાય કોઈ હતું નહિ.  ઘટા બહાર ફળિયામાં આરામખુરશી પર બેઠી બેઠી કોઈ લવસ્ટોરી વાંચી રહી હતી. ઇશાન ઘરમાં આવ્યો હતો પરંતુ તેણે સાવ અનદેખ્યું કરી નાખ્યું હોય એમ ચુપચાપ વાંચતી રહી. થોડીવારે ઇશાન ઘરમાંથી તેની વસ્તુઓ લઈને બહાર આવ્યો. ઘટા પાસે જઈને ઉભો રહ્યો પરંતુ ઘટાએ જાણે કશું જોયું જ નાં હોય એમ બૂકમાં મોઢું રાખીને વાંચતી રહી. વાંચી રહી હતી કે વાંચવાનો ડોળ કરી રહી હતી ? ઇશાન માટે તો આ ડોળ જ હતો. પરંતુ ઘટા માટે તો આ હૃદય પર પથ્થર રાખીને બની રહેલી ઘટના હતી કે જેમાં તે ધારવા છતાય કશું કરી શકતી નહોતી.
ઇશાન થોડા મ્હેણાં મારવાના ટોન્ટથી બોલ્યો, "આટલી બધી પ્રેમની ચોપડીઓ વાંચે છે તો ક્યારેક એ પ્રેમને હકીકતની જિંદગીમાં લાવતા શીખ, કદાચ આ કડવાશ ભરેલા સબંધમાં થોડી મીઠાશ આવી જાય."
ઘટા જાણે અંદરથી સમસમી ગઈ હતી પરંતુ આંખોમાં ક્રોધ લાવીને સીધો જ ઇશાનને જવાબ આપ્યો, "જે સબંધમાં કડવાશ આવી ગઈ હોય ને એ સબંધને હળવેથી કાપી નાખવો જોઈએ ઇશાન, નહિતર એ કડવાશ બંને વ્યક્તિઓના જીવનમાં ભળતા પણ વાર નથી લાગતી."
આવો જવાબ સાંભળીને ઇશાનના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હતી. પરંતુ હવે તો વાત પોતાના પૌરુષી અહમ પર અટકી હતી એટલે નરમ થવાને બદલે તેણે પણ જાણે કોઈ ધારદાર તલવારથી યુદ્ધ કરવા આવ્યો હોય એમ જોરથી શબ્દોરૂપી તલવારનો ઘા કર્યો, "આમ તો રોજેરોજની આટલી માથાકૂટ અને મગજમારીથી હું પણ કંટાળી જ ચુક્યો છું. એક કામ કરને પૂરું કર આ બધું નાટક. તું તારા રસ્તે અને હું મારા રસ્તે."
ઘટા તો હવે જાણે સાંભળીને હવે જાણે પથ્થર થઇ ગઈ હતી. કશો જ જવાબ આપ્યા વિના જ તે બુકમાં માથું ખોસીને બેસી ગઈ. કારણ કે, ઇશાન પણ સામે આવો જવાબ આપી દેશે કે સબંધ તોડવાની વાત કરી બેસશે એવી આશા નહોતી રાખી. રડવું હતું પરંતુ અત્યારે રડી શકે તેમ નહોતી. ઘવાયેલું એ હૃદય જાણે આજે ચિત્કાર કરી રહ્યું હતું પરંતુ આજે એ ચિત્કારને સાંભળવા માટે કોઈ હાજર નહોતું.
'શું કરવું છે ઘટા ? જવાબ આપ મને' ,ઇશાન ચિલ્લાઈને બોલી રહ્યો હતો.
ઘટા કશું પણ બોલ્યા વગર ચુપ થઇ ગઈ હતી.
ઇશાન ત્યાંથી જતો રહ્યો અને ઘટા તેની પીઠ તાકતી અનિમેષ નજરે નિહાળતી રહી અને આવનારા એ ભયંકર પરિણામને જોઈ રહી હતી.

"શું સાચે જ ઇશાન આ સગાઇ તોડી નાખશે ?" ,સવાલ તો ઘટાના મગજમાં દોડવા લાગ્યો હતો.

વધુ આવતા અંકે..

ભાગ - ૨
૬ મહિના પહેલા..
"ઘટા.. ઘટા.. ઘટા... ક્યા ગઈ અરે બાબા ક્યારનો તારી રાહ જોઇને નીચે બાઈક પાસે ઉભો છુંકેટલી વાર તૈયાર થતા ચલ ને યાર મોડું થઇ ગયું ઘણું." ,થોડા અકળાયેલા અવાજે ઇશાન બોલ્યો.
"અરે બાબા આવું છું. સબ્ર કરો જાનેમનસબ્ર કા ફલ મીઠા હોતા હૈ. તુમ્હારી જાન તૈયાર હો રહી હે તો થોડા તો વક્ત લગાયેગી હી.",ઘટાએ અંદરથી જ મસ્તીભર્યા સુરે જવાબ આપ્યો.

પર્પલ અને વ્હાઈટ કલરની ચોલીકાનમાં લટકતા લાંબા એરીન્ગ્સપર્પલ કલરની જ કપાળ પર લગાવેલી નાની બિંદીહાથમાં પર્પલ કલરની મેચિંગ ચૂડીઓહોઠ પર લીપ્સ્ટીકચેહરા પર મેકઅપપગમાં નાની નાની ઝાંઝર છનછન કરી રહી હતી.એકદમ ઘાટમાં ઉપસેલા સ્તનોના ઉભાર ચોલીની પારદર્શિતાને કારણે આરપાર ડોકિયું કરી જતા હતા. થોડી ભરાવદાર કાયામાં આજે ઘટા એકદમ મનમોહક સુંદરી લાગી રહી હતી. ઘટા આમ ચેહરેથી થોડી ઘઉંવર્ણી શ્યામ હતી પરંતુ તે એક બ્લેક બ્યુટી હતી એટલે કોઈને પણ ગમી જાય એવી નમણી અને ચેહરા પરની માસુમિયતનાં લીધે એકદમ ક્યુટ પરી જેવી લાગતી.

ઘટા રેડી થઈને બહાર આવતા જ ઇશાન બે ઘડી માટે તો જોતો જ રહી ગયો અને આહ્કારો લેતા બોલ્યો, "હાયેનઝર નાં લગે મેરી રાની કો કિસી કી" એમ બોલીને બાઈક સ્ટાર્ટ કરવા લાગ્યો.
બંને રેડી થઇને ઇશાનના કોઈક ફ્રેન્ડની પાર્ટીમાં જવા માટે નીકળી ગયા હતા. ઘટા ઇશાનની પાછળ એકસાઈડમાં બેઠી હતી,જો કે આજે પહેલીવાર આવી રીતે બેઠી હતી એટલે થોડી ડરી રહી હતી એના કારણે ઇશાનને મજબૂતીથી કસકીને બેઠી હતી.જો અંદરખાને તો યે બહાના હી થા ઓર સફર સુહાના બનાને કી સાઝીશે હો રહી થી. ઇશાન આજે મસ્ત મુડમાં બાઈક ચલાવી રહ્યો હતો અને સાથે સીટી વગાડી રહ્યો હતો અને ઘટા એ સીટીની જોડે અનુરૂપ ગીત "દો દિલ મિલ રહે હેમગર ચુપકે ચુપકે" ગાઈ રહી હતી.

પાર્ટીમાં સૌથી હોટ કપલ તરીકે આજે ઇશાન અને ઘટા હતા. દરેકની નજરે એકવાર તો આ કપલને જોઈ જ લીધું હતું. આજુબાજુમાં ગણગણાટ પણ શરુ થઇ ગયો હતો કે એક મોટી કંપનીનો મેનેજીંગ ડાયરેક્ટર પોતાની ફિયાન્સને લઈને મોટીગાડીને બદલે બાઈક પર આવ્યો. પાર્ટીમાં રહેલી યુવાન સ્ત્રીઓની નજર ઇશાન પરથી નહોતી હટતી. કારણ કેઇશાન પણ એકદમ હેન્ડસમફીટ બોડી અને ઘઉંવર્ણો હતો. એકદમ શેઈપમાં ટ્રીમ કરેલી દાઢીબ્લેક સ્યુટમાં તે કોઈ હીરોથી કમ નહોતો લાગતો. જો કે ઇશાનને પહેલેથી જ એકદમ વ્યવસ્થિત રહેવાની ટેવનાં લીધે છોકરીઓ થોડીવાર માટે તો જોઈ જ લેતી અને આ વાત ઘટા પણ સારી રીતે જાણતી હતી.

પાર્ટીમાં ઇશાન અમુક લેડી જોડે હળીમળીને વાતો કરતો હતોઅમુક લેડીને ફોર્મલ રીતે ગળે મળીને હાઈ હેલો કરી રહ્યો હતો. આ બધું જોઇને ક્યારેક ઘટાને ઈર્ષ્યા પણ થઇ આવતી પરંતુ પછી પોતે જ ગર્વ કરતી કે જેની પાછળ આ બધી લાળ ટપકાવે છે એ મારો થનાર પતિ છે. ક્યારેક વિચાર પણ આવી જતો કે શું તેને આટલી સ્ત્રીઓ પાછળ પડેલી છે તો ક્યારેક તો કોઈક જોડે કશો સબંધ રાખ્યો નહિ હોય કોઈક તો એને આકર્ષિત કરતુ જ હશે ને ?

પાર્ટી પૂરી કરીને બંને બહાર ઉભા હતાઇશાન હજુ બાઈક લેવા જતો હતો ત્યાં જ ઘટા એ તેનો ફોન માંગ્યો કે, "તેને ઘરે ફોન કરવો છેતેના ફોનની બેટરી ડેડ છે."
ઇશાન કશું પણ બોલ્યા વગર આરામથી ફોન આપીને બાઈક લેવા જતો રહ્યો.
હજુ તો ઘટા નંબર સર્ચ કરીને ફોન લગાવવા જતી હતી ત્યાં જ ઇશાનના ખરાબ નસીબે વોટ્સેપ પર સેન્ડીના નામનો એક મેસેજ બ્લીંક થયો કે જે મેસેજ વાંચીને ઘટાની આંખો પહોળી થઇ ગઈ. આંખમાં લાલાશ ઉતરી આવી.
"Hey Baby, I am coming india today midnight flight. please come to pickup me baby. Loves you alot my Jaan. Bye."
હજુ એટલું વાંચી રહી ત્યાં જ ઇશાન પોતાની બાઈક લઈને આવ્યો. ઘટા જાણે કશું થયું જ નાં હોય એમ મેસેજ બંધ કરીને ફોન સરખો કરીને ઇશાનને આપીને બાઈક પાછળ ચુપચાપ બેસી ગઈ. આ વખતે ઘટા ઇશાનને પકડવાની જગ્યાએ બાઈકની પાછળનું કેરિયર પકડીને બેઠી.

રસ્તા વચ્ચે પથરાયેલી શાંતિ ભંગ કરતા ઈશાને પૂછ્યું, "શું કહ્યું મમ્મીએ ?" ખોવાયેલી ઘટા અચાનક જાણે તંદ્રામાંથી બહાર આવી હોય એ રીતે જબકીને બોલી, "કશું નહિબસ એમ જ ફોન કર્યો હતો કે ક્યારે ઘરે પહોચીશ એ કહેવા માટે." 
"
ઓકે"રાત્રીના અંધકારમાં સુમસામ રોડ પર ઈશાને બાઈક ભગાવતા જવાબ આપી દીધો.
થોડી જ વારમાં ઘટાને ઘરે પહોચાડી અને ફટાફટ જ ઇશાન ત્યાંથી નીકળી ગયો. પરંતુ ઘટાના મગજમાં અનેક સવાલો મુકતો ગયો.

"મને તો ઇશાન પર પૂરો ભરોસો હતો પરંતુ આ શું જોયું મેં આજે ઇશાન મોડી રાત્રે તેને લેવા પણ જશે એવી તો કોણ છે આ કે જેને ઇશાન લેવા જવાનો હશે ઇશાન તે મારો ભરોસો તોડ્યો છે. હું તને એના માટે કદી પણ માફ નહિ કરું. આવું વિચારતા વિચારતા ઘટાની આંખોએ ઓશિકાના કવરને ભીનું કરી નાખ્યું હતું. "

===***===***===

એરપોર્ટની ભીડમાં અનેક લોકો અવરજવર કરી રહ્યા હતા. આટલી બધી મોટી ભીડમાંથી દુરથી એક ટ્રોલી સાથે આવતી ૨૪
 વર્ષની યુવતી દેખાઈ રહી હતી જેની પર ઇશાનનું બધું ધ્યાન કેન્દ્રિત થયેલું હતું.

ખુલ્લા કર્લી કથ્થાઈ-બ્લેક મિક્સ વાળ તો પણ જાણે રેશમ જેટલા જ સિલ્કી લાગી રહ્યા હતા જેની લટો વારાઘડીએ એ યુવતીના ચેહરાને ચુંબન કરવા આવી જતી હતી. લટો ચેહરા પર જતા ધ્યાન પણ ચેહરા પર ગયું તો લાગ્યું કે કોઈક હુર્રપરીને જોઈ લીધી હોય. કંઈક અલગ જ નુર હતું એ ચેહરાનુંથોડું લાંબુ ફેસકટલેન્સ પહેરેલી બ્લુ કલરની આંખોલાંબુ પણ ચેહરાને યોગ્ય બેસે એવું નાક અને હોઠની ડાબી બાજુની કિનાર પર રહેલું પણ દુરથી પણ જોઈ શકાય એવું તલનું નિશાન જે એની નમણાશમાં વધારો કરી રહ્યું હતું. ભરાવદાર પણ થોડા લાંબા પાંદડી જેવા હોઠ અને એ હોઠની વચ્ચે સૈન્ય જેમ શિસ્તમાં કતારબદ્ધ ઉભું હોય એ રીતે ગોઠવાયેલા સફેદ રૂ જેવા દાંતએ દાંતની જોડે જ જમણી બાજુના ખૂણા પર ઉપરની બાજુ મૌસમી ચેટરજીને છે તેવો ઉપસેલો એક વધારાનો દાંત જે તેની સ્માઈલના સૌન્દર્યમાં વધારો કરી રહ્યો હતો. બ્લશિંગ કરતુ એનું એ સ્માઈલ જમણી બાજુ રહેલા ગાલને જાણે ઓર્ડર કરી રહ્યું હોય અને ગાલ પણ જાણે એ ઓર્ડરની રાહ જોઇને જ બેઠા હોય એમ એક ડીમ્પલ પાડી રહ્યા હતા. ફક્ત એક જ ગાલ પર પડતું એ ડીમ્પલ જોઇને ઇશાનનું હૃદય એક ધબકારો ચુકી ગયું. "ઉફ્ફ.. કોઈ તો રોક લો."

ગ્રીન કલરનું સ્લીવલેસ ટી-શર્ટ અને તેની પર પહેરેલું જીન્સનું જેકેટસાથળ સુધી જ પહેરેલું જીન્સનું શોર્ટ્સઅને ગોઠણથી સહેજ જ નીચે સુધી રહેતા લાંબા બ્લેક હોલ શુઝએકદમ પ્રોફેશનલ યુવતી જેવી ચાલહાથમાં આઈ-ફોન અને બીજા હાથમાં ટ્રોલીનું હેન્ડલ પકડીને ચાલી આવતી સેન્ડી ઉર્ફે સંધ્યા મહેતા. પ્રબોધ મહેતાની એક ની એક લાડકી દીકરી કે જેને ઇશાન પીકઅપ કરવા માટે આવ્યો હતો.
૬ વર્ષની કાચી ઉમરે માં વિહોણી થઇ ગયેલી સંધ્યાને પ્રબોધ મહેતાએ હાથની હથેળી પર રાખીને ઉછેરી હતી. ૧૪ વર્ષની ઉંમરે તો તેને અમેરિકા મોકલી દેવામાં આવી હતી. આવી રીતે નાની ઉંમરે દીકરીને પોતાનાથી દુર તેની નાની બહેનના ઘરે મોકલી દેવા પ્રબોધ મહેતા પણ રાજી નહોતા પરંતુ મજબૂરીનાં કારણે તેને અમેરિકા મોકલવાની ફરજ પડી હતી. "સમય,સંજોગો અને પરિસ્થિતિ માણસને ગમે તે કરાવવા માટે તૈયાર કરી દેતું હોય છે."

બાળપણમાં સંધ્યાને મોટી કરવામાં ઇશાનનો ફાળો પણ ઓછો નહોતો. સંધ્યાને એક માં સાચવે એવી રીતે ઈશાને તેને સાચવી હતી. તેની દરેક નાની-નાની જરૂરિયાતોદરેક જિદ્દ ઇશાન પૂરી કરતો. સંધ્યાથી માત્ર ૩ વર્ષ મોટો ઇશાન તેને ખુબ જ લાડ લડાવતો અને ખુબ જ પ્રેમ કરતો. સંધ્યા માટે તો ઇશાન જ જાણે તેની દુનિયા હતી. તેના પાપાનું પણ ક્યારેક નાં માનતી સંધ્યા ઇશાનનાં એક નાનકડા ઈશારાને પણ સમજીને વાત માની લેતી. સંધ્યા એ હતી કે જેણે ઇશાનને ભણવા માટે તેના પાપાને કહીને સ્કુલમાં એડમીશન કરાવ્યું હતું. ઘરમાં નોકરની જગ્યાએ ઘરનો જ દીકરા તરીકે સ્થાન અપાવ્યું હતું. સામે ઇશાન પણ તેના પર કરાયેલા આ ઉપકારને કદી પણ ભૂલ્યો નહોતો. પ્રબોધ મહેતાને જ પોતાનો ગુરુ માનતો ઇશાન પ્રબોધભાઈનો પડ્યો બોલ જીલી લેતો.

એરપોર્ટની બહાર વેઈટીંગ એરિયામાં રાહ જોઇને ઉભેલા ઇશાનને કમ્પ્યુટરનાં ફોટામાં જોયા પછી નજર સામે જોતા જ સંધ્યા સીધી જ દોડીને ઇશાનના ગળે વળગી પડી. ઇશાન પણ સંધ્યાને આટલા વર્ષો પછી જોઇને થોડો ભાવુક થઇ ગયો હતો. જ્યારે સંધ્યા ઇશાનથી છૂટી પડી ત્યારે સંધ્યાની આંખો ઓલરેડી ભીની થઇ ચુકી હતી. ઈશાને પોતાના બંને હાથ વડે સંધ્યાનો ચેહરો પકડીને તેના આંસુ લૂછ્યા અને કપાળ ચૂમી લીધું. થોડીવાર માટે બંને વચ્ચેનું મૌન જ વાતો કરી રહ્યું હતું કે જે બંનેના દિલ અંદરોઅંદર સમજી રહ્યા હતા.

અચાનક જ ગાડીનો હોર્ન વાગતા બંને જણા જબકી ગયા અને ઈશાને લાવેલી પ્રબોધભાઈની મર્સિડીઝમાં ઘરે જવા માટે નીકળી ગયા.
===***===***===

બીજે દિવસે ઇશાન ઓફીસ જવાને બદલે સીધો જ સંધ્યાને મળવા તેના ઘરે પહોચી ગયો હતો. સંધ્યા તો હજુ સવાર સવારમાં સુતી હતી એટલે ઇશાનને આજે ઘણા વર્ષો પછી સંધ્યાને હેરાન કરવાનો મોકો મળી ગયો હતો. તેણે સંધ્યાને બંને બાવડા પકડીને હલબલાવીને ઉભી કરી પરંતુ સંધ્યા ઇશાનને ધક્કો મારીને પછી સુઈ ગઈ. અચાનક ઇશાન ત્યાં ટેબલ પર પડેલો પાણીનો ગ્લાસ જોઈ ગયો. તેણે સીધો જ એ ગ્લાસ હાથમાં લઈને સંધ્યાના ચેહરા પર ઢોળી દીધો અને સંધ્યા સફાળી બેઠી થઇ ગઈ. જોરથી ચિલ્લાઈને બોલી
, "Ishu, You rascal, I will kill you."

ઇશાન સીધો જ રૂમની બહાર જઈને દોડવા લાગ્યો અને સંધ્યા પણ તેની પાછળ પાછળ દોડી. નીચે પ્રબોધભાઈ તૈયાર થઈને બેઠા બેઠા છાપું વાંચી રહ્યા હતા અને ચાની ચુસ્કીઓ લઇ રહ્યા હતા. તેઓએ આ ધમાચકડી જોઈ અને સમયની સામે જોઇને હસવા લાગ્યા અને મનોમન વિચારી રહ્યા હતા કે હજુ તો ગઈ કાલે બંને સાવ નાના હતા અને આવી જ રીતે એકબીજાને હેરાન કરતા આખા ઘરમાં ધમપછાડા કરતા. એટલામાં જ ઇશાન દોડીને નીચે આવી ગયો અને પ્રબોધભાઈ જ્યાં બેઠા હતા તેની ફરતે ફરવા લાગ્યો અને સંધ્યા તેની પાછળ દોડતી હતી પરંતુ ઇશાન હાથમાં નાં આવતા આખરે થાકીને તે પોતાના પપ્પા પાસે બેસી ગઈ.

"પપ્પાઆ ઈશુને સમજાવો ને કઈકતમારી દીકરીને હેરાન કરે છે. હું કેવું સરસ મજાનું સપનું જોઈ રહી હતી અને આ ઈડીયટે આવીને મારું સપનું તોડાવી નાખ્યું." ,સંધ્યા થોડી ચીડ સાથે બોલી. 
"બેટા સપના તો એ હોય છે જે ખુલ્લી આંખે જોવાયા હોય અને તેને સાકાર કરાયા હોય. આ તારી સામે જ બેઠેલો ઇશાન તેનું જીવતું જાગતું ઉદાહરણ છે.",પ્રબોધભાઈ પોતાની ટેવ મુજબ સીરીયસ થઇને બોલ્યા. 
"એવા સપના નહિ પાપાતમે ક્યારેય મને સમજી જ નથી શકતાહુહ.",સંધ્યા થોડી રિસાઈને બેસી ગઈ. 
પ્રબોધભાઈ બધું જ સમજતા હતા કે છોકરી હવે મોટી થઇ ગઈ છે એટલે કેવા કેવા સપના જોતી હોય પરંતુ તે જાતે કરીને સંધ્યાને ચીડવવા માટે થઈને આવું બોલી રહ્યા હતા. 
"સપનામાં શું જોઈ રહી હતી મારી ઢીંગલી ?" ,પ્રબોધભાઈએ થોડા હાસ્ય સાથે પૂછ્યું. 
"એ તો હું લગ્નમંડપમાં બેઠી હતી અને ઈશ..." ,સંધ્યા બોલતા બોલતા અટકી ગઈ અને શરમાઈ ગઈ. મનોમન વિચારી રહી હતી કે હાશ ! તે ઇશાનનું નામ બોલતા અટકી ગઈ નહિતર પાપાને અને ઇશાનને ખબર પડી જાત. હું ઇશાનને નહિ કહું કે મને તારા પર લાગણીઓ છે પરંતુ ઇશાન સામેથી બોલશે એટલે તરત જ તેને હા પાડી દઈશ.

ઇશાન આખરે સંધ્યા સામે ગોઠણભેર બેઠો અને સંધ્યાને કહ્યું, "Sendy, We have surprise for you."
આ સાંભળીને પ્રબોધભાઈ પણ સમજી ગયા કે ઇશાન શું કહેવા માંગતો હતો એટલે તેઓ પણ સંધ્યાના ચેહરા સામે જોવા લાગ્યા કે સંધ્યાના હાવભાવ શું હશે.
સંધ્યા પોતાના બંને હાથ પોતાના ગાલ પર મુકીને બોલી
, "વાઉ ! શું સરપ્રાઈઝ છે પ્લીઝ જલ્દી કે ને." ઈશાને પોતાનો ડાબો હાથ ઉંચો કરીને પોતાના હાથમાં રહેલી એન્ગેજમેન્ટ રીંગ બતાવી અને કહ્યું, "I got engaged with Ghataa."

સટ્ટાક... સંધ્યાને કોઈકે જાણે અચાનક ૧૦૦ માળની બિલ્ડીંગ નીચે ફેંકી દીધી હોય એવો અહેસાસ થયો. શ્વાસની ગતિ રૂંધાઇ ગઈ. મગજ સાવ બ્લેન્ક થઇ ગયુંહૃદય પર જાણે કોઈકે મોટો પથ્થર મૂકી દીધો હોય એવી લાગણી થતા તે કશું જ બોલી શકી નહિ. ચેહરાની રેખાઓ તંગ થઇ ગઈ અને તે વારાફરતી ઇશાન અને પ્રબોધભાઈ સામે જોવા લાગી.

"ઊંઘના સપના જ્યારે જોવાય છે અને અધૂરે સપને જ્યારે ઊંઘ તૂટે ત્યારે માણસ મોટેભાગે એ સપનાઓને ભૂલી જતો હતો હોય છે પરંતુ જીવતી આંખે જોવાયેલા સપનાઓ જ્યારે તૂટે ત્યારે સઘળું નાશ પામતું હોય છે. માણસ અંદરથી સાવ વિખરાઈ જતો હોય છે. અત્યારે તેને પાપાએ કહેલી સપનાવાળી વાત યાદ આવી રહી હતી અને હૃદયથી ચીસો પાડી પાડીને જવાબ દઈ રહી હતી કે જીવતી આંખે જોયેલા સપનાઓ આ રીતે તૂટી જશે એ નહોતી ખબર પાપાઈશાને મારી ઊંઘ બગાડીને સપનું તોડ્યું એનો અફસોસ નથી પરંતુ આ વાત કહીને મારી જિંદગીના બધા જ સપનાઓ જાણે તોડીને વેરણ-છેરણ કરી નાખ્યા."

અચાનક સંધ્યાના મુખ પર હાસ્યનો મુખવટો પહેરાઈ ગયો અને ઇશાનને ગળે વળગી ગઈ અને બનાવટી છણકા સાથે બોલી, "વાઉ ! કોન્ગ્રેચ્યુલેશન ઈશુ. હું ખુબ જ ખુશ થઇ આ સાંભળીને. તે ખરેખર ખુબ જ મોટી ગીફ્ટ આપી." ક્યારે કરી સગાઇ ? સંધ્યાએ થોડી વધારે વાત જાણવા માટે પૂછ્યું.
છ મહિના થઇ ગયા.
"ઓહહ ! તો પાપા તમે પણ મને કેમ નહિ કહ્યું અત્યાર સુધી મને બોલાવી પણ નહિ સગાઇમાં ?" ,સંધ્યા તેના પાપા પર ગુસ્સો કરતા બોલી."બેટાતારી એક્ઝામ પછી તું તારી કોલેજની કોઈ ટુરમાં ગઈ હતી એટલે મને ઈશાને નાં પાડી હતી તને કશું પણ કહેવાની. એણે મને કહ્યું હતું કે એ પોતે જ તને જણાવીને સરપ્રાઈઝ કરવા માંગે છે." ,પ્રબોધભાઈ આટલું બોલીને ત્યાંથી ઉભા થઈને પોતાની ઓફીસ જવા માટે નીકળી ગયા.

"હા પાપાસરપ્રાઈઝ તો ઘણી થઇ હું આ ન્યુઝ સાંભળીનેઅને સૌથી વધુ તો સરપ્રાઈઝ મને જિંદગીએ કરી છે આજે. આજે ખબર પડી કે ક્યારેક કોઈ માટે બનેલા સારા સમાચાર બીજા માટે દુઃખદાયક અને પીડાદાયક પણ હોય છે." ,સંધ્યા સ્વગત બબડી રહી હતી.
ઈશાને સંધ્યાના ગોઠણ પર હાથ રાખીને સંધ્યાને હલાવી અને પૂછ્યું
, "સેન્ડીશું થયું કઈક સમજાય એવું તો બોલતું કહેવા શું માંગે છે ?"
"કઈ નહિ બસ એમ જ. Anyway again congo for your engagement. અને મારે આજે મારી અમુક ફ્રેન્ડસ જોડે બહાર ફરવા જવાનું છે તો મારે થોડું મોડું થાય છે તો હું રેડી થઈને નીકળુંતું પણ ઓફીસ જાપાપા રાહ જોતા હશે તારી." ,એમ બોલીને સંધ્યા ઝડપથી બાથરૂમ તરફ જતી રહી.

ઇશાન તેના મગજમાં ચાલી રહેલી ગડ્મથલને માપી નાં શક્યો. પરંતુ તેને તો મનમાં એવું કશું હતું પણ નહિ એટલે તે તો આરામથી ઓફીસ જવા માટે નીકળી ગયો. 
બીજી તરફ સંધ્યા બાથરૂમમાં જઈને સીધી જ બાથટબમાં ઢળીને ફુવારામાંથી આવી રહેલા પાણી સાથે પોતાના આંસુઓ ભેગા કરીને નાહી રહી હતી.
===***===***===

થોડા દિવસ બાદ.
તને ખબર છે ઘટા આ સંધ્યા ખુબ જ તોફાની છે. એ મારી બચપણની દોસ્ત છે. એક એવી દોસ્ત કે જેની માટે હું મારો જીવ પણ આપી શકું. એ છે એટલે જ હું આજે અહિયાં સુધી પહોચ્યો છું. જો એ નાં હોત તો હું આજે એક મામુલી નોકર હોત.

"કોણ સંધ્યા ?" ,ઘટાએ હળવા અવાજે પૂછ્યું. "અરે ! સંધ્યા યાર. પ્રબોધ અંકલની દીકરી. જેની સાથે હું બાળપણથી રમીને મોટો થયો. સેન્ડી. તને મેં આના પહેલા પણ ઘણીવાત કરેલી જ છે ને. ભૂલી ગઈ ?" ,ઇશાન આરામથી વાત કરી રહ્યો હતો. 
બીજી તરફ હવે ઘટાને "સેન્ડી" નામ સાંભળતા જ તે મેસેજ વાળી વાત યાદ આવી ગઈ અને ખબર પડી કે ઠીક આ સેન્ડી એ જ સંધ્યા છે. પરંતુ જો આ બંને માત્ર દોસ્ત જ હોય તો આ સંધ્યા ઇશાનને બેબીજાનલવ યુ જેવા શબ્દોથી શું કામ વાત કરતી હશે કે પછી ઇશાન મારાથી કશું છુપાવી રહ્યો છે ઘટાના મગજમાં શંકાના વાદળો ઘેરાઈ ચુક્યા હતા. વહેમનો કીડો એ વસ્તુ છે જે એકવાર માણસને કરડી જાય તો જિંદગીભર સુધી તેનો ઈલાજ થઇ શકતો નથી. એટલે જ તો કહેવાયું છે કે "વહેમની દવા ભગવાને કે માણસે બનાવી જ નથી."

તને ખબર છે ઘટા સંધ્યા એકદમ અલગ છે. બધાયથી અલગ. જો કે બાળપણમાં તે જે સંધ્યાને ઓળખતો હતો તેના કરતા અત્યારની સંધ્યામાં ઘણો ફર્ક છે. બાળપણમાં ખુબ જ સેન્સેટીવમર્યાદાવાળી અને ભોળી સંધ્યા આજે વર્ષો પછી એકદમ બિન્દાસ્તબોલ્ડ અને અલ્લડ સેન્ડી બની ગઈ છે. તને ખબર છે તેને હું સંધ્યા બોલાવું ને તેનાથી પણ ચીડ છે. તે મને ઓલવેય્ઝ સેન્ડી નામથી જ બોલવાનું કહે.

છેલ્લી અડધી કલાકથી ઇશાન ઘટાની સામે સંધ્યાપુરાણ ખોલીને બેઠો હતો તેનાથી હવે ઘટા સળગી રહી હતી. તેનું મગજ સંપૂર્ણપણે ચકરાવે ચડી ગયું હતું. જ્યારથી આવ્યો છે ત્યારથી બસ સંધ્યા સંધ્યા સંધ્યા કરી રહ્યો છે. સંધ્યા આમ નેસંધ્યા તેમ નેએટલું બધું શું હશે તેની જોડે તેને ઘટાનો સહનશક્તિનો બંધ હવે તૂટી રહ્યો હતો. આખરે તે અકળાઈને બોલી, "તું મને અહિયાં તારી સંધ્યાની રામાયણ સંભળાવવા આવ્યો છે ?"

અચાનક આવેલા આવા સવાલથી ઇશાન થોડીવાર માટે હેબતાઈ ગયો. "અરે ઘટાશું થયું તને અરે તે મારી દોસ્ત છે. તેની સાથે હું મોટો થયો છું. તો એના વિષે તને હું વાત કરું છું." 
"દોસ્ત છે એ તારી દોસ્ત છે તારો મોબાઈલ બતાવ તો.",ઘટાનો ગુસ્સો હવે સાતમાં આસમાન પર હતો. 
ઈશાને મોબાઈલ ઘટાને આપ્યો. અને ચુપચાપ તેની સામે ઉભો રહ્યો. 
હજુ તો ઘટા મોબાઈલ શરુ કરે ત્યાં જ સેન્ડીના મેસેજ આવ્યા, "ઈશુપ્લીઝ મને મળવા આવને. આઈ એમ ફીલિંગ અલોન." મેસેજ ઓપન કરતા જ આગળના કન્વરઝેશન જોયું અને ઢગલાબધ કિસ અને દિલના સિમ્બોલ અને આઈ લવ યુ લખેલા મેસેજીસ જોયા અને ઘટાનો મગજ સાવ એટલે સાવ બહેર મારી ગયું. તેણે મોબાઈલના એ મેસેજીસ ઇશાન સામે રાખ્યા. ઇશાન મોબાઈલ હાથમાં લઈને હજુ તો જોવા જતો હતો કે તે કોના મેસેજીસ બતાવી રહી છે ત્યાં તો ઘટાએ પોતાની એકટીવાને લીવર આપીને રસ્તા પર મારી મૂકી હતી.

ગુસ્સાને કારણે આજે એકટીવા ખુબ જ બમણી સ્પીડે ચાલી રહી હતી તે જોઇને ઇશાન પણ તેની પાછળ પાછળ બાઈક લઈને ગયો. થોડેદુર જતા જ ઘટાને ખ્યાલ પડ્યો કે તેની ગાડીમાં બ્રેક ફેઈલ થઇ ગઈ છે. પરંતુ સામે આવતી બસ જોઇને તે ધરબાઈ ગઈ.

છેલ્લીવાર જાણે ઇશાનને જોતી હોય એમ તેણે પાછળ નજર કરી અને...


વધુ આવતા અંકે.

ભાગ - ૩
ગાડીની બ્રેક ફેઈલ થવાના કારણે ઘટા હવે પૂરી રીતે ગભરાઈ ચુકી હતી અને જાણે પોતાનું મોત સામે દેખાઈ રહ્યું હોય એમ છેલ્લી વાર ઇશાનને જોવા માટે પાછળ ફરી.

પાછળ જોયું તો ઇશાન પણ એની પાછળ બાઈક લઈને આવી રહ્યો હતો અને ઘટાએ તેને એક સ્મિત કરીને જાણે આંખના ઇશારે જ અલવિદા કહી રહી હોય એમ જોયું. અચાનક ગાડીનું હેન્ડલ વળી ગયું અને ગાડી બસની જગ્યાએ સીધી જ રોડની બાજુમાં આવેલા થાંભલા સાથે અથડાઈ. ઘટાની આંખ સામે અંધારા સિવાય કશું જ નહોતું અને તેને માથાના ભાગે વાગવાથી બેભાન થઇ ચુકી હતી.

ઇશાન ઘટાની પાછળ જ આવી રહ્યો હતો એટલે તેણે તો આ બધું નજરે જોયું હતું એટલે એ પણ અંદરથી હચમચી ગયો હતો. ઘટા પાસે પહોચીને તરત જ તેણે એમ્બ્યુલન્સને ફોન કર્યો અને થોડી જ વારમાં ઘટાને હોસ્પિટલમાં એડમીટ કરી દીધી.

ડોકટરે પ્રાથમિક ચેકઅપ બાદ કહ્યું કે માથાના ભાગે ગંભીર ઈજા હોવાથી તાત્કાલિક ઓપરેશન કરવું પડશે. ઈશાને એક સેકંડ પણ વિચાર્યા વગર મંજુરી આપી દીધી અને તરત જ ઘટાને ઓપરેશન થીયેટરમાં ખસેડાઈ. લોહીથી તરબોળાયેલો ઇશાનનો શર્ટ ઇશાનને ડરાવી રહ્યો હતો કેમ કે ખુબ બધું લોહી વહી ચુક્યું હતું. ઇશાન અત્યારે કશું પણ વિચારવાની સ્થિતિમાં નહોતો પરંતુ એક વાત તેના મગજમાં ઠસાયેલી હતી કે આ બધું જે કંઈ થયું એમાં વાંક એનો પોતાનો જ હતો અને એનાથી વધારે વાંક હતો સેન્ડીનો કે જે હર વખતે આવા જ મેસેજ કર્યા કરતી.

થોડીવાર પછી અચાનક સેન્ડીનો ફોન આવ્યો અને ઈશાને ફોન કાપી નાખ્યો. સેન્ડીએ ફરીવાર ફોન લગાવ્યો અને ફરીવાર ઈશાને કાપી નાખ્યો. સેન્ડીએ આવી જ રીતે ઉપરાછાપરી ૭-૮ ફોન લગાવ્યા પરંતુ એકેયના જવાબ ઈશાને નાં આપ્યા. ઇશાન કશું જ બોલી શકવાની સ્થિતિમાં હતો જ નહિ તો ફોન કેવી રીતે ઉપાડેત 
?

આમ પણ ઇશાન તો સેન્ડી પ્રત્યે કોઈ જ પ્રેમની લાગણી નહોતો રાખતો. પરંતુ હા તે તેને પોતાની સૌથી ખાસ દોસ્ત માનતો હતો. સેન્ડી હંમેશા મજાક કર્યા કરતી અને એના કારણે સેન્ડીએ કરેલા મેસેજને તે કોઈ દિવસ સીરીયસ નાં લેતો અને તેના કારણે જ આજે આ ઘડી આવી પહોચી હતી. ઈશાને કોઈ દિવસ સેન્ડીને એ નજરે જોઈ જ નહોતી કે સેન્ડીને ગેરસમજ ઉભી થાય. આ તો નાનપણથી જ સેન્ડીને સાચવવાની ટેવ અને એની સંભાળ રાખવાની આદતને સેન્ડી પ્રેમ સમજી બેઠી હતી. પરંતુ આ બધી ચોખવટ હવે કેવી રીતે કરશે 
ઘટાને પોતે આ બધું કંઈ રીતે સમજાવશે શું ઘટા માનશે સેન્ડી કશું આડું-અવળું તો નહિ કરી બેસે ને ?

વિચારોના મહાયુદ્ધમાં અટવાયેલો ઇશાન મોબાઈલમાં વાયબ્રેટ થતા જોવા લાગ્યો. સેન્ડીના કેટલા બધા મેસેજ હતા જેમાં લખ્યું હતું કે "ક્યા છે તું 
મારો ફોન કેમ નથી ઉપાડતો મને એટલી તો ખબર છે જ કે તું ઓફીસમાં નથી અને ઓફીસના કોઈ કામથી બહાર પણ નથી ગયો. તો પછી તું છે ક્યા જવાબ તો આપ."

ઈશાને કશું લખવાને બદલે વોટસપ પર પોતાનું લોકેશન મોકલી દીધું. એવું તેણે જાતે કરીને કર્યું હતું કે પછી આપોઆપ એ વિચારને ચોખવટ કરવાના ઈરાદાથી મોકલ્યું હતું એ તે પણ નહોતો જાણતો.
 બસ ગુમસુમ બનીને ઓપરેશન થીયેટરની બહાર બેસી ગયો હતો.

સેન્ડીના મોબાઈલમાં મેસેજ બ્લીંક થયો. મેસેજમાં લોકેશન જોતા જ સેન્ડી સફાળી બેઠી થઇ ગઈ. તેના ચેહરાની રેખાઓ તંગ બની ગઈ હતી. ઇશાન હોસ્પિટલમાં છે 
શું થયું એને કે પછી બીજા કોઈકને કશું થયું હશે આવું બધું વિચારતાની સાથે તો સેન્ડી ક્યારની પોતાની કારમાં ગોઠવાઈ ગઈ હતી અને ઘરની બહાર પણ નીકળી ગઈ હતી.

હોસ્પિટલ પહોચીને જોયું તો ઓપરેશન થીયેટરની બહાર વિખરાયેલા વાળ
શર્ટના ઉપરના ૨ બટન ખુલ્લા અને આખા શર્ટ પર લોહીના ડાઘા અને ઈશાનનો આંસુવાળો ચેહરો જોઇને સેન્ડી થોડીવાર માટે ડરી ગઈ. તે તેની પાસે જઈને બેઠી પરંતુ ઇશાનને તેની હાજરીની હજુ સુધી ખબર જ નહોતી. સેન્ડીએ હળવેથી ઇશાનના ખભા પર હાથ મુક્યો અને હળવેથી "ઈશુ" બોલી.

ઇશાન અચાનક વિચારોના એ વંટોળમાંથી સીધો જ વર્તમાનમાં પટકાયો અને ઝબકીને સેન્ડી તરફ જોયું અને અચાનક સેન્ડીનો હાથ ખસેડીને ત્યાંથી ઉભો થઇ ગયો. ઇશાનનું આવું વર્તન જોઇને સેન્ડી પણ થોડી વાર માટે ચોકી ગઈ. અને અચાનક કશુક યાદ આવતા ઓપરેશન થીયેટરના કાચમાંથી જોવા લાગી પરંતુ ચેહરો નાં દેખાતા આખરે ઇશાનને પૂછ્યું.
"આ કોણ છે ઈશુ ?"
"ઘટા"
નામ સાંભળતા જ સેન્ડી સ્તબ્ધ થઇ ગઈ. અચાનક તેનો સ્વાર્થ જાગી ઉઠ્યો. આ એ જ નામ હતું જેણે પોતાની જિંદગીની ખુશીઓ છીનવી લીધીઆ એ જ છે જેણે પોતાનો ઈશુ છીનવી લીધો હતો. એની સજા તો એને મળવી જ જોઈતી હતી. ત્યાં જ પછી પોતાની જાતને સંભાળી અને ફરીવાર પૂછ્યું, "કેમ કરતા થયું શું થયું ડોક્ટર શું કહે છે ?"

ઈશાને અતઃ થી ઇતિ સુધીની બધી જ વાત કરી. સાંભળીને એક રીતે તો સેન્ડીના હૃદયમાં ટાઢક વળી રહી હતી પરંતુ બહારથી તો તે પણ ખોટો ઢોંગ કરી રહી હતી. સેન્ડી હવે ત્યાં જ ફરી બેસી ગઈ હતી અને તે પણ વિચાર કરવા લાગી પરંતુ એના મગજમાં તો કશુક નવું જ કોતરાઈ રહ્યું હતું. જાણે કોઈ મોટો ગઢ જીતી હોય એ રીતે એ અંદરને અંદર હસી રહી હતી જે ખુશી ચેહરા પર અંશતઃ દેખાઈ રહી હતી. ઇશાન તો પોતાનામાં જ ખોવાયેલો હતો એટલે એવું કશું જોવા નહોતો જવાનો એટલે સેન્ડીની આ હરકત તે જોઈ નાં શક્યો. સેન્ડીનું મગજ હવે કપટી બની રહ્યું હતું. કશુક રંધાઈ રહ્યું હતું તેના આ ખુરાફાતી દિમાગમાં જે સમજની બહાર હતું પરંતુ ભયાનક હતું.

===***===***===

આજના દિવસે
ઇશાનની ઓફીસમાં છેલ્લા કેટલાક સમયથી ફક્ત એક જ નામ દરેક એમ્પ્લોયીના મોઢા પર હતું કે જેને કારણે આજે કંપનીને એક એવો પ્રોજેક્ટ મળ્યો હતો જેનાથી કંપનીને કરોડો રૂપિયાનો બીઝનેસ મળે એમ હતો. પોતાની ટેલેન્ટઆવડત અને પ્રોફેશનાલિઝમ નાં કારણે વિદેશની કોઈ કંપનીએ આ કંપનીને ખુબ મોટો ઓર્ડર આપ્યો હતો જેના કારણે ઓફીસમાં તેની વાહ વાહ થઇ રહી હતી.

અચાનક આવેલા એક રિઝયુમ પર ઇશાનની ઉડતી નજર પડી હતી જેમાં તેનો રેકોર્ડ ખુબ જ હાઈ લેવલનો લાગી રહ્યો હતો. કંપનીના અનુભવોની લીસ્ટ જોતા ઇશાનને લાગ્યું કે આ કઈક તો એવું હશે જ આમાં કે જેના કારણે ટ્રેક રેકોર્ડ આટલો સારો આવી રહ્યો છે. કંપનીમાં આમ તો કોઈ વેકેન્સી ખાલી નહોતી પરંતુ આ રિઝયુમ જોઇને એકવાર મળવા જેવું તો લાગ્યું એટલે ઈશાને તેની સાથે મીટીંગ ફિક્સ કરી દીધી હતી.

નક્કી કરેલા દિવસે ઓફીસમાં નક્કી કરેલા ટાઈમે એક ૨૮ વર્ષની એક યુવાન છોકરી પહોચી. ૫ ફૂટ ૫ ઇંચની હાઈટએટલો આકર્ષક નહિ પરંતુ ઘઉંવર્ણો દેખાવએકદમ સિલ્કી વાળ પરંતુ એકદમ કસકીને બાંધીને જાણે તે તેના પર જુલમ કરી રહી હતી. ચેહરા પર અમુક જગ્યાએ નાની નાની ફોલ્લીઓએકદમ પાતળી પાંદડી જેવા હોઠમોટી ભાવવાહી આંખોકાનમાં પહેરેલી માત્ર એક જ મોતીની બુટ્ટીસપ્રમાણ શરીરનો બાંધોપરંતુ તેના ચેહરા પર એક ગજબનું તેજ હતું. તે ભલે એટલી રૂપાળી નહોતી લાગતી પરંતુ એક બ્લેક બ્યુટી હતી. વાઈટ કલરનો શર્ટ અને બ્લેક પેન્ટ અને સાથે બ્લેક કોટએકદમ પ્રોફેશનલ લાગતી આ યુવતી રજા લઈને ઇશાનની ઓફીસમાં દાખલ થઇ.

ઇશાન ઓફીસના કાચ પાસે ઉભો ઉભો બહારની બાજુ જોતા જોતા ચાની ચુસ્કીઓ લઇ રહ્યો હતો. અચાનક કેબીનનો દરવાજો ખુલતા જ ઇશાનની નજર આ યુવતી પર પડી અને જાણે એના હૃદયમાં ઊંડે સુધી કોઈ લાગણીઓના સમંદરને હલબલાવી ગયું.

ભીની ભીની સુગંધ કોઈ મને ભીતર સુધી વિંધે
,
ફુલોને પુછ્યું સરનામુંએ તારી તરફ આંગળી ચીંધે...

ઇશાનના હાથમાં કપ એમને એમ રહી ગયો અને બસ તે યુવતીને જોતો રહ્યો. જાણે તેણે કશું જોયું જ નાં હોય એમ પાછો પોતાની ખુરશી પર આવીને બેસી ગયો. એકદમ ફોર્મલ ઇન્ટરવ્યુ લેવાયો
કામની પૂછપરછ થઇ. બધી વિગતો પરફેક્ટ લાગતા સેલેરી અને સુવિધાઓની વાત થઇ. અડધી કલાકના ઈન્ટરવ્યું બાદ એ છોકરી ત્યાંથી નીકળી ગઈ. પરંતુ ઇશાનના હૃદયના હાલ બગાડતી ગઈ. ઇશાન તો બસ એકલો એકલો એનું નામ રટી રહ્યો હતો. "સદિયા"

नहीं बसती किसी और की सूरत अब इन आँखो में..

काश कि हमने तुझे इतने गौर से ना देखा होता...

ઓફીસમાં ટાઈમ ટુ ટાઈમ આવવાનું
પોતાના ડેસ્ક પર રહેલું બધું જ અધૂરું કામ પૂરું કરવાનુંદરેક કામનો પ્રોગ્રેસ રીપોર્ટ ઇશાનને આપવાનોટાઈમ પૂરો થાય એટલે એક મિનીટની પણ રાહ જોયા વગર ઘરે જતું રહેવાનું. ઓફીસમાં કોઈ જોડે કામ સિવાયની વાતો સદિયા નાં કરતી. પરંતુ જે પણ વાત કરતી તે એકદમ મેનર સાથે અને મીઠાશથી કટ ટુ કટ પોઈન્ટ સાથે વાત કરતી. આથીજે કોઈ પણ એની સાથે વાત કરતુ તે ઈમ્પ્રેસ થયા વિના રહી નાં શકતું. પોતાના કામ સાથે કામ રાખતી સદિયા એકદમ પ્રોફેશનલ છોકરી હતી કે જે પોતાની પર્સનલ વાતો કોઈને પણ નાં કરતી. ઘણા દિવસો પછી ઓફીસમાં કોઈને હજુ પણ એનું ઘર ક્યા છે એ પણ ખબર નહોતી.

સદિયાના ઓફીસમાં આવ્યા પછી ઇશાનનું વર્તન ઘણું બદલાઈ ગયું હતું. હવે તે વધારે ને વધારે સમય ઓફીસમાં જ ગાળતોપહેલા તો ઘટા બોલાવતી ત્યારે મળવા ચાલ્યો જતો પરંતુ કોઈને કોઈ કારણ આપીને મળવા જવાનું કેન્સલ કરી નાખતો. ઘટા એમ સમજીને જતું કરતી કે હમણા કોઈ પ્રોજેક્ટ હશે તો પૂરો કરવામાં હશે. હું જ ખોટી ડીસ્ટર્બ કરી રહી છું એમને. પરંતુ આ ઘટાને એ ક્યા ખબર હતી કે તેની વચ્ચે સગાઇ તોડવા સુધીની વાતનું એક કારણ આ સદિયા જ બનશે.

===***===***===

૪ મહિના પહેલા..
ઓપરેશન પછી ડોકટરોનું કહેવું હતું કે માથામાં વધારે પડતો માર લાગવાના કારણે મગજમાં ઈજા થઇ હતી જેના કારણે તેનામાં એક ડર પેસી ગયો છે. કોઈ પણ નાની તકલીફવાળી વાતમાં પણ તેને સંભાળવી મુશ્કેલ બનશે. એટલે અત્યારે ઘટાને કોઈ પણ પ્રકારનું ડીસ્ટર્બ થાય એવી વાતો કરવાની નથી. એને ફક્ત ખુશ રાખવાની છેસારી સારી વાતો કરવાની છે જેનાથી તેનો કોન્ફિડેન્સ વધે.

ઇશાન ઘટા પ્રત્યે હવે વધારે કેરફુલ બની ગયો હતો. ઓફીસમાંથી ૧૫ દિવસની રજા લઇ લીધી હતી જેથી તે ઘટા સાથે પુરતો સમય ગાળી શકે. તે આખો દિવસ ઘટા જોડે જ રહેતો
તેની સાથે વાતો કરતોમસ્તી મજાક કરતો રહેતો. આ બધી કેરનાં કારણે તે સેન્ડીને સરખા જવાબ નહોતો આપતોતેના મેસેજના રીપ્લાય પણ નહોતો કરતો. જેના કારણે હવે સેન્ડી પોતાના મગજ પરનો કાબુ ગુમાવી રહી હતી. તેને હવે કોઈ પણ ભોગે ઇશાન જોઈતો હતો. તેના માટે તે ગમે તે પગલું ભરે તેમ હતી.

પ્રેમ જ્યારે ફક્ત પ્રેમ હોય છે ત્યારે ભગવાનને પણ ઝુકાવી દેવા માટે સક્ષમ હોય છે પરંતુ પ્રેમમાં જ્યારે ઈર્ષ્યા ભળતી હોય છે ત્યારે દુનિયાની સમગ્ર શક્તિને ઝુકાવતા પણ અચકાતો નથી હોતો. પ્રેમમાં ભળેલી ઈર્ષ્યા અને સાથે રહેલો સ્વાર્થ હંમેશા ઝંઝાવાતો સર્જતા હોય છે. સેન્ડી હવે તે લેવલમાં આવી ગઈ હતી કે ગમે તેનું નુકશાન થાય પરંતુ તેને ફક્ત પોતાનો ફાયદો જ દેખાઈ રહ્યો હતો.

૧૫ દિવસમાં તો ઘટામાં ઘણો સુધારો હતો. તેની તબિયત દિવસેને દહાડે સારી થતી જતી હતી. ઘટાનો ઇશાન પ્રત્યેનો પ્રેમ હવે બમણો થઇ ગયો હતો. પરંતુ એક દિવસ જ્યારે ઇશાન ઓફીસ ગયો ત્યારે અચાનક સેન્ડી ઘટાના ઘરે જઈ પહોચી.
"અરે આવ આવ સંધ્યાબેસ"ઘટાએ મહેમાનગતિ કરતા કહ્યું.
સંધ્યા ત્યાં પાસે જઈને બેસી અને ઘટાની તબિયત પૂછવા લાગી.
"હવે કેમ છે તને ?"
"હું તો એકદમ મજામાં. જ્યારથી ઇશાન મારું ધ્યાન વધારે રાખવા લાગ્યો છે ત્યારથી તો હું એકદમ સારી થઇ ગઈ છું."ઘટાએ ઉત્સાહ દેખાડતા જવાબ આપ્યો.
ઘટાનો આ જવાબ સાંભળીને સંધ્યાની અંદર રહેલી સેન્ડી ઉશ્કેરાણી પરંતુ અત્યારે તો કશું બોલી શકે તેમ નહોતી.
ઘટા અલકમલકની વાતો કરતી રહી પરંતુ સેન્ડીના મગજના વિચારો અત્યારે બુલેટ ટ્રેનથી પણ વધારે ઝડપથી દોડી રહ્યા હતા. તેણે અચાનક પોતાનો મોબાઈલ કાઢ્યો અને તેના અને ઇશાનના એકદમ ક્લોઝ લાગે તેવા ફોટોગ્રાફ્સ બતાવ્યા. બંને વચ્ચે થયેલી વાતચિતમાં "આઈ લવ યુ જાન" જેવા શબ્દો હોય તેવા મેસેજ પણ બતાવ્યા. અને ઘટાનાં કાન ભરવાનું શરુ કર્યું.

ઘટાને થોડીવાર માટે તો કશી સમજ નાં પડી પરંતુ ઇશાનના આવા ફોટા જોઇને તે ડઘાઈ ગઈ. તેના મગજમાં એક ઝાટકો લાગ્યો. "શું ઇશાન આ સંધ્યાને પ્રેમ કરતો હશે 
તો પછી મારી સાથે જે સગાઇ થઇ છે એનું શું ?”
ત્યાં જ સેન્ડી બોલી, "કેમ શું વિચારમાં પડી ગઈ એ તારો વહેમ છે કે ઇશાન તને પ્રેમ કરે છે. હકીકતે તો એ મને પ્રેમ કરે છે. એ તને ચીટ કરી રહ્યો છે. તારી સામે ફક્ત સારા હોવાનું નાટક કરી રહ્યો છે. અને તને એક વધુ વાત કહું ?
"તારો જ આ ઇશાન થોડા દિવસ પહેલા મારી સાથે રાત ગાળી ચુક્યો છે."

વધુ આવતા અંકે.

ભાગ - ૪
શું ?

ઘટા આ સાંભળીને સંધ્યા સામે ગુસ્સાથી રાતીચોળ થઇ ગઈ હતી.

હા
હા એ વાત સાચી છે ઘટાતારો ઇશાન મને અને ફક્ત મને જ પ્રેમ કરે છે. અમે થોડા સમયમાં લગ્ન પણ કરી લઈશું. સગાઇ ભલે તેણે તારી જોડે કરી પરંતુ ચોરીના ચાર ફેરા તો તે મારી જોડે જ ફરશે. પાપાની શરમમાં એ કશું બોલી નથી શક્યો અને તને હા પાડી દીધી પરંતુ હકીકતમાં તો એ બાળપણથી મને જ પ્રેમ કરે છે. કટાક્ષમાં હસીને સેન્ડી આજે એવું એવું બોલી રહી હતી કે જે હકીકતમાં કશું બન્યું જ નહોતું અને બનવાનું પણ નહોતું.

સેન્ડીને જ્યારથી ઇશાન વિશે ખબર પડી હતી ત્યારથી બસ એક જ રટણ લગાવીને બેઠી હતી કે મારી સિવાય ઇશાનની જિંદગીમાં કોઈ નહિ આવી શકે. હું એને પામવા માટે ગમે તે કરીશ. એ મારો જ પ્રેમ છે અને મારો જ થઈને રહેશે. જે પણ મારા પ્રેમની વચ્ચે આવશે એને હું રસ્તામાંથી હટાવી દઈશ પછી ભલે મારે કોઈ પણ હદ સુધી જવું પડે. સેન્ડીના મગજમાં ઘટાને બરબાદ કરવાના પુરેપુરા પ્લાન બની રહ્યા હતા. એક નિષ્ફળ જશે તો બીજો પ્લાન અને બીજો નિષ્ફળ જશે તો ત્રીજો પ્લાન પરંતુ પ્લાન સફળ બનાવીને તો રહેશે જ. મારી જિંદગીમાં મારા પાપા સિવાય કોઈ મારી સાથે રહ્યું હોય અને જેને હું પ્રેમ કરતી હોઉં એવું કોઈ હોય તો એ ફક્ત ઇશાન જ છે. શું હું એને જવા દઉં 
ક્યારેય નહિ બને એ તો અને આમ પણ પાપા હંમેશા મને શીખડાવતા આવ્યા છે. "બેટા ! પોતાનો હક પાછો મેળવવા માટે દુનિયાની કોઈ પણ તાકાત સામે લડી લેવાનું." તો અહિયાં તો ઇશાન પર મારો હક પણ છે અને ઇશાન મારો પ્રેમ પણ છે. અને એ પામવા માટે હું કોઈ પણ સામે લડીશ. પછી ભલે મારે ઘટાનું ખૂન કેમ નાં કરવું પડે.

ઘટાના મગજની તકલીફ વિશે સેન્ડીએ ઇશાન પાસેથી બધું જાણી લીધું હતું જેથી તે પોતાનો રસ્તો ક્લીયર કરી શકે. ડોક્ટરના કહેવા પ્રમાણે ઘટાને મગજમાં ઈજા પહોચવાને કારણે મુડ ડીસ્ટર્બન્સ થયા કરશે
નાની નાની બાબતોમાં ગુસ્સો આવી જશેલાગણીઓ પર કાબુ નહિ રાખી શકેહતાશા વધતી જશે. જો વધારે પડતી આવી તકલીફ થશે તો બની શકે કે મગજ પરનો કાબુ પણ ગુમાવી શકે અને હિંસક પણ બની શકે અને ગાંડી પણ થઇ શકે.

સેન્ડીએ આ બધું જ જોઈ જાણીને જ પ્લાન કર્યો હતો. ઘટાને બતાવેલા ફોટા તેણે ઇશાનના ફેસબુકમાંથી ડાઉનલોડ કરીનેએ ફોટાને સ્યુટ થતા પોઝ આપીને સેન્ડીએ કોમ્પ્યુટરમાં મર્જ કરીને બનાવેલા હતા અને તેમાં તેણે પોતાના કોમ્પ્યુટર એક્સપર્ટ અમેરિકન દોસ્તની મદદ લીધી હતી જેથી કરીને ઇન્ડિયામાં તેના આ કામનો કોઈ સાક્ષી નાં રહે. એ ફોટા ઘટાને સાબિતી તરીકે બતાવવા માટે કાફી હતા. તેને ઘટાની તબિયતની સહેજપણ નહોતી પડીતેને તો બસ પોતાનો સ્વાર્થ જ દેખાઈ રહ્યો હતો અને તેના આ દુષ્કર્મના કારણે ઘટાની હાલત વધારે બગડી શકે તેમ હતી.

ઘટાએ તાત્કાલિક સેન્ડીને ઘરમાંથી બહાર નીકળી જવા માટે કહ્યું. તેમ છતાં હજુ પણ સેન્ડી તેની સામે ઉભી ઉભી કટાક્ષમાં હસી રહી હતી અને ઘટા આ સહન નાં કરી શકી.

"Get out from my house, I don’t want to see your face again"ઘટા રીતસર ચિલ્લાઈ ઉઠી જેનો અવાજ સાંભળીને ઘટાની મમ્મી અને દાદી પણ રૂમમાં આવી ગયા.

હવે સેન્ડીને લાગ્યું કે પોતાનું તીર નિશાન પર લાગ્યું છે એ જાણીને સીધી જ ત્યાંથી ફટાફટ નીકળી ગઈ. ઘટાના મમ્મીએ ઘટાને પૂછ્યું કે "શું થયું ?" એમ પરંતુ ઘટાએ કશો જવાબ નાં આપ્યો અને એને એકલી મૂકી દેવાનું કહ્યું.

જેવી ઘટા રૂમમાં એકલી પડી કે તેણે રૂમ બંધ કરી દીધો અને રૂમની વચ્ચે આવીને ત્યાં જ ફસડાઈ પડી અને જોરથી પોક મુકીને રડવા લાગી. તેને તો અત્યારસુધી માત્ર શક હતો પરંતુ સેન્ડીએ બતાવેલ ફોટા જોઇને તો પુરેપુરો વિશ્વાસ બેસી ગયો હતો કે ઇશાન તેને છેતરી રહ્યો છે.તેને માટે હવે આ આઘાત જીલવો સરળ નહોતો. કારણ કે ઘટા એક શહેરની સાવ નજીક આવેલા ગામડામાં ઉછરેલી એક સામાન્ય છોકરી હતી. ત્યાં જ ભણી હતી અને ત્યાં જ ઉછરીને મોટી થઇ હતી અને તેથી જ તેના મગજની વિચારધારા પણ થોડી સંકુચિત હતી. તેને માટે આવી છોકરા છોકરી વચ્ચેની દોસ્તી પણ થોડી વિચિત્ર હતી. છોકરા છોકરીઓને વાત કરતા જોતી ત્યારે પણ તેને ફક્ત એવા જ વિચારો આવતા કે આ બંને વચ્ચે કશુક રંધાઈ રહ્યું હશે ?

પરંતુ ઇશાનને ખાતર તે હવે શહેરની છોકરી જેમ મોડર્ન બનવાની ટ્રાય કરતી હતી. મોડર્ન કપડા પહેરવાથી અને મેકઅપ કરવાથી મગજ મોડર્ન નથી થઇ જતું હોતું. ઇશાનની ઘણી વાતો તેને થોડી અજીબ લાગતી પરંતુ એને સારું લગાવવા માટે હા એ હા કર્યા કરતી. પોતાના પિતાના નક્કી કરેલા આ સગપણના કારણે ઇશાનને જ તે પોતાનું સર્વસ્વ માનતી. પોતાનો પહેલો પ્રેમ માનતી પરંતુ પોતાના શંકાશીલ સ્વભાવને લીધે જ આજે આ ઘડી આવી પહોચી હતી કે કોઈ ત્રીજા વ્યક્તિના કહેવામાં પોતે પોતાના વ્યક્તિ પર શંકા કરવા માંડી હતી.

પ્રેમ અને શંકા ક્યારેય પણ એકસાથે એક મ્યાનમાં નથી રહી શકતા. જ્યાં શંકા ઉદભવે ત્યાંથી પ્રેમ આપોઆપ જતો રહે છે. અને જ્યારે આંધળો વિશ્વાસ ધરાવતો પ્રેમ જોડે હોય છે ત્યારે શંકાને ત્યાં કોઈ સ્થાન નથી હોતું. પરંતુ કહેવાયને કે વહેમની દવા ભગવાને કે માણસે બનાવી જ નથી. જન્મજાત શંકાશીલ માણસ પોતે તો સુખી નથી જ રહી શકતો પરંતુ બીજાને પણ સુખી નથી રેવા દેતો હોતો. એની આસપાસના લોકોને પણ પોતાની શંકાના ઘેરામાં લઈને તેનું જીવવું હરામ કરતો હોય છે.

===***===***===

બીજી તરફ સંધ્યા ઘટાના ઘરેથી નીકળીને સીધી જ ઇશાનની ઓફીસ પહોચી ગઈ હતી. તેણે બનાવેલા આ પ્લાનમાં તેનો શિકાર ઇશાન પણ બનાવાનો જ હતો પરંતુ માણસના પોતાના સ્વાર્થની સામે દુનિયા આખી ગૌણ બની જતી હોય છે.

કેબીનમાં એન્ટર થતાની સાથે જ સંધ્યાએ હાંફતી હોય એવી એક્ટિંગ શરુ કરી. એકદમ બેબાકળી અને અધીરી થઈને આવી હોય એ રીતે સંધ્યા પોતાના ચેહરાના એક્ષ્પ્રેશન રાખી રહી હતી. જાણે કોઈ તેની પાછળ પડ્યું હોય એ રીતે આવીને સીધી જ તે કેબીનમાં ઉભી રહી ગઈ.

ઇશાન તેને જોઇને પોતાની ખુરશી પરથી ઉભો થઇ ગયો. સંધ્યા પાસે જઈને તેનું બાવડું પકડીને તેને શાંતિથી ખુરશી પર બેસાડી અને પાણી આપ્યું. ઇશાન સંધ્યાની આવી હાલત જોઇને તેની પીઠ પસારવા લાગ્યો હતો. સેન્ડી હજુ પણ જોરજોરથી શ્વાસ લઇ રહી હતી. થોડીવારે ઇશાન બોલ્યો, "શું થયું સેન્ડી કેમ આમ ભાગતી ભાગતી આવી ?"

સેન્ડીએ કશું પણ બોલ્યા વિના જ રડવાનું શરુ કર્યું. એક્ટિંગ પણ જાણે એવી કરી રહી હતી કે આ મગરના આંસુ ઇશાન ઓળખી નાં શક્યો. થોડીવાર રડી લીધા પછી સંધ્યા જેવી ચુપ થઇ કે ફરી પાછુ ઈશાને તેને પાણી આપ્યું અને ફરીવાર એ જ પ્રશ્ન પૂછ્યો, "શું થયું સેન્ડી કેમ આમ ભાગતી ભાગતી આવી અને રડે છે શું કામ થયું શું એ કહીશ મને ?"
"હું આજે ઘટાને મળવા ગઈ હતી."
હા તો એને શું થયું કઈ તકલીફ થઇ એને તેની તબિયત તો ઠીક છે ને લાવ હું એને ફોન કરીને પૂછી લઉં. ઇશાન ઘટાની આ રીતે ફિકર કરી રહ્યો હતો એ જોઇને સેન્ડીના હૃદયમાં જાણે કોઈએ ગરમાગરમ લાવા મૂકી દીધો હોય અને હૃદય સળગી રહ્યું હોય એવી લાગણી થઇ આવી.  ઇશાન હજુ તો ફોન લગાવવા જતો હતો ત્યાં જ સેન્ડીએ તેના હાથમાંથી ફોન આંચકી લેતા અવાજને થોડો ઢીલો રાખતા કહ્યું, "એ એકદમ ઠીક છે. પરંતુપરંતુ..."
"શું પરંતુ આગળ કશું બોલીશ ?", ઇશાન રીતસર બરાડી ઉઠ્યો.
તેણે આજે મને જાનથી મારી નાખવાની કોશિશ કરી. હું માંડ માંડ બચીને ભાગી છું ત્યાંથી.

"વ્હોટ ?" ઇશાન આશ્ચર્યના ભાવ સાથે એકદમ સડક થઇ ગયો.

હાહું તેને મળવા અને તેની જોડે વાતો કરવા ગઈ હતી. મારે આજે કશું કામ નહોતું જેના કારણે હું ફ્રી હતી એટલે થયું કે ઘટાની ખબર પૂછી આવું અને એની સાથે થોડો સમય પસાર કરી આવું જેથી તેને થોડું સારું લાગે. એથી હું ત્યાં ગઈ હતી. ત્યાં થોડીવાર બેઠીને બધી વાતો કરી રહ્યા હતા. અચાનક તારી વાત નીકળીને તો સીધી જ આવીને મને ગાલ પર તમાચો મારી દીધો અને મને નીચે પાડી દીધી. પોતાના બંને પગના ગોઠણ વડે મારા બંને હાથ દબાવી દીધા અને માથે બેસી ગઈ અને મારું ગળું દાબ્વાની કોશિશ કરી. ગળું દબાવતાની સાથે જ તેણે બોલવાનું શરુ કર્યું. એ બોલતી હતી તો જાણે મને તો એ યમરાજ જેવી દેખાતી હતી. એટલી ગુસ્સે હતી.

"પણ તે એવું કરે જ શુ કામ એ તને મારવાની કોશિશ શું કામ કરે ?", ઇશાન ઘટાનો પક્ષ લઇને બોલતો હોય એ રીતે થોડો અકળાઈને બોલ્યો.

"તે મને કહેવા લાગી કે તારા કારણે જ મારી આ હાલત થઇ છે. તારા કારણે જ મારી અને ઇશાન વચ્ચે કેટલા દિવસોથી ચડભડ ચાલવા લાગી હતી. તું મારા પ્રેમને મારી પાસેથી છીનવવા આવી છે. અમારા બંનેના સબંધમાં તિરાડ પાડવા માટે આવી છે જે હું બર્દાશ્ત નહિ કરી શકું. હું આજે તને મારીને એનો બદલો લઈશ. નાં રહેગા બાંસનાં બજેગી બાસુરી.

તેમ છતાં મેં હિંમત કરીને તેને કહ્યું પણ ખરા કે મારી અને ઇશાન વચ્ચે એવું કશું જ નથી પરંતુ તે કહેવા લાગી કે મેં મારી સગી આંખે જોયા છે બંનેને સાથે નખરા કરતા. અને આમ પણ તારા કરતા ઇશાન મારી વાત જલ્દી માનશે એટલે હું એને તારા વિશે ચડાવીશહું ઇશાનને કહીશ કે સંધ્યાએ મને તારા અને તેના જોડે હોય એવા ફોટા બતાવ્યા છે. અને તે ફોટા એવા હતા કે જેનાથી ચોખ્ખુ સાબિત થશે કે તું ઇશાન જોડે રાત વિતાવી ચુકી છે. હું થોડાક દિવસ તો ઇશાન જોડે પણ ઝઘડીશ. મને તડપાવવા માટે એની પાસેથી પણ બદલો લઈશ. એ મારો જ છે અને મારો જ રહેશે. એમ કહીને ફરીવાર તેણે મારા ગળા ફરતે ભીંસ વધારી દીધી હતી પરંતુ એકસાથે બળ કરીને હું ત્યાંથી ભાગી છૂટી અને સીધી જ અહિયાં આવી ગઈ."સેન્ડી એકદમ ગભરાયેલા માણસની જેમ વર્તન કરી રહી હતી અને નીચું જોઇને આવી બધી બનાવેલી વાતો ઇશાનને કહી રહી હતી. ઇશાનને સેન્ડીની વાત એકદમ બરાબર લાગી કારણ કે તેને ડોક્ટરની કહેલી વાત યાદ આવી ગઈ જેના કારણે તેને ઘટાના આવા વર્તન અંગે નવાઈ નાં લાગી. તેણે સેન્ડીને સોરી કહીને આશ્વાસન આપીને ત્યાંથી ઘરે મોકલી દીધી અને ચાની ચુસ્કીઓ ભરવા લાગ્યો.

ઈશાને ઘટાનો નંબર લગાવ્યો પરંતુ ફોન સ્વીચ ઓફ આવી રહ્યો હતો. તે હવે પરેશાન થઇ ચુક્યો હતો કે ઘટાને એવો શક લાગી ગયો છે કે મારી અને સંધ્યા વચ્ચે કોઈ અફેયર ચાલી રહ્યું છે તેને કેમ દુર કરીશ આવી જ રીતે ચાલશે તો મારી જિંદગી તો નર્કથી પણ બદતર થઇ જશે. મારે કશું કરવું પડશે.
થોડી જ વારમાં ઇશાન ઓફીસથી નીકળીને સીધો જ ઘટાના ઘરે જવા નીકળી ગયો. ઘટાના ઘરે પહોચતા જ ઘટાના મમ્મી અને દાદી બહાર ફળિયામાં બેઠા હતા અને ઇશાન આવતા જ તેમણે કહ્યું કે બેટા ! ઘટા અંદર રૂમમાં દરવાજો બંધ કરીને  રડી રહી છે. એને શું થયું એ ખબર નથી પરંતુ સંધ્યા અહિયાં આવી હતી તેની ખબર પૂછવા પરંતુ અમે તો બીજી રૂમમાં સુતા હતા એટલે ખ્યાલ નથી કે તે લોકો વચ્ચે એવું તો શું બન્યું કે સંધ્યા ફટાફટ જતી રહી અને ઘટા રડવા લાગી.

ચિંતાભર્યા સુર સાથે ઈશાને ઘટાના મમ્મીને શાંત રહેવા કહ્યું અને રૂમ પાસે આવ્યો. જોયું તો રૂમનો દરવાજો ખુલ્લો જ હતો. વિચાર કર્યો કે ઘટાના મમ્મી તો કહેતા હતા કે દરવાજો બંધ કરીને બેઠી છે તો દરવાજો ખુલ્લો કેમ છે. પરંતુ એ વિચાર પછીનો છે એમ કરીને તેણે રૂમમાં જઈને જોયું તો ઘટા એક હાથમાં ચાકુ લઈને બેઠી હતી અને બીજા હાથમાં ચેકા લાગેલા હતા અને લોહીથી તરબોળ હાથ થઇ ગયો હતો. ઘટાને જોતા જ ઇશાન બરાડી ઉઠ્યો અને ઘટાનું ધ્યાન ઇશાન તરફ જતા જ ઘટા ઉભી થઈને ઇશાનને ચાકુ મારવા દોડી.

વધુ આવતા અંકે..  

ભાગ - ૫
ઘટા ઇશાનને જોઇને ચાકુ લઈને મારવા દોડી પરંતુ તેણે પોતાના કાપેલા કાંડામાંથી લોહીની ધાર નીકળીને ફર્શ પર લોહી વહી રહ્યું હતું જેના પર અચાનક પગ આવતા જ તે સીધી જ ફર્શ પર ઢસડાઈ પડી અને બારણાનો ખૂણો ખભા પાસે વાગ્યો. જોરથી પેટના બળ પર નીચે પડવાથી ઘટાના માથામાં પણ થોડો થડકો લાગ્યો હતો જેના કારણે તે ત્યાં જ બરાડી ઉઠી.

ઈશાને તરત જ તેના હાથમાંથી ચાકુ લઇ લીધી અને બાજુમાં પડેલી ચુંદડીથી ઘટાના કાંડા ફરતે વીટાળી દીધી જેથી લોહી વહેવાનું બંધ થાય. અને સીધી જ હોસ્પિટલમાં લઇ ગયો. આ બધું અચાનક જ એકીસાથે બનવાના કારણે ઇશાન હેબતાઈ ગયો હતો. તેણે હવે પરિસ્થિતિ કંટ્રોલ બહાર જઈ રહી હોય એવું લાગવા લાગ્યું હતું.

બીજી તરફ ઇશાન અને ઘટા વચ્ચે શું થયું હશે એ વિચારોમાં ખોવાયેલી સેન્ડીનું ધ્યાન અચાનક જ ફોન પર ગયું કેમ કે ઇશાનનો ફોન આવી રહ્યો હતો.
"હા ઈશુ ! શું થયું ?"
"અરે યાર ! અહિયાં ખુબ મોટો પ્રોબ્લેમ થઇ ગયો છે" ,એમ કહીને ઈશાને બનેલી બધી જ ઘટના સેન્ડીને જણાવી.
આ બધું સાંભળીને સેન્ડી તો મનોમન હરખાઈ રહી હતી કારણ કે તેને પોતાનો આ પ્લાન સફળ થતો દેખાઈ રહ્યો હતો.

"કદાચ હવે આ બંને વચ્ચે દરાર પેદા થશે. ઇશાનના અવાજ પરથી તો એવું લાગી રહ્યું હતું કે તે ઘણો ટેન્શનમાં હતો. બની શકે કે ટેન્શનમાં ને ટેન્શનમાં તે કોઈક એવું પગલું પણ ભરે કે મારો રસ્તો આપોઆપ સાફ થઇ જાય. ત્યારબાદ તો ઇશાનને મારાથી કોઈ છીનવી શકે તેમ નથી. ઇશાન તને તારી પાસે રહેલો પ્રેમ નાં દેખાયો ? "આંખ પાપણને જોતી નથી એ કહેવત તે સાચી ઠરાવી."

===***===***===

વર્તમાન સમય.
વાતાવરણમાં આજે ઠંડક પ્રસરી ચુકી હતી. કાળા ડીબાંગ વાદળાઓ જાણે આસમાનને કેદ કરવા માટે મોટી ફોજ લઈને આવ્યા હોય એ રીતે આખા આકાશને કાળા રંગથી ઘેરી લીધું હતું. સાથે સાથે સુસવાટા કાઢતા પવને પણ જાણે વાદળાઓની સાથે દોસ્તી કરી લીધી હોય એવું લાગી રહ્યું હતું કારણ કે વાતાવરણ ખરાબ કરવા માટેની આ પૂર્વ તૈયારી થઇ ચુકી હતી. વાદળછાયા વાતાવરણના લીધે આજે સાંજના સમયે રોજના સમય કરતા વહેલા અંધારું થઇ ચુક્યું હતું.

ઓફીસનો દરેક સ્ટાફ આજે પોતાનું કામ જલ્દી પતાવીને નીકળવાની તૈયારીમાં હતો. દુર રહેતા લોકો તો કલાક પહેલા નીકળી ચુક્યા હતા. ઘણી ખરી ઓફીસ ખાલી થઇ ચુકી હતી. માત્ર ગણ્યા ગાંઠ્યા લોકો હવે કામ કરી રહ્યા હતા. બહારના વાતાવરણનો માહોલ જોઇને ઈશાને બધા જ સ્ટાફને કહી દીધું હતું કે કામ બંધ કરીને જલ્દી ઘરે જતા રહે જેથી કોઈને તકલીફ નાં પડે. ઇશાનની રજા મળતા જ બધા જ પોતાના ઘરે જવા નીકળી ગયા હતા. પરંતુ હજુ કી-બોર્ડનો અવાજ આવી રહ્યો હતો જેથી ઇશાન પોતાની કેબીનમાંથી બહાર આવ્યો. આખી ઓફીસમાં નજર ફેરવી પરંતુ માત્ર સદીયા જ કામ કરી રહી હતી. ઇશાન ધીમેથી એની પાસે ચાલીને ગયો અને ચુપચાપ જોવા લાગ્યો કે સદીયા શું કામ કરી રહી હતી એમ. પરંતુ સદીયાનું અચાનક જ ધ્યાન જતા જાણે તે કશુક છુપાવતી હોય એમ કામ બંધ કરી દીધું અને કોમ્પ્યુટરની વિન્ડો મીનીમાઇઝ કરી નાખી.

"શું કરી રહી છે સદીયા મેં બધા લોકોને ઘરે જવા માટે કહ્યું. બહાર વાતાવરણ ખરાબ છે પછી ઘરે પહોચવામાં તકલીફ પડશે." ઈશાને ઠંડા અવાજે પૂછ્યું.
"કશું નહિ સરબસ નીકળી જ રહી છું." ,થોડા ગભરાયેલા અવાજે સદીયા બોલી.
ગભરાયેલા હાવભાવ ઇશાન સ્પષ્ટપણે ઓળખી ગયો અને સીધો જ પોઈન્ટ પર આવતા થોડા ગુસ્સા સાથે પૂછ્યું, "તમે ઓફીસ સિવાયનું કશુક કામ કરી રહ્યા છો એ તો મેં જોઈ લીધું. પરંતુ તમે શું કરી રહ્યા હતા એ હું જાણી શકું ?"
"સોરી સર ! પરંતુ ફક્ત એક મેઈલ જ કરી રહી હતી. મારું કામ તો ક્યારનું પતી ગયું છે પણ થયું કે ૧૦ મિનીટમાં આ મેઈલનું કામ પણ પતી જશે એટલા માટે થોડીવાર બેસીને હું આ પર્સનલ કામ પતાવી રહી હતી. કારણ કે આજે આ મેઈલ કરવો જરૂરી છે. મારા બાળકો માટે પૈસાની વ્યવસ્થા નહિ થાય તો તેઓની સ્કુલની ફી નહિ ભરી શકાય તેથી હું ગવર્નમેન્ટને એક અરજીપત્ર લખી રહી છું. આર્થિક સહાય માટે."
ઇશાન ચોકી ગયો. "તમારા બાળકો તમે પરણેલા છો તમે તો રિઝયુમમાં એમ લખ્યું હતું કે તમે સિંગલ છો. તો તમે મારી પાસે ખોટું બોલી રહ્યા હતા ?" ઈશાને પ્રશ્નોની જડી વરસાવી દીધી.
"અરે ના ના સર. આ બાળકો એટલે એક અનાથાલયમાં રહે છે કે જેમને હું મારા પોતાના ગણીને તેમને મદદ કરી રહી છું. મારી સેલેરીમાંથી બની શકે એટલી બધી જ મદદ હું તેમના ખાવા પીવામાં અને કપડા લેવામાં ખર્ચી નાખું છું પરંતુ હવે તેઓને ભણાવા માટે મારી પાસે પૂરતા પૈસા નથી તેથી સરકારને પત્ર લખી રહી હતી કે તેઓ આ અનાથાલયને થોડી ગ્રાન્ટ ફાળવે જેથી કરીને છોકરાઓ ભણી શકે. જેટલું જલ્દી આ કામ પતાવીશ એટલું જલ્દી છોકરાઓ સ્કુલે જતા થશે." ,સદીયા એકીસાથે બધું જ બોલી ગઈ.

ઇશાન ચુપચાપ સાંભળતો રહ્યો અને વિચારોમાં ખોવાયો કે આટલી પ્રોફેશનલ છોકરી કે જે પોતાના કામ સિવાય કોઈ સાથે વાત પણ કરવા તૈયાર નથી હોતી તે પોતાની બધી સેલેરી એક અનાથાલયમાં આપે છે અને તે બાળકોને તે પોતાના ગણી રહી છે. બહારથી કાંઇક અલગ દેખાતી સદીયા અંદરથી કાંઇક અલગ જ છે. એક રીતે ઇશાન એની ક્વોલીટીથી આકર્ષાયો તો હતો જ પરંતુ આજે આ વાત સાંભળીને તેને સદીયા તરફ માન થઇ આવ્યું હતું.

વિચારોની આ હારમાળાને વાદળાઓની ગર્જના અને વીજળીના કડકડાટનાં કારણે તૂટી અને ઇશાનને ફરી પાછું બારીની બહાર જોયું ત્યાં ભારે વરસાદ તૂટી પડ્યો હતો. તરત જ તેણે સદિયાને પોતાનું કામ પતાવી લેવા માટે કહ્યું અને પોતે પોતાની કેબીનમાં કોમ્પ્યુટર બંધ કરવા માટે જતો રહ્યો. ઓફીસની બીજી લાઈટ બંધ કરી બધી જ બારીઓ ચેક કરી અને આવ્યો ત્યાં સદીયા પોતાનું કામ પતાવીને રેડી થઇને ઉભી હતી.

"તમારી પાસે કયું વાહન છે ?" ,ઈશાને પોતાના ખિસ્સામાંથી કારની ચાવી કાઢતા પૂછ્યું.
"એકટીવા"
"ઓહ્હ ! તો આવા વરસાદ અને પવનમાં જશો તો બીમાર પડી જશો. ચાલો મારી સાથે તમને હું તમારા ઘરે ડ્રોપ કરી દઈશ.
"ના ના વાંધો નહિહું જતી રહીશ. કશું નહિ થાય." સદીયા વિનમ્રતા સાથે નકારમાં જવાબ આપી રહી હતી.
"અરે આવા વરસાદમાં કેવી રીતે જશો ઠેર ઠેર પાણી ભર્યા હશે અને જો રસ્તામાં એકટીવા બંધ પડશે તો શું કરશો એક તો ઓલરેડી સાંજ પડી ગઈ છેખોટા હેરાન થશો એ કરતા ચાલો આજે મારી સાથેઆવતીકાલે રીક્ષા અથવા બસમાં ઓફીસ આવતા રહેજો." ,ઇશાન સમજદારીપૂર્વક વાત કરતા બોલ્યો.
થોડીવાર વિચારીને સદીયાએ માત્ર હકારમાં ડોકું ધુણાવીને એકટીવામાંથી પોતાની ચાવી કાઢી લીધી અને ચુપચાપ ગાડીમાં બેસી ગઈ.
"તમારા ઘરે ફોન કરીને કહી દેજો કે તમે આવી જ રહ્યા છો રસ્તામાં છો એમ જેથી કરીને ઘરે તમારી કોઈ ચિંતા નાં કરે." ,ઇશાન ગાડી બહાર કાઢતા બોલ્યો.
સદીયા થોડીવાર માટે કશું જ નાં બોલીજાણે કશુક એના ગળામાં જ અટકી ગયું હતું. એટલે માત્ર "હમમ" કહીને ચુપચાપ બેસી ગઈ.

ધોધમાર વરસાદ
ગરજતા વાદળો અને વીજળીના કડકડાટની વચ્ચે ઇશાન અને સદીયા ઘર તરફ જવા માટે નીકળી ગયા. આસપાસનું વાતાવરણ ખુબ જ ગંભીર હતું. ઈશાને સદીયાને રીલેક્સ કરવા માટે અને થોડી ફ્રેન્ડલી ફિલ આપવા માટે ગાડીમાં ગીત શરુ કર્યું. રેડીઓની સ્વીચ પડતા જ વરસાદને અનુરૂપ જ ગીત આવી રહ્યું હતું.

"
ટીપ ટીપ બરસા પાનીપાનીને આગ લગાઈ,
આગ લગી દિલમેં તોદિલ કો તેરી યાદ આઈ,
તેરી યાદ આઈ તોજલ ઉઠા મેરા ભીગા બદન,
અબ તુમ હી બતાઓ સજનમેં ક્યા કરું.”

સદીયા થોડું હસી એટલે ઇશાન સમજી ગયો કે પોતાની ઈજ્જતનો ફાલુદો થઇ રહ્યો છે એટલે તેણે તરત જ ચેનલ બદલી પરંતુ આજે રેડીઓવાળા પણ જાણે રોમેન્ટિક મૂડમાં હોય એવું લાગી રહ્યું હતું. ફરી પાછુ વરસાદને લગતું શ્રીદેવીનું જ ગીત આવ્યું.

"
લગી આજ સાવન કી ફિર વો જડી હે,
"વો હી આગ સીને મેં ફિર જલ પડી હે"

સદીયા હવે સ્થિર થઈને બેસી ગઈ હતી. કશું જ બોલ્યા વગર એટલે ઇશાનને થયું કે આ ગીત પણ બદલી નાખું અને ફરી પાછુ નવું ગીત શરુ થયું.

"
બરસાત કે દિન આયે મુલાકાત કે દિન આયે"

અચાનક જ સદીયાના ચેહરા પર ચમક આવેલી જોઇને ઈશાને તે ગીત વાગવા દીધું. ગાડીની બારીનો કાચ થોડો ખોલીને સદીયાએ પોતાની હથેળી બહાર કાઢી અને વરસાદને જાણે હથેળીથી છેક હૃદય સુધી મહેસુસ કરી રહી હોય એ રીતે બહારની તરફ આંખ બંધ કરીને વરસાદને ભરપુર માણી રહી હતી.

થોડે આગળ જતા જ રસ્તા વચ્ચે એટલા પાણી ભરાયેલા હતા કે ગાડી ત્યાં જ બંધ પડી ગઈ. સદીયા તો જાણે કાંઇક અલગ જ મૂડમાં આવી ગઈ હોય એમ સીધી જ ગાડીની બહાર નીકળી ગઈ અને રોડની સાઈડમાં જઈને બંને હાથ આકાશ તરફ ફેલાવીને આંખ બંધ કરીને ઉભી રહી ગઈ.

સદીયાની આ હરકત જોઇને ઇશાન થોડો સરપ્રાઈઝ તો ચોક્કસ થયો જ હતો કારણ કે આજે તે કોઈક બીજી જ સદીયાને જોઈ રહ્યો હતો. ગાડી તો આમ પણ બંધ જ થઇ ગઈ હતી એટલે તે પણ ગાડીની બહાર નીકળીને સદીયા પાસે જઈને ઉભો રહી ગયો અને અદબ વાળીને તેને એકીટશે જોવા લાગ્યો. સદીયા આખી પલળી ચુકી હતી અને તેના કારણે તેણે પહેરેલો સફેદ કલરનો શર્ટ તેના શરીરને એકદમ ચીપકી ગયો હતો જેથી તેના શરીરના ઉભારો ઉડીને આંખે વળગી રહ્યા હતા. સંધ્યા સમયના આવા વરસાદમાં પણ જાણે ઇશાન સદીયાના શરીરને મન ભરીને માણી રહ્યો હતો અને અચાનક જ સદીયાનું ધ્યાન ઇશાન તરફ ગયું. બંને યુવાહૈયાની આંખો અચાનક જ મળી. સદીયા ત્યા જ ઉભી રહી ગઈ અને પાણીની ધાર તેના કપાળથી થઈને સીધી જ તેના ગાલ પર પડી રહી હતી અને ત્યાંથી તેના એ ભરેલા હોઠો પર આવીને અટકી જતી હતી. જાણે પાણીના એ ટીપાં પણ તેના હોઠનો રસ પીવા માટે ઉભા રહ્યા હોય.

ઇશાન આ બધું જ જોઈ રહ્યો હતો અને તે હવે તેના મગજ પરનો કાબુ ગુમાવી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. તેનું મગજ સતત તેને સદીયા તરફ આગળ વધવા માટે પ્રેરણા આપી રહ્યું હતું. હોઠના એ રસનો આસ્વાદ માણવા માટે હવે તેનામાં કાબુ રહ્યો નહોતો.

વધુ આવતા અંકે
…. 

ભાગ - ૬
ઇશાન ધીમે-ધીમે સદીયા તરફ આગળ વધી રહ્યો હતો. તે એની જાતે જ ખેંચાઈ રહ્યો હતો અને સદીયા પણ જાણે કશું જાણતી જ નાં હોય અને તેને કશી ખબર જ નાં પડતી હોય તે રીતે ચુપચાપ ઉભી રહી હતી. ત્યાં જ અચાનક ગાડીઓના હોર્નનાં કારણે બંનેનું ધ્યાન તૂટ્યું અને ઈશાને પાછળ નજર કરી તો ધ્યાનમાં આવ્યું કે તે પોતે પોતાની ગાડી તો રોડની વચ્ચે જ ઉભી રાખીને આવી ગયો હતો જેના કારણે ટ્રાફિક જામ થઇ ગયો હતો. અચાનક જ આમ ધ્યાનભંગ થતા ઇશાન ભગવાનનો આભાર માનવા લાગ્યો અને મનોમન બોલતો ગયો કે તે આજે કોઈ આડું કામ કરતા બચાવી લીધો અને પોતાની ગાડી એક બાજુ રાખીને સદીયાને બોલાવી અને સદીયા ચુપચાપ આવીને ગાડીમાં બેસી ગઈ.

બહારથી નાહીને આવ્યા હોવાના કારણે ગાડી અંદરથી થોડી પાણીવાળી થઇ હતી પરંતુ એની સાથે ધરતીની એ ખુશ્બુ પણ આવી રહી હતી જેથી વાતાવરણ એકદમ ખુશનુમા લાગી રહ્યું હતું. સદીયા પોતાના વાળ ધીમે ધીમે હલાવી રહી હતી જેથી જલ્દી સુકાઈ જાય પરંતુ અજાણતાથી એ વાળમાંથી ઉડતું પાણી સીધું જ ઇશાનના ચેહરાને સ્પર્શી જતું હતું અને ઇશાન હસતો હસતો ગાડી ચલાવ્યે જતો હતો. સદીયા હવે થોડું થોડું ધ્રુજવા લાગી હતી અને લાગી રહ્યું હતું કે હવે તેને ઠંડી ચડી હશે એટલે ઈશાને તરત જ ગાડીના બંને કાચ બંધ કરી દીધા અને એસીમાંથી ગરમ હવા શરુ કરી જેથી સદીયાને રાહત મળે. થોડે આગળ જતા અચાનક જ ઈશાને ગાડી એક રેસ્ટોરેન્ટ સામે ઉભી રાખી દીધી. અને સીધો જ બહાર નીકળી ગયો. સદીયા હજુ કઈ વિચારે તે પહેલા તો તેણે સદીયા જ્યાં બેઠી હતી તે દરવાજો પણ ખોલી નાખ્યો અને બહાર આવવા કહ્યું.

એકદમ પ્રશ્ન કરતા ભાવે સદીયા બોલી
, "કેમ અહિયાં ઉભી રાખી જલ્દી ઘરે જવું છે આપણે."
"અરે જઈશું આપણેપણ પહેલા અહિયાંના ભજીયા ખાવા છે. અહિયાં બનતા ગરમાગરમ ભજીયા ખુબ જ ટેસ્ટી હોય છે. ચાલો હું તમને ખવડાવું." ,ઇશાન બિન્દાસ્ત રીતે બોલ્યો.
"હા યાર ! આમ તો ભૂખ લાગી છેચાલો ચાલો આપણે ખાઈએ"

થોડીવારમાં જ ઇશાન અને સદીયા બંને ટેબલ પર ગોઠવાઈ ગયા. ઈશાને ૨ પ્લેટ ભજીયા ઓર્ડર કરી અને આડી-અવળી વાતોએ બંને વળગ્યા. અચાનક જ સદીયાનું ધ્યાન બાજુમાં બેઠેલા એક ભાઈના હાથમાં રહેલા છાપા પર ગયું જેમાં ગોધરામાં કોઈક મોટા મંદિરનું ઉદ્ઘાટનના સમાચાર હતા. એ વાંચીને અચાનક જ સદીયાની નજર ત્યાં જ સ્થિર થઇ ગઈ. ઇશાન તો હજુ પણ પોતાના મૂડમાં વાતો કર્યે જ જતો હતો ત્યાં જ તેણે નોટીસ કર્યું કે સદીયા તેની વાત સાંભળી રહી નથી તેથી તેણે સદીયાનો હાથ પકડીને હલાવ્યો જેથી સદીયાએ ઇશાન તરફ જોયું અને પછી તરત જ નીચું મોઢું કરીને આંખો બંધ કરી ગઈ અને તેના ગાલ પર અશ્રુધારા વહી ગઈ.

ઇશાન હજુ કશું સમજે તે પહેલા તો સદીયા બંને હાથ વડે પોતાના ચેહરાને ઢાંકીને રડવા લાગી અને ઇશાન એમને એમ જોતો રહ્યો. તેને સમજ નહોતી પડી રહી કે એવું તો શું થયું કે તેને રડવું આવી ગયું.
"શું થયું સદીયા કેમ અચાનક રડવા લાગી ?"
થોડીવાર સુધી રડી લીધા બાદ સદીયા થોડી વ્યવસ્થિત થઈને બોલી, "તમે હમણા ઓફીસથી નીકળતી વખતે બોલી રહ્યા હતા ને કે તારા ઘરે ફોન કરીને કહી દેજે કે ચિંતા નાં કરેતું ઘરે પહોચી જઈશ એમપરંતુ ચિંતા તો હોય જો કોઈ મારા ઘરમાં રહેતું હોય. હું એકલી જ છું. મારી ચિંતા કરવાવાળું કોઈ જ નથી."

ઇશાન આ સાંભળીને થોડો સીરીયસ થઇ ગયો અને ટટ્ટાર બેસી ગયો.
તો શું તમે અના..... ઇશાનની જીભ અટકી ગઈ.
નહિઅનાથ હતી નહિ પરંતુ માણસાઈની હત્યાની સાથે મારા માં-બાપની પણ તે દિવસે હત્યા થઇ ગઈ. કુદરતની એ થપાટને કારણે હું આ દુનિયામાં સાવ એકલી થઇ ગઈ.
"એટલે ?"

===***===***===

એટલે એમ કે ૧૪ વર્ષ પહેલાની એ ગોઝારી ઘટનામાં મારા માતાપિતાનો ભોગ લેવાયો. ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના દિવસે અયોધ્યાથી નીકળેલી રામસેવકની ભરેલી હિન્દુઓની ટ્રેનને ગોધરા પાસે કેટલાક મુસ્લિમોના ટોળાએ આગ લગાડી. જેમાં જીવતે જીવતા ૫૮ યાત્રીઓ મૃત્યુ પામ્યા. મુસ્લિમો તો નહિ પરંતુ એ હેવાનો હતા જેનો કોઈ ધર્મ નહોતો. તે દિવસે જ્યારે રાત્રે અડધી બળેલી લાશો
જેમાં હવે ફક્ત હાડકાઓ જ બચ્યા હતા અને તેની સાથે ચોટેલા માંસના લોચાઓવાળા એ શરીર જ્યારે અમદાવાદ પહોચ્યા અને ત્યાંથી બીજા દિવસે સવારથી એ કોમી રમખાણોની શરૂઆત થઇ ગઈ. હિંદુ-મુસ્લિમો વચ્ચેના એ કોમી હુલ્લડોમાં કેટલાય નિર્દોષ લોકોનો ભોગ લેવાયો. હિંદુ અને મુસ્લિમની એ લડાઈમાં જે લોકો કોઈ દિવસ એકબીજાને કોઈ દિવસ મળ્યા પણ નહોતાએકબીજા જોડે કોઈ ઓળખાણ પણ નહોતી એ લોકો પણ એકબીજાના કટ્ટર દુશ્મન બની બેઠા હતા. જો કે હું નથી માનતી કે એ લોકો હિંદુ અને મુસ્લિમ હતા. એ લોકો રાક્ષસ હતા જેનો કોઈ જ ધર્મ નાં હોય. કારણ કે રામ કે રહીમ કોઈ પણ પોતાના ધર્મના લોકોને એમ નથી શીખડાવતા કે લોકોની હત્યાઓ કરોબળાત્કાર કરીને રહેસી નાખોએકબીજાના લોહીના દુશ્મન બની જાઓ. રામને ભજવાથી કે રહીમની દુવા કરવાથી તો માણસમાં માણસાઈ જાગે છે નહિ કે એકબીજા પ્રત્યેની ઘૃણા.

તે દિવસે હું સવારે હજુ મારા રૂમમાં સુઈ રહી હતી અને અચાનક જ કોલાહલ શરુ થયો અને મેં ફટાફટ ઉભી થઈને બારણાની તિરાડમાંથી જોયું તો એક મોટું ટોળું તલવાર અને બીજા ધારદાર હથીયારો સાથે અમારા ઘરમાં ઘુસી ગયું હતું. ફળિયામાં પડેલી વસ્તુઓની તોડફોડ કરવા લાગ્યા હતા અને એ લોકોના ચેહરા પર એટલી ક્રુરતા હતી કે એનાથી ડરીને હું લપાઈને પલંગની નીચે વસ્તુની આડશ કરીને સંતાઈ ગઈ હતી. ત્યાં જ મારી અમ્મીની ચીસો અને અબ્બુની ત્રાડો સંભળાઈ. થોડીવાર થઈને ત્યાં અબ્બુની એક ભયાનક ચીસ સાંભળી અને થોડીવાર બાદ તે ચીસ શાંત થઇ ગઈ. અમ્મીના રડવાનો અવાજ આવી રહ્યો હતો અને સાથે તે પણ કણસી રહી હતી પરંતુ હજુ તે નરાધમો જોરજોરથી અવાજો કરી રહ્યા હતાચિક્કાર ગાળો બોલી રહ્યા હતા અને હુરીયાઓ કરી રહ્યા હતા એટલે હું ડરનાં કારણે ત્યાં જ સંતાઈ રહી હતી. થોડીવારે અમ્મીનો અવાજ આવતો પણ બંધ થઇ ગયો અને લાગ્યું કે ઘરમાં હવે કોઈ છે જ નહિ એવું ધારીને હું હળવેથી રૂમની બહાર નીકળી અને જોયું તો લોહીથી તરબોળાયેલી અબ્બુની લાશ ત્યાં પડી હતી. છાતી પર તલવારનો એ ઘા ચોખ્ખો દેખાઈ રહ્યો હતો. હું ત્યાં જ અબ્બુ પાસે ફસડાઈ પડી અને અચાનક જ બાજુમાં ધ્યાન ગયું તો જોયું કે અમ્મી સાવ નિર્વસ્ત્ર અને નિષ્પ્રાણ થઈને પડી હતી. એ પાપીઓએ મારી અમ્મીનો બળાત્કાર કરીને મારી અમ્મીને પણ રહેસી નાખી હતી.

શું વાંક હતો અમારો અમે તો કોઈને ઓળખતા પણ નહોતા. શું વાંક હતો એ રામસેવક યાત્રીઓનો ? જેઓને જીવતા ટ્રેઈનમાં સળગાવી દેવામાં આવ્યા. ધર્મના નામ પર કરેલો આ નરસંહાર શું કોઈના ગ્રંથમાં લખાયેલો હતો માત્ર હિંદુ અને મુસ્લિમ આ ધર્મના નામ જ દેખાયા આ લોકોને શું માણસાઈની કોઈ કિંમત જ નાં રહી લોહીના બદલામાં લોહી વહાવીને બંને ધર્મના લોકોએ શું હાસિલ કરી લીધું અરે એ તો ઠીક પણ કમ સે કમ નાના બાળકો અને મહિલાઓનો તો વિચાર કર્યો હોત. તેઓના હૃદયમાં સહેજ પણ દયા નાં આવી એ ૭૯૦ મુસ્લિમો અને ૨૫૪ હિંદુઓ મર્યા એ ૨૨૩ લોકો તો સાવ એવા હતા કે જેઓ ખોવાઈ જ ગયા હતા. શું એ લોકો મૃત્યુ પામ્યા પછી પણ હિંદુ અને મુસ્લિમ રહ્યા હતા કે તેઓના મૃત્યુના આંકડામાં પણ આવા બાયફર્કેશન આપવા પડ્યા આટલી ક્રુરતાથી હત્યાઓ કરીને કોનું ભલું થયું શું તે સમયે તે લોકોની માણસાઈ મરી ગઈ હતી અને આજે જ્યારે એટલા વર્ષો પછી બધાય એ ઘટનાને યાદ કરીને રડે છેતેની યાદમાં મૌન પાળે છે એ બધું જોઇને હસવું આવે છે અને પછી ચિક્કાર રડવું આવે છે.

થોડા દિવસો સુધી હું એમને એમ જ ઘરમાં બેઠી રડતી રહી. ઘરમાં જે પણ પડ્યું હતું તે ખાઈને થોડા દિવસ ચલાવ્યું અને બસ અમ્મી અને અબ્બુની એ લાશ જોઇને રડતી રહી. થોડુંઘણું શાંત થતા જ હું અમ્મી અને અબ્બુની લાશ ત્યાં જ એમ ને એમ મુકીને ભાગી નીકળી. દુર જોયું તો એક સામાન ભરેલો ટ્રક ઉભો હતો તેમાં પાછળથી ચડી ગઈ અને સંતાઈને બેસી ગઈ. મારી જિંદગી હવે જાણે બમણી ગતિથી દોડવા લાગી હતી. અચાનક એવું લાગી રહ્યું હતું કે જાણે હું ૧૦ વર્ષ મોટી થઇ ગઈ હોઉં. દરેક માણસની નજરમાં એ ખૌફ દેખાઈ રહ્યો હતો. દરેક માણસની આંખમાં એ ભાવો જોવા લાગી હતી કે જે માણસની સાચી ઓળખાણ આપી શકે. ૪-૫ કલાક સુધી ટ્રક ચાલ્યો અને કોઈક હોટેલ પાસે ઉભો રહ્યો અને હોટેલમાંથી જમવાની આવતી મહેકથી હું ટ્રકમાંથી ઉતરીને હોટેલ પાસે ગઈ પરંતુ એક રૂપિયો પણ પાસે નહોતો જેના કારણે કાઉન્ટર પર બેસેલ માણસે મને હડસેલી મૂકી. અંતે બધા પાસેથી ભીખ માંગીને પોતાનું પેટ ભરવાનું નક્કી કર્યું.

૧૪ વર્ષની ઉમર થઇ જવાને કારણે મારામાં શારીરિક ફેરફારો થવા લાગ્યા હતા જેને કારણે ભીખ માંગતી ત્યારે પણ લોકોની નજર મારી ભૂખલાચારી અને બેબસીની જગ્યાએ મારા શરીર પર જતી.  પરંતુ પેટ જ્યારે અંદરથી ચીસો પાડી રહ્યું હોય ત્યારે આવી બધી વાતો ગૌણ બની જતી હોય છે. એ દિવસે સમજાઈ ગયું હતું કે જો પૈસા પાસે નાં હોય તો દુનિયામાં કોઈ આપણું નથી હોતું. પૈસા વગર કશું જ થતું નથી.

આમ જ રસ્તે રઝળતી ભટકતી હું ભીખ માંગીને પેટ ભરી લેતી અને ગમે ત્યાં સુઈ જતી. એવામાં એક દિવસ કોઈ ભલા માણસ કાકાએ મારી પાસે આવીને પ્રેમથી માથે હાથ ફેરવીને કહ્યું કે, બેટા ચલ મારી સાથે હું તને ખાવાનું આપીશકપડા પહેરવા માટે આપીશ. મને એ માણસની આંખમાં સચ્ચાઈ દેખાઈ આવી અને હું તેની સાથે ચાલી નીકળી. અને અહિયાંથી થોડે જ દુર આવેલા અનાથાલયમાં આવીને રહી ગઈ. અહિયાં તે લોકોએ મને ખુબ સાચવીમને ખાવાનું આપ્યું. તેના બદલામાં પણ હું અનાથાલયનું બધું જ કામ કરી લેતી અને નાના અનાથ બાળકોને પણ સાચવતી. મારી આ ખુમારી જોઇને એ કાકાએ પોતાની ઓળખાણથી એક સ્કુલમાં મારું એડમીશન કરાવી આપ્યું અને એ પ્રિન્સીપાલની મદદથી હું ભણી અને અવ્વલ આવવા લાગી. મારી આ લગન જોઇને સરકારી ગ્રાન્ટમાંથી મને સ્કોલરશીપરૂપે મદદ મળવા લાગી જે મારા માટે કોઈ આશીર્વાદથી કમ નહોતી. મેં મારી જિંદગીમાં નક્કી કરી નાખ્યું હતું કે હું ભણીગણીને ખુબ પૈસા કમાઈશ અને તેનાથી મારા જેવા એકલા ભટકતા બાળકોને હું ભણાવીશ અને સાચવીશ. જેથી મારા જેવું કોઈ બીજા બાળકોને નાં રઝળવું પડે.

ભણીગણીને હવે હું ડીગ્રી સાથે ક્યાય પણ જોબ કરી શકું એમ હતી જેથી મેં એક કંપનીમાં જોબ એપ્લાય કરી અને મારી જોબ શરુ થઇ ગઈ. શરૂઆતના ૮ મહિનાનો વર્કગ્રોથ જોઇને પણ કંપનીએ પગાર વધારાની જગ્યાએ માત્ર "વાહ વાહ" આપી જેથી કરીને એ જોબને લાત મારીને હું બીજી કંપનીમાં લાગી ગઈ. આમ મારા કામના પ્રમાણમાં જો કોઈ પગાર નાં આપતું તો ત્યાં જવાનું જ બંધ કરી દીધું અને એક પછી એક મલ્ટીનેશનલ કંપનીમાં પણ જોબ કરવા લાગી. અંતે અત્યારે આ કંપનીમાં આવીને અટકી ગઈ છું. જોઈએ હવે કે તમારી કંપની મારી આ કેપેસીટીને કેટલીક સરાહી શકે છે. કારણ કે મારી જે કઈ સેલેરી આવે છે એમાંથી જરૂર પુરતી જ હું મારી પાસે રાખું છું બાકીની બધી જ સેલેરી હું અનાથાલયમાં આપી દઉં છું.

આખરે બધું બોલીને સદિયાએ શાંતિથી બાજુમાં પડેલા ગ્લાસમાંથી થોડું પાણી પીધું અને નિરાતે શ્વાસ લીધો અને આંખ લુછી નાખી. ઇશાન હજુ પણ સદિયા સામે ગર્વભેર માનથી જોઈ રહ્યો હતો. તેની આ ખુમારી અને કામ કરવાની ધગશજીવનમાં કશુક કરી બતાવાની અને લોકોની મદદ કરવાની તૈયારી જોઇને ઇશાનને સેલ્યુટ કરવાનું મન થઇ ગયું. તરત જ તેણે સદીયાને પોતાનાથી બની શકે એટલી બધી જ મદદ કરવા માટે કહી દીધું અને એ સાંભળીને સદીયા ખુબ જ ખુશ થઇ ગઈ.

બંનેનું ધ્યાન હવે ટેબલ પર જતા જ જોયું તો ૨ પ્લેટ ભજીયાની ક્યારની આવી ગઈ હતી અને ભજિયું હાથમાં લીધું તો ખ્યાલ આવ્યો કે તે ઠરી ગયા હતા અને બંને એકબીજા સામે હસી પડ્યા અને ઈશાને ફરીવાર ૨ પ્લેટ ભજીયા ઓર્ડર કર્યા અને બંને ભરપેટ ખાઈને પછી ઘરે જવા નીકળી ગયા. સદીયાને ઘર સામે ડ્રોપ કરીને ઇશાન ત્યાંથી પોતાના ઘરે જવા નીકળી ગયો.

===***===***===

ઘટા હજુ પણ હોસ્પિટલમાં એડમીટ જ હતી કારણ કે તેના મગજની હાલત હજુ બરાબર નહોતી. પરંતુ તે હાલતની પાછળ ૯૦% કારણ તો પોતાનો શંકાશીલ સ્વભાવ જ હતો જેના કારણે તે ઇશાન અને સંધ્યા વિષે વિચારી વિચારીને પાગલ જેવી થઇ ગઈ હતી. તેને હવે પાક્કો વિશ્વાસ બેસી ગયો હતો કે નક્કી આ બંને વચ્ચે કોઈ અફેયર છે જ. ઇશાન જ્યારે જ્યારે પણ તેને મળવા આવતો ત્યારે ઇશાનને જાણે ઇગ્નોર કરતી હોય એવું લાગતું. તે ઇશાન જોડે સરખી વાત નાં કરતી અને તેને કોઈને કોઈ વાતે સંભળાવ્યા કરતી જેના કારણે ઇશાન ખુબ જ દુખી થઇ જતો અને ગુસ્સો પણ આવતો પરંતુ ઘટાની આવી માનસિક પરિસ્થિતિ જોઇને પોતાની જાત પર કાબુ રાખીને તે હોસ્પિટલના રૂમમાંથી બહાર નીકળી જતો.

તે હવે ઘટાથી કંટાળી ચુક્યો હતો. તેના આ સ્વભાવના કારણે હવે તે ઘટાની સાથે બોલવા પણ રાજી નહોતો કારણ કે ઘટાના આ ટોન્ટ અને શંકાના ઝેરના ઘુંટડા હવે તે વધારે પી શકે તેમ નહોતો. તે સતત એ જ વિચાર કરતો કે જો અત્યારથી આવું છે તો ભવિષ્યમાં શું શું થશે. એ વિચાર જ તેને ડગમગાવી જતો. એ જ કારણથી હવે તે નક્કી કરી ચુક્યો હતો કે તે ઘટાના સારા થઇ ગયા બાદ તેની સાથે સગાઇ તોડી નાખશે.

બીજે દિવસે અચાનક જ સવારે ઇશાન પર હોસ્પિટલમાંથી ફોન આવ્યો કે "ઘટા રાતથી હોસ્પિટલમાં નથી. આખી હોસ્પિટલ ચેક કરી લીધી પરંતુ તેનો ક્યાય પત્તો નથી. તે ભાગી ગઈ છે." ઇશાનને ધ્રાસકો પડ્યો. થોડી જ વારમાં તે તૈયાર થઈને નીકળવા જતો હતો ત્યાં જ ફરી તેના મોબાઈલમાં એક એવી ઓડીઓ કલીપ આવી જે સાંભળીને ઇશાન ગુસ્સાથી ધુવાપુવા થઇ ગયો.

વધુ આવતા અંકે... 

ભાગ - ૭
ઇશાન જલ્દીથી પોતાની બાઈક લઈને હોસ્પિટલ જવા નીકળ્યો ત્યાં જ તેના ફોન પર રીંગ આવી અને ફોન ઉપાડ્યો તો ગભરાયેલા અવાજે સંધ્યાના ઘરેથી નોકરનો ફોન હતો. 
"સંધ્યા મેડમે હાથની નસ કાપેલી છેતમે જલ્દી આવો. અમે બધા બહાર હતા અને ઘરે આવીને જોયું તો તેઓ બેહોશ પડ્યા હતા."

ઇશાન બેબાકળો થઈને બાઈક વાળીને સંધ્યાના ઘર તરફ ગયો અને પહોચતા જ જોયું તો સંધ્યા બેહોશ હતી. ડોક્ટર આવી ચુક્યા હતા. જે તેની સારવાર કરી રહ્યા હતા. અચાનક ઇશાનનું ધ્યાન સંધ્યાના ચેહરા પર ગયું તો ખબર પડી કે કપાળ પર મુઢમાર લાગેલો હતો. ઉઝરડા પડી ગયેલા હતા જાણે કોઈ ધારદાર વસ્તુ ત્યાં ઘસી નાખી હોય. હવે ઇશાનના મગજમાં શંકાના વાદળો ઘેરાઈ ચુક્યા હતા. તેને પેલી ઓડિયો કલીપ યાદ આવી ગઈ જે તેણે હજુ સવારે જ સાંભળી હતી. જે કોઈ અજાણ્યા નંબર પરથી આવેલી હતી જેમાં ઘટાનો અને સંધ્યાનો અવાજ હતો.

"તું શું માને છે કે હું પાગલ થઇ જઈશ અને પછી તું ઇશાન જોડે રહીને એશ કરીશ ઇશાન ફક્ત મારો છે. એણે જો બીજી કોઈ જોડે લગ્ન કરવાનું કે સબંધ રાખવાનું વિચાર્યું પણ છે તો હું તે સામેવાળીનું તો શું પણ ઇશાનનું ખૂન કરતા પણ અચકાઈશ નહિ. મારે મારી લાઈફમાં હજુ ઘણા શોખ પુરા કરવાના છે. એટલે જ તો મેં ઇશાન જોડે સગાઇ કરી છે. તને ખબર છે ઇશાન જોડે સગાઇ માટે મેં જ આખો પ્લાન કર્યો હતો. તારા પાપા અને મારા પાપા તો ફક્ત મારી ગેમના મહોરા હતા. ઇશાન જોડે લગ્ન કરીશ તો પૈસો હશેરૂતબો હશેકોઈ ચીજની કમી નહિ હોય. પરંતુ હવે તો તું આડે આવી ગઈ છે અને તને બધી ખબર પણ પડી ગઈ છે એટલે હવે તને જીવવાનો હક પણ નથી." ઘટા એકદમ ગુસ્સાથી આ બધું બોલી રહી હતી.

"નહિ ઘટા પ્લીઝમને છોડી દે. હું તારા પગે પડું છું. મને જવા દે. મારા અને ઇશાન વચ્ચે કશું જ નથી."આટલું બોલતા સંધ્યાએ ચીસ પાડી.

આ ઓડિયો કલીપ હકીકતે સંધ્યાએ જ બનાવી હતી. પહેલા જ્યારે તે ઘટાના ઘરે ઘટાની ખબર પૂછવાના બહાને તેનો અવાજ રેકોર્ડ કરીને લાવી હતી. ત્યારબાદ તેના જેવો જ અવાજ કાઢી શકે એવા વ્યક્તિ પાસે તેમણે આ રેકોર્ડીંગ કરાવ્યું હતું અને ત્યારબાદ ઓટો
 ટ્યુંનરની મદદથી એકદમ ઘટાનો જ અવાજ લાગે એ રીતે આખી કલીપ બનાવી હતી કે જેથી કરીને ઇશાનને સાબિતી આપી શકાય. એક નવા નંબર પરથી જ ઇશાનને આ ઓડિયો કલીપ મોકલવામાં આવી જેથી કરીને ઇશાનને ખબર નાં પડે. સંધ્યાએ બધું જ પ્લાનિંગ સાથે કર્યું હતું. પોતાની નસ પણ પોતે જ કાપી હતી. પરંતુ એવી રીતે કાપી હતી કે જેનાથી મુખ્ય નસને કશું નુકશાન નાં થાય અને પોતાના કપાળ પર તેણે ધારદાર વસ્તુ વડે થોડું ઘસી નાખ્યું હતું જેથી ઈજા જેવું લાગી શકે અને ઘરમાં થોડો સામાન આડોઅવળો કરી નાખ્યો હતો.

આટલી ઓડિયો કલીપથી ઇશાન રોષે ભરાયો હતો. પરંતુ અત્યારે તો સંધ્યાની હાલત ખરાબ હતી એટલે ત્યાં રહેવું જરૂરી હતું. ઘણું લોહી વહી જવાના કારણે ડોકટરે સંધ્યાને લોહી ચડાવાનું શરુ કર્યું હતું. અને સાંજ સુધી સખત આરામની જરૂર છે એવું કહ્યું હતું. આથી ઇશાન ઘરના નોકરને કડક સૂચનાઓ આપીને ઘરેથી નીકળી ગયો.

ઘટાના ઘરે જઈને જોયું તો ઘટા તો આરામથી સુઈ રહી હતી. ઇશાન ત્યાં જઈને બરાડી ઉઠ્યો
, "તે આ શું કર્યું કશું જાણ્યા વગર તે એનો જીવ લેવાની કોશિશ કરી ?" આટલું બોલીને ઈશાને ૩-૪ લાફા ચડાવી દીધા. ઘટા તો જાણે સ્તબ્ધ થઈને ઉભી હતી. કઈ પણ વાત કર્યા વગર જ ઘટા જોરથી બોલી, "ગેટ આઉટ ફ્રોમ માય હાઉસ."

ઇશાન ફટાફટ ત્યાંથી નીકળી ગયો.

===***===***===

અંશુલે ઘડિયાળમાં જોયું તો સવારના ૪ વાગી ચુક્યા હતા. ઇશાનની વાતો સાંભળીને તેને બધો દારુનો નશો ઉતરી ચુક્યો હતો. ઈશાને આટલો દારુ પીધો હોવા છતાય આટલો સ્વસ્થ થઈને વાત કરતો હતો જાણે આ બધી મુસીબતોમાં દારુ પણ પોતાની અસર ગુમાવી બેઠો હોય. અંતે ઇશાન ઉભો થઈને મોઢું ધોવા માટે ઉભો થયો અને તરત જ સંધ્યાની ખબર પૂછવા માટે સંધ્યાના ઘરે જવા નીકળી ગયો. વહેલી સવાર હોવાથી સંધ્યા હજુ સુઈ રહી હતી અને આખી રાતનો ઉજાગરો હોવાના લીધે તે પણ ત્યાં બેઠો બેઠો સોફા પર સુઈ ગયો.

સવાર પડતા જ ડોક્ટર આવ્યા અને બધું ચેકઅપ કરીને કહ્યું કે હવે સંધ્યાને કશો વાંધો નથી. ફક્ત ઘરમાં જ હલનચલન કરવું હોય તો કરી શકે છે. કોઈ તકલીફ નથી. હું જે દવા આપું એ રેગ્યુલર આપતા રહેજો એટલે જલ્દીથી ઘા પર રૂઝ આવી જશે.

ડોક્ટર ઘરમાંથી બહાર જતા જ સંધ્યાએ ઇશાનને પોતાની પાસે બોલાવ્યો અને કહ્યું કે
, મારે બહાર જવું છે. તારી જોડે વાતો કરવી છે. ચલ આપણે બહાર જઈએ.
"ના નાડોકટરે નાં પાડી છે. આપણે ક્યાય નથી જવાનું. આરામ કરો શાંતિથી એટલે જલ્દીથી સાજી થઇ જઈશ. પછી જઈશું."
નાં મારે અત્યારે જ જવું છે. ચલ તું.”, એમ કરીને સંધ્યા બેડ પરથી ઉભી થઈને રૂમની બહાર ચાલવા લાગી. કી-સ્ટેન્ડમાંથી કારની ચાવી લઈને સીધી જ કારમાં ગોઠવાઈ ગઈ.

આખરે ઈશાને હંમેશાની જેમ સંધ્યા સામે નમતું મુકવું પડ્યું અને ચુપચાપ ગાડીમાં ગોઠવાઈ ગયો. અને સંધ્યાએ ગાડી દોડાવી મૂકી.

૨ કલાકના લાંબા ડ્રાઈવિંગ બાદ સંધ્યા અને ઇશાન એક હિલ સ્ટેશન પર હતા જ્યાં પર્વતની ઉપરનાં ભાગે જ્યાં ગાડી લઇ જઈ શકાય એવી જગ્યાએ સંધ્યાએ ગાડી ઉભી રાખી અને બહાર નીકળીને આળસ મરડીને ગાડીના બોનેટ પર બેસી ગઈ.
ઇશાન પણ બેસી બેસીને થાકી ગયો હતો તેથી તે પણ બંને હાથ ફેલાવીને આળસ મરડીને શાંતિથી ઉભો રહી ગયો હતો.
"તને યાદ છે ઈશુ તું મારી તકલીફો દુર કરવામાં જેલમાં પણ જઈ આવેલો છે ?"
ઈશાને નીચું મોઢું રાખીને ડોક ધુણાવીને હા પાડી.

===***===***===

૧૦ વર્ષ પહેલા
આમ તો પ્રબોધ મહેતા સંધ્યા જ્યારે ૬ વર્ષની હતી ત્યારે જ વિધુર થઇ ગયેલા અને આ માં વિહોણી દીકરીને ઉછેરવામાં પ્રબોધભાઈએ કશું જ બાકી નહોતું રાખ્યું એટલા લાડપ્રેમથી ઉછેરી હતી. એવામાં જ સંધ્યાથી ૩ વર્ષ મોટા ઇશાનને પોતાના ઘરમાં લાવીને તો જાણે પ્રબોધભાઈએ સંધ્યા માટે બધું જ આપી દીધું હોય એવું થઇ ચુક્યું હતું.

ઇશાન સંધ્યાનું ખુબ જ ધ્યાન રાખતો. તેને સમયસર જમાડી દેતો
તેની સાથે રમતોતૈયાર કરીને સ્કુલે મુકવા જતો અને ત્યારબાદ તે પોતાની સ્કુલે જતો. જાણે બીજી માં હતી. ઇશાનના લાડકોડને કારણે સંધ્યા વધુ ને વધુ જીદ્દી થતી ચાલી. નાની નાની વાતમાં રિસાઈ જઉંગુસ્સો કરવોઝઘડો કરવો એવી કુટેવો હવે સંધ્યામાં આવવા લાગી હતી. ક્યારેક ક્યારેક તો સંધ્યાને મનાવવામાં પ્રબોધભાઈ પણ નિષ્ફળ જતા અને કોઈના કહ્યા બહાર રહેતી સંધ્યા આખરે ઇશાન જ્યારે થાળી લઈને તેની પાસે આવતો અને રોટલીનું બટકું સંધ્યાના મોઢા પાસે લઇ જઈને પ્રેમથી "જમી લે" એટલું બોલતા જ સંધ્યા હસીને જમવા લાગતી. પલભરમાં બધો જ ગુસ્સો ગાયબ થઇ જતો. ઇશાન વિના સંધ્યાને બે ઘડી માટે પણ હવે ચાલતું નહિ. ઇશાનનું વ્યસન થઇ ચુક્યું હતું સંધ્યાને. આખો દિવસ બસ ઈશુ ઈશુ ઈશુ. અને સામે ઇશાન પણ તેને એટલા જ લાડ પ્રેમથી રાખતો.

એક દિવસ પ્રબોધભાઈના ગામડેથી તેમના દુરના કઝીન ભાઈનો ૨૮ વર્ષનો દીકરો હિરેન આવ્યો હતો. તે અહિયાં શહેરમાં નોકરીની શોધ માટે આવ્યો હતો. ઘરમાં ખાવાપીવાની અમુક ચીજો લેવા માટે થઈને ઇશાન માર્કેટમાં ગયો હતો અને ઘરમાં ત્યારે સંધ્યા અને હિરેન સિવાય કોઈ પણ નહોતું. સંધ્યા પોતાના રૂમમાં બુક વાંચી રહી હતી. ત્યાં જ હિરેન આખા ઘરમાં ફરતો ફરતો સંધ્યાના રૂમ પાસે આવીને અટકી ગયો. તેનું ધ્યાન સંધ્યા પર ગયું.

એકદમ શોર્ટ્સ અને લુઝ ટી-શર્ટ પહેરીને સંધ્યા ઉંધી સુઈને કોઈક બુક વાંચી રહી હતી. ૧૪ વર્ષની ઉમર થઇ જવાને કારણે તેનામાં શારીરિક ફેરફારો પણ આવી ચુક્યા હતા એ જોઇને હિરેન પોતાના મગજ પરનો કાબુ ગુમાવી બેઠો અને સીધો જ સંધ્યાના રૂમમાં જઈને રૂમનો દરવાજો બંધ કરી દીધો. હજુ તો સંધ્યા કશું સમજે તે પહેલા જ હિરેને સંધ્યાનું મોઢું દબાવી દીધું જેથી કરીને સંધ્યા કશું બોલી ના શકે અને બીજા હાથ વડે તેના શરીર પર અડપલા કરવા લાગ્યો. સંધ્યાએ વિરોધ કરવા માટે હાથ પગ ઉછાળ્યા પરંતુ હિરેનના મજબુત હાથો સામે તે હારી ગઈ. હિરેન હવે સંધ્યાના શરીર પર હાથ ફેરવવા લાગ્યો હતો અને ચુંબનો કરવા લાગ્યો હતો અને સંધ્યાની આંખોમાંથી દડ-દડ આંસુઓ વહી રહ્યા હતા.

હિરેનને ક્રોધ આવતા જ તે થોડો જોરથી સંધ્યા પર ચિલ્લાયો અને એને ધમકાવી. "જો આ વાત કોઈને કહીશ તો તને જાનથી મારી નાખીશ."
આટલું સાંભળીને સંધ્યા હવે ધરબાઈ ચુકી હતી. એટલી હદે ડરી ગઈ હતી કે તેનામાં હવે પ્રતિકાર કરવાની શક્તિ પણ નહોતી બચી.

થોડીવારે ઇશાન માર્કેટમાંથી ઘરે આવ્યો અને સામાન મુકીને સીધો જ સંધ્યાના રૂમમાં ગયો અને જોયું તો સંધ્યા ચાદર ઓઢીને સુતી સુતી રડી રહી હતી.
સંધ્યા શું થયું કેમ રડે છે ?
ઈશુ..... કહીને સંધ્યા દોડીને ઇશાનને ગળે વળગી પડી. ઈશાને તેને માથે હાથ રાખીને છાની રાખતા ફરી પાછુ રડવાનું કારણ પૂછ્યું.
સંધ્યા પૂરી રીતે ડરી ચુકી હતી એટલે તે કશું બોલી શકવાની હાલતમાં નહોતી એટલે ફક્ત એમ બોલી ગઈ કે "મને મમ્મીની યાદ આવે છે."
ઈશાને માંડ માંડ તેને શાંત પાડી અને સુવડાવી દીધી પરંતુ તેને કશુક અજુગતું લાગ્યું કે સંધ્યા આજે આવું શું કામ કરી રહી છે.

થોડા દિવસ આમને આમ જ ચાલ્યું
સંધ્યા ગુમસુમ બેઠી રહેતી. કશું જ બોલતી નહિ અને ચુપચાપ પોતાના રૂમમાં બારણું બંધ કરીને ભરાઈ રહેતી. તેના ચહેરાનું નુર જાણે છીનવાઈ ગયું હતું. તે બીમાર રહેવા લાગી હતી. ઇશાનને ચિંતા થઇ ગઈ હતી કે શું કરવું કારણ કે સંધ્યા પણ કશું બોલી નહોતી રહી જેથી તેની તકલીફ શું છે એ સમજવી થોડી અઘરી થઇ પડી હતી.

એક રાત્રે ઇશાન પાણી પીવા માટે જાગ્યો અને ધ્યાન ગયું તો હીરેનને સંધ્યાના રૂમમાં જતા જોઈ ગયો. ઈશાને ધીમા પગલે જઈને જોયું તો હિરેન સંધ્યા પર જબરદસ્તી કરી રહ્યો હતો. આ જોઇને ઇશાન રોષે ભરાયો અને ટેબલ પર પડેલો ફ્લાવર-વાઝ લઈને સીધો જ હિરેનના માથામાં મારી દીધો અને હિરેન તમ્મર ખાઈને નીચે પડી ગયો. ઇશાનનો ગુસ્સો હજુ શાંત નહોતો થયો એટલે તે હજુ પણ હિરેનને ઘુસ્તા અને પાટા મારી રહ્યો હતો. ત્યાં જ દીવાલ પર લટકાવેલી હોકી પર ઇશાનનું ધ્યાન જતા જ તે લઈને સીધી જ હિરેનના માથામાં ફટકારી દીધી. હિરેન તરફડીયા મારતો ત્યાં જ મોતને ભેટ્યો. હિરેનની લાશ પાસે લોહીનું ખાબોચિયું થઇ આવ્યું. હા
ઈશાને હિરેનનું ખૂન કરી નાખ્યું હતું. એ પણ સંધ્યાની હાજરીમાંસંધ્યાને બચાવવા માટે.

ખૂન કેસમાં પોલીસે ઇશાનને પકડી લીધો હતો. પરંતુ પ્રબોધભાઈની ઉંચી પહોંચને લીધે અને ઇશાનની ૧૮ વર્ષ કરતા ઓછી ઉમરનાં કારણે તેને કડક સજા નહોતી મળી. તેને પોલીસના રી-હેબીલીટેશન સેન્ટરમાં મોકલવામાં આવ્યો હતો જ્યાં તેને ભણાવામાં આવતો અને સારા નાગરિક બનવાની તાલીમ આપવામાં આવતી. ઇશાન જેલમાં જતો રહ્યો હોવાથી સંધ્યા હવે જાણે સાવ જ મીણનું પુતળું બની ચુકી હતી. તે હવે રાતોરાત મોટી થઇ ચુકી હતી. તે હવે મુરજાયેલા ફૂલની માફક સંકોચાઈ ગઈ હતી. એ જોઇને પ્રબોધભાઈને તેની ચિંતા થવા લાગી હતી. આથી
વાતાવરણ બદલવા માટે સંધ્યાને તેની નાની ફોઈ પાસે અમેરિકા મોકલી દેવામાં આવી હતી. જ્યાં તે યુવાનીમાં ઉછરી હતી અને સમય જતા થોડી નોર્મલ બનવા લાગી હતી. પરંતુ તે શારીરિક ફેરફારો વખતે જ તેના પર થયેલું આ શારીરિક શોષણ તેને આ બધી લગ્ન અને પ્રેમ અને સેક્સની વાતો પ્રત્યે અણગમો ફેલાવી ગયું હતું આથી તે વધારે લોકો જોડે વાતો નાં કરતી. આ બધા કારણો ઉપરાંત પણ જો  કોઈ સાથે એકદમ નોર્મલ બિહેવ કરતી તો એ ફક્ત અને ફક્ત ઇશાન હતો કે જેનો સાથે અને પ્રેમ કાયમ સંધ્યાને પોતાના લાગતા. તે ઇશાનને મનોમન ખુબ જ પ્રેમ કરતી પરંતુ એ ઇશાન ક્યારે તેને સામેથી પ્રપોઝ કરે તેની રાહે હતી.

===***===***===

વર્તમાન સમય
શું છે સેન્ડી તું મને અહિયાં શું કામ લાવી છે બોલ તારે શું વાત કરવી હતી ?
તું મારી માટે બધું જ કરે છે. મારી ખુશી સચવાઈ રહે એવા બધા પ્રયત્નો તું હંમેશા કરતો રહે છે. મારી દરેક જીદને તું પૂરી કરે છે. મારી દરેક નાની નાની બાબતોને તું ધ્યાન રાખે છેકાળજી લે છે. મારી જિંદગીના કોઈ પણ મહત્વના નિર્ણયો લેવામાં તું હમેશા જોડે જ હોય છે. પરંતુ શું હું તારી જિંદગીનો કોઈ નિર્ણય લેવામાં બોલી નાં શકું ?
"ઓફ કોર્સ બોલી શકે. શું થયું કેમ આવી વાતો કરે છે ?"
જો મને બોલવાનો હક હોય તો તું ઘટા સાથે સગાઇ તોડી નાખ.  એ તને બરબાદ કરી નાખશે. તું એની સાથે ખુશ નહિ રહી શકે. તારા પર એ શક કર્યા કરે છે અને આજે તેણે મારી પર જાન લેવા હુમલો કર્યો છે. કાલે કદાચ તારો જીવ લેવાની કોશિશ પણ કરે.
ઘટાનું નામ સાંભળીને ઇશાન થોડો ગુસ્સે જરૂર થયો હતો પરંતુ સગાઇ તોડવાની વાત આવતા તે થોડો વિચારમાં પડી ગયો હતો. "પણ તે શંકાનું સમાધાન થઇ શકે છે સેન્ડી. તેને માત્ર કોઈ ગેરસમજ ઉભી થયેલી છે કે આપણી વચ્ચે કશું છે એમ પરંતુ એવું કશું જ નથી એટલે એને મનાવવી અઘરી નહિ પડે."
એ નહિ થાયહું તને સાચું કહી રહી છું. ભલે આ સગાઇ પાપાએ કરાવી હોયએ હું તેને સમજાવી દઈશ પરંતુ તું આ સગાઇ તોડી નાખ. મને આ તારો નિર્ણય યોગ્ય લાગતો નથી. હું તને હેરાન થતો નહી જોઈ શકું ઈશુ. પ્લીઝ મારી વાત માની જા.
"ના.. ના.."ઇશાન હળવેથી બોલ્યો.
સંધ્યા સીધી જ પોતાની કારમાં બેસી અને "છેલ્લી વાર બાય" એમ બોલીને ગાડીને ફૂલ રેસ આપીને જવા દીધી. સામે મોટી ખાઈ હતી તો પણ સંધ્યાએ પોતાની ગાડી તે બાજુ જ જવા દીધી હતી. સંધ્યા હવે પોતાનો જીવ દેવા જ જઈ રહી હતી અને ઇશાન જોઈ રહ્યો.

વધુ આવતા અંકે.

ભાગ - ૮
સેન્ડીને અચાનક જતી જોઇને ઈશાને બની શકે એટલી જોરથી ચીસ પાડી, "સેન્ડી................. પ્લીઝ સ્ટોપ."
અચાનક જ સેન્ડીએ એકાએક બ્રેક મારી અને હેન્ડલને ઘુમાવી દીધું. ગાડી ઘણી ઢસડાણી અને અંતે સાવ ખાઈની નજીક આવીને ગાડી અટકી ગઈ અને સેન્ડીએ ત્યા જ સ્ટીયરીંગ પર પોતાનું માથું ઢાળી દીધું.
ઇશાન સીધો જ તે દિશામાં દોડ્યો અને કારનો દરવાજો ખોલીને સેન્ડીને બહાર કાઢીને ગાલ પર જોરથી ૨ તમાચા ચોડી દીધા. સેન્ડી કશું પણ બોલ્યા વિના ચુપચાપ જ ઉભી રહી.

શું થયું છે તને સેન્ડી 
કેમ આવી રીતે બિહેવ કરે છે ?
તું સગાઇ તોડી નાખ બસ. શું તું તારા હૃદયને પૂછીને મને કહી શકે કે તું ઘટાને હકીકતે પ્રેમ કરે છે કે નહિ શું તું એના માટે કઈ પણ કરવા માટે તૈયાર થાય ખરો ?

આટલું સાંભળીને ચુપ થઇ જવાનો વારો હવે ઇશાનનો હતો કારણ કે સેન્ડીએ હવે તેને અરીસો બતાવી દીધો હતો. ઇશાનનું દિલ અને દિમાગ બંને અત્યારે ફક્ત ને ફક્ત ઓફીસમાં છેલ્લા કેટલાક સમયથી આવેલી સદિયા પર જ લાગેલું હતું. જાણે સદિયાએ તેના અસ્તિત્વ પર પુરેપુરો કબજો જ મેળવી લીધો હતો. જાણે-અજાણે પણ ઇશાન તેના તરફ ઢળી રહ્યો હતો. જેની હજુ કોઈને પણ જાણ નહોતી જ.
ઓફીસમાં વારાઘડીએ કોઈને કોઈ કામના બહાને સદિયાને પોતાની કેબીનમાં બોલાવીને તેની સાથે વાતો કર્યા કરતો હતો. કોઈને કોઈ પ્રોજેક્ટમાં તેને સાથે જ રાખતો. તેની સાથે વાતચિત કરવાનો કે તેની સાથે રહેવાનો એક પણ મોકો હવે ઇશાન જવા દેતો નહોતો અને તેના પરિણામે ઓફીસના સ્ટાફમાં આ બંનેના સબંધોની ઘુસપુસ શરુ થઇ ચુકી હતી. ઓફીસ દરમિયાન સાથે ને સાથે અને ઓફીસથી છુટ્ટા પાડીને ઘણીવાર તો ઇશાન હવે સદિયાને ઘરે મુકવા પણ જતો. તે ઉપરાંત ઘરે આવીને પણ એ બંને કલાકો સુધી ફોન પર વાતો કર્યા કરતા. ઇશાન તેના તરફ એકદમ કેરફુલ બની ગયો હતો. નાની નાની વાતમાં સદિયાની કાળજી લેવીતેને મદદ કરવીઓફીસમાં તેની જોડે જ જમવા બેસવુંસદિયા જ્યાં અનાથાલયમાં મોટી થઇ ત્યાં જઈને બાળકો માટે મદદ કરવીએ બધું ઇશાનથી ક્યારે શરુ થઇ ગયું હતું તે ખબર નહોતી પડી અને તેના કારણે જ તે હવે ઘટા તરફ દુર્લક્ષ સેવવા લાગ્યો હતો. ઘટાનું આવું શંકાશીલ વર્તન તેને હવે કડવું લાગતું. સદિયાને પણ ઇશાનની આવી બધી બાબતોના કારણે તે ગમવા લાગ્યો હતો. જ્યારથી તેણે દરેક બાળકોના શિક્ષણના ડોનેશનની વ્યવસ્થા કરાવી આપી હતી ત્યારથી તે સંપૂર્ણપણે ઇશાનના પ્રેમમાં પડી ગઈ હતી. પરંતુ આ સબંધને હજુ સુધી કોઈ નામ નહોતું લાગ્યું અને તેના પર આજે સેન્ડીએ ઘા કર્યો હતો જે ઇશાનના હૃદયને આરપાર નીકળી ગયો. તે સેન્ડીને કહી પણ શકે એમ નહોતો કે તે ઘટાને નહિ પણ સદિયાને પ્રેમ કરે છે. સેન્ડીએ ભલે ઘટા વિશે જ સવાલ કર્યો હતો પરંતુ ઇશાનના હૃદયમાં તો તે સવાલ સદિયા પર પણ લાગ્યો જ હતો. આ હૃદયમાં સેન્ડીનું તો ક્યાય પણ નામ જ નહોતું તેમ છતાય સેન્ડી ઇશાનના હૃદયના દરિયામાં મરજીવો બનીને પોતાના નામનું મોતી શોધવાની વ્યર્થ કોશિશ કરી રહી હતી.

આ સવાલ પછી જાણે ઇશાનના મગજમાં એક ચિત્ર ક્લીયર થઇ ચુક્યું હતું કે તે ઘટા સાથે આવી રીતે જિંદગી જીવી શકશે નહિ. બંનેની જિંદગી બરબાદ થાય એના કરતા છુટું પડી જવું જ વધારે સારું રહેશે. હવે મારે બની શકે એટલું જલ્દી આ સબંધ પર પૂર્ણવિરામ મૂકી દેવું વધુ સારું રહેશે.
આખરે સેન્ડીને ગમે તેમ કરીને મનાવી ફોસલાવીને ઇશાન તેને ઘરે મૂકી આવ્યો અને ત્યાંથી સીધો જ ઘટાના ઘરે જવા માટે નીકળી ગયો.

                                                                       ===***===***===

ઘટા ! મારે તારી સાથે એક મહત્વની વાત કરવી છે.
હા તો બોલોને મિસ્ટર ઇશાન. હવે તો તમારું જ સાંભળવાનું છે અમારે.
ઇશાનને ઘટાનો આવો ટોન્ટ નાં ગમ્યો પરંતુ તો પણ પોતાના પર કાબુ રાખીને બોલ્યો, "મને નથી લાગતું કે આપણે એકબીજા જોડે આખી જિંદગી પસાર કરી શકીશું. મેં ઘણો વિચાર કર્યો પરંતુ નિષ્કર્ષ એક જ વાત પર આવે છે કે આપણે હવે છુટા પડી જવું જોઈએ. આપણે આ સબંધને અહિયાં જ પૂર્ણવિરામ આપી દેવું જોઈએ. અને...."
"શું અનેઈશ ?"
"હું કોઈ બીજીને પ્રેમ કરું છું ઘટા ! મને લાગે છે કે હું એની સાથે જ ખુશીથી જીવી શકીશ. હું પ્રેમ તેને કરું અને લગ્ન તારી જોડે કરું એમ કરીને બંને સાથે દગો નાં કરી શકું. હું આશા રાખું કે તું મને સમજી શકીશ."

ઘટાના પગ નીચેથી જાણે જમીન ખસકી ગઈ હોય એવું લાગવા લાગ્યું. અચાનક જ આવા નિર્ણયના કારણે તે કશું જ વિચારી નાં શકી. પરંતુ બીજી કોઈને પ્રેમ કરે છે એ વાત તેના દિમાગમાં ઘુસી ગઈ. જેને કારણે ઘટા એ ફક્ત એટલું જ કહ્યું, "જ્યાં રહો ત્યાં ખુશ રહો. ગુડ બાય." આટલું બોલીને ઘટાએ પોતાની આંગળીમાંથી સગાઇની રીંગ કાઢીને ઇશાનના હાથમાં મૂકી દીધી અને ઘરના દરવાજા તરફ જવા માટે ઈશારો કર્યો.

ઇશાન કશું પણ બોલ્યા વગર ત્યાંથી નીકળી ગયો.
ઇશાનના જતાની સાથે જ ઘટા ત્યાં જ બેઠી ગઈ અને રડવા લાગી. જેને આટલો પ્રેમ કર્યો અને દિલથી ચાહ્યો એ કોઈ છોકરીના કહેવાથી મારી સાથે સબંધ તોડી નાખવા તૈયાર થઇ ગયો. મેં શું ખામી રાખી હતી તેને પ્રેમ આપવામાં સેન્ડીનાં કારણે આજે મારે આ પરિસ્થિતિમાંથી નીકળવું પડે છે. એમ વિચારતા જ તેણે તરત જ સેન્ડીને ફોન લગાવ્યો.

"આખરે ઇશાનને તે મારી પાસેથી છીનવી જ લીધો એમને. પરંતુ યાદ રાખજે સેન્ડી કે કોઈ વ્યક્તિને દુઃખી કરીને મેળવેલો પ્રેમ વધારે ટકતો નથી. મારા નસીબમાંથી તે મારો પ્રેમ છીનવી લીધો છે જેના કારણે આજે હું રડી રહી છું પરંતુ કાલે જ્યારે તારા નસીબમાંથી પણ આ જ પ્રેમ કોઈ બીજું છીનવીને લઇ જશે ત્યારે તને મારી પરિસ્થિતિ સમજાશે. કોઈના હૃદય ચીરીને પોતાના હૃદયને જોડી નથી શકાતા હોતા. મારી બદદુવાઓ લાગશે તને સેન્ડી."

સેન્ડીએ જવાબમાં ફક્ત અને ફક્ત એટલું જ કહ્યું
, "થેંક્યું ડાર્લિંગ. ગુડ બાય ફ્રોમ મી માય ઈશુ."

===***===***===

થોડા દિવસમાં જ કંપનીની એક મોટા પ્રોજેક્ટની ડીલ કરવા માટે ઇશાન અને સદિયાને જોડે જોડે બીજા શહેરમાં મીટીંગ માટે જવાનું થયું. બંને જણા અંદરથી ખુશ હતા કે તેઓ હવે એકબીજા જોડે વ્યવસ્થિત સમય પસાર કરી શકશે. એકબીજા જોડે વાતો કરી શકશે. થોડો પર્સનલ ટાઈમ વિતાવી શકશે. સદિયા તો ઉત્સાહિત હતી કે કદાચ દુબઈ ટ્રીપ દરમિયાન જ ઇશાન તેને પ્રપોઝ પણ કરી દેશે. પરંતુ એકવાત પણ નક્કી હતી કે સદિયાને એ જાણ નહોતી કે ઇશાનની સગાઇ થઇ હતી અને તે તૂટી પણ ગઈ.

મીટીંગ દરમિયાન સદિયાનું પ્રેઝેન્ટેશન આપવાની રીત અને તેની દરેક જીણી જીણી વિગતોને સામે વાળી પાર્ટીને સમજવાની રીત જોઇને ઇશાન ખુબ જ ઈમ્પ્રેસ થયો હતો. સદિયાના આ પ્રેઝેન્ટેશનનાં કારણે કંપનીને આ પ્રોજેક્ટ મળી ચુક્યો હતો. તેથી તે બંને ખુબ જ ખુશ હતા. જ્યારથી બંને જોડે આવ્યા હતા ત્યારથી જ ઇશાન સદિયાનું ખુબ જ ધ્યાન રાખતો હતો. તેની નાની નાની બાબતોને પણ તે ખુબ જ કેરફુલી હેન્ડલ કરતો હતો તે જોઇને સદિયા પણ મનોમન ખુબ હસતી.

સાંજે ઇશાન પોતાના હોટેલ એપાર્ટમેન્ટમાંથી સદિયાના રૂમ તરફ ગયો કારણ કે ઈશાને પહેલેથી જ સદિયાને જણાવી દીધું હતું કે તેઓ આજે બહાર ડીનર માટે જશે. થોડીવાર થયા ઇશાનના રાહ જોયા બાદ સદિયા બહાર આવી અને ઇશાનની આંખો સ્તબ્ધ થઇ ગઈ.

એકદમ ઘટ્ટ લાલ રંગની સાડી અને કાળા કલરનું બેકલેસ શાઈનીંગ બ્લાઉઝ. ચેહરા પર એકદમ માફકસરનો મેકઅપ અને એકદમ પાતળી પાંદડી જેવા એ હોઠ પર લાલ કલરની લીપ્સ્ટીક
તેની મોટી ભાવવાહી આંખોમાં લગાવેલું કાજળ જાણે તેના ચેહરાની નજર ઉતારી રહ્યું હતું. કાનમાં જાણે ઝુમર લટકાવ્યા હોય એટલા લાંબા ડીઝાઈનીંગ એરિંગ કે જે કર્લી કરેલા વાળ જે કાન પાસે આવી જતા હતા તેને ચીરીને બહાર દેખાઈ રહ્યા હતા. સાડીનો પલ્લું ફક્ત એક જ ઉરોજને ઢાંકીને ખભા પર ગોઠવાઈ ગયો હતો જેના કારણે સદિયાની ક્લીવેજ તેની સેક્સ અપીલમાં વધારો કરી રહી હતી. સદિયા આજે એકદમ બ્લેક બ્યુટી અને સેક્સ બોમ્બ લાગી રહી હતી જેને જોઇને ઇશાન તો થોડીવાર માટે સ્થળ અને સમયનું ભાન ભૂલી ગયો હતો. પરંતુ તરત જ પોતાની જાતને સંભાળતા જ ઈશાને પોતાની પાછળ સંતાડી રાખેલું ગુલાબનું ફૂલ સદિયાને આપતા ડીનર માટે ઇન્વીટેશન આપતા હોય એ રીતે હાથ લાંબો કર્યો અને બંને હોટેલ તરફ ચાલતા થયા.

ટેબલ પર જમવાની સાથે સાથે રેડ વાઈન અને વ્હીસ્કીના પેગ પણ મરાયા. જેના કારણે બંનેના ચેહરા પર થોડો થોડો નશો વર્તાઈ રહ્યો હતો. આખરે ત્યાંથી ઉભા થઈને બંનેએ ફરી પાછુ બીયર પણ પીધું અને આખરે બંને ઘણાખરા નશામાં ધુત થઇને લથડીયા ખાતા ખાતા હોટેલ સુધી પહોચ્યા. સદિયા પોતાના રૂમમાં ગઈ પરંતુ દરવાજો બંધ નાં કર્યો. ઇશાન હજુ પણ રૂમની બહાર જ ઉભો હતો. સદિયાનો સાડીનો પલ્લું નીચે પડ્યો અને તેની માંસલ ખુલ્લી પીઠ જાણે કોઈ શિલ્પકલાની મૂર્તિ હોય તેને ઇશાનની નજરે વીંધી નાખી. ઇશાનના પગલાં આપોઆપ સદીયાની રૂમમાં પડવા લાગ્યા. ઇશાન હજુ તો સદિયાને સ્પર્શ કરવા જાય ત્યાં જ સદિયા ઝડપભેર સીધી જ ઇશાનને ગળે વળગી ગઈ. ઇશાન હવે પોતાના પરનો કાબુ ગુમાવી રહ્યો હતો અને તેણે સદિયાનો ચેહરો બંને હાથો વડે પકડ્યો અને તેની સામે જોવા લાગ્યો અને ધીમેથી રહીને તેના ધ્રુજતા હોઠ પર પોતાના હોઠ બીડી દીધા. ઇશાનના બંને હાથ સદિયાની ખુલ્લી પીઠ પર એવી રીતે ફરી રહ્યા હતા જાણે અજગર પોતાના શિકાર ફરતે ભરડો લઇ ગયો હોય. સદિયાની ડોક પાછળ બાંધી રાખેલી દોરી ખેંચતા જ સદિયાના તંદુરસ્ત લચીલા સ્તનોનો ભાર ઇશાન પર ઢળી ચુક્યો અને ઇશાન અને સદિયા કામાવેગમાં તલ્લીન થઇ ગયા.

સવારે ઉઠતાવેત ઈશાને જોયું કે તે એકલો જ પથારીમાં હતો. ઉભા થઈને રૂમમાંથી બહાર નીકળતા જ જોયું તો સદિયા ઇશાનનો સફેદ કલરનો માત્ર શર્ટ પહેરીને હોટેલની ગેલેરીમાં ઉભી ઉભી ચાની ચુસ્કીઓ ભરી રહી હતી. ઇશાન આંખો ચોળતો ચોળતો આવ્યો અને સદિયાને ઉભેલી જોઈ અને આછા સુર્યપ્રકાશમાં સદિયાનો એ માસુમ ચેહરો જોઇને તેને તેના પર વ્હાલ ઉમટી આવ્યું અને સીધો જ સદિયાની પાછળથી કમર પકડીને સદિયાના ખભા પર પોતાની દાઢી ટેકવી દીધી અને હળવેથી કાન પર બટકું ભરીને પોતાના ગરમ શ્વાસ વડે બોલ્યો
, "આઈ લવ યુ"
થોડું શરમાઈને હસી લીધા બાદ સદિયાએ પોતાના હાથમાં રહેલો ચાનો કપ ઇશાનના મોઢા નજીક લઇ ગઈ અને ઈશાને તેમાંથી એક સીપ પીધી.
"યુ નો મિસ્ટર એમ. ડી. હવે આપ શ્રી મારી જિંદગીમાં બંધાઈ ચુક્યા છો. મારી પોતાની કહી શકું એવી વ્યક્તિ હવે તું છે. મારી અધુરી રહેલી જિંદગી બસ હવે તારી સાથે જ વિતાવી દેવી છે. આઈ લવ યુ." સદિયા એમ જ ઉભા ઉભા બોલી.
ઈશાને જવાબમાં ફક્ત સદિયાના ગાલને હેતથી ચૂમી લીધો.

===***===***===

ઘટા અને ઇશાનની સગાઇ તૂટ્યા બાદ પણ ઇશાનનું ધ્યાન હજુ સેન્ડી પર નહોતું જતું એ જોઇને સેન્ડીને ખુબ જ ગુસ્સો આવ્યો હતો પરંતુ એ કશું બોલી શકે એમ નહોતી. ઇશાન તેની સાથે વાત તો કરતો હતો પરંતુ એવી વાત નહિ કે જે સેન્ડીએ ધારી હતી. સેન્ડીને એમ હતું કે ઘટા સાથે સગાઇ તૂટ્યા બાદ ઇશાનની જિંદગીમાં તે ફક્ત એક જ છોકરી છે અને હું તેને મારો પ્રેમ બતાવીશ જેથી કરીને તે સમજીને ખુદને પ્રપોઝ કરશે પરંતુ એવું કશું જ અહિયાં બન્યું નહોતું. ઇશાન જ્યારે ને ત્યારે ફક્ત ઓફીસમાં જ રહેતો. ક્યાય પણ બહાર જાય તો હમેશા સદિયા સાથે જ હોતો. તે મીટીંગમાંથી આવ્યા બાદ તો ઇશાનમાં જે પરિવર્તન આવ્યું હતું તે સેન્ડી સ્પષ્ટ રીતે જોઈ શકતી હતી. તેને હવે ઇશાન પર શંકા જવા લાગી હતી કે કશુક તો કાચું રંધાઈ રહ્યું છે જેની જાણ તેને પોતાને નથી. જાણવું તો પડશે જ.

સેન્ડી એકવાર અચાનક જ ઓફીસમાં આવી ચડી. સીધી જ કોઈને કહ્યા કે પૂછ્યા વગર ઇશાનની કેબીનમાં પ્રવેશી અને જોયું તો ત્યાં જ સડક થઈને ઉભી રહી ગઈ. ઇશાન અને સદિયા બંને એકબીજાનો હાથ પકડીને વાતો કરી રહ્યા હતા. સેન્ડીથી આ સહન નાં થયું એટલે સીધી જ તે બહાર નીકળી ગઈ. ઇશાન તેની પાછળ ધસી ગયો. સાદિયા સીધી જ મીટીંગ રૂમમાં જઈને કપાળ પર હાથ ટેકવીને બેસી ગઈ. ઈશાને ચુપચાપ આવીને મીટીંગ રૂમ બંધ કર્યો અને સેન્ડીની બાજુમાં જઈને બેસી ગયો.

શું થયું સેન્ડી કેમ અચાનક ઓફીસમાં કેમ આટલી ગુસ્સે છે તારી તબિયત તો ઠીક છે ને ?
ઈશાને સવાલોનો વરસાદ કરી મુક્યો જેથી કરીને સેન્ડીનો ગુસ્સો હળવો પડે.
"એ જ હું તને પૂછું છું કે ઇશાન શું હતું એ બધું ઓફીસમાં તું આ બધું કરવા આવે છે પાપાને ખબર પડશે તો તારી શું હાલત થશે એ ખબર છે તને ?"
ઇશાન થોડો ઝંખવાઈ ગયો. "અરે સેન્ડી એ તો એને થોડી પર્સનલ તકલીફ હતી તો એને સારું લાગે અને પોતાનું લાગે એ માટે થઈને તેનો હાથ પકડીને સમજાવી રહ્યો હતો. બીજું કશું જ નહોતું. વી આર જસ્ટ ફ્રેન્ડ. એક્ચ્યુઅલી ગુડ ફ્રેન્ડ"
"હા એ તો જોયું મેંકેટલી ગુડ ફ્રેન્ડ છે એ તારી એ !" સેન્ડી ચીસ પાડીને બોલી.
"કુલ ડાઉન સેન્ડીકુલ કુલ. લે પાણી પી લે."ઈશાને શાંતિથી જવાબ આપતા કહ્યું.
"આવતીકાલથી હું પણ રેગ્યુલર ઓફીસમાં આવાની છું. મેં પાપાને કહી દીધું છે કે હું હવે બીઝનેસ શીખવા માંગું છું જેથી પાપાએ મંજુરી આપી દીધી છે અને તારી સાથે રહીને શીખવાનું કહ્યું છે."
"ઓહ્હ વાઉધેટ્સ ગ્રેટ ન્યુઝ સેન્ડી. હું તને બધું જ શીખવીશ."ઈશાને તેનો ગુસ્સો ઠંડો પાડવા અને ભૂલાવવા માટે વાત બદલવાનો પ્રયત્ન કરતો હોય એ રીતે હસતા હસતા જવાબ આપ્યો.
"ઓકે", સેન્ડી આટલું બોલીને ચાલી ગઈ.

બીજા દિવસે આવીને બધા જોડે ઓળખાણ કરી અને છેલ્લે સદિયા પાસે જઈને થોડા સ્પેશીયલ અવાજે બોલી, "તો તમે છો જેમણે આખી ઓફીસ માથે લઇ લીધી છે. તમારા કારણે આ કંપનીમાં આટલા મોટા મોટા પ્રોજેક્ટ્સ આવવા લાગ્યા છે. ગુડ. આઈ એમ ઈમ્પ્રેસ્ડ."
"થેંક્યું સંધ્યા"સદિયા થોડા ધીમા અવાજે બોલી.
"કંપની તો માથે લઇ લીધી છે પરંતુ કંપનીના ડાયરેક્ટરને માથે લેવાની કોશિશ નહિ કરતી નહિતર તારી જિંદગી નર્કથી પણ બદતર બનાવી દઈશ એટલું યાદ રાખજે."સેન્ડીના અવાજમાં એકદમ કડકાઈ આવી ગઈ અને આંખોમાં લાલાશ જોઇને સદિયા થોડી સહેમી ગઈ.
"તને ખબર છે ઇશાનની સગાઇ થઇ ગઈ હતી અને તૂટી પણ ગઈ. અને હવે તે મારી સાથે સગાઇ કરીને લગ્ન કરવાનો છે. એટલે એ વધારે સારું છે કે તું ફક્ત કામ પર ધ્યાન આપે. નહી કે કંપનીના માલિક પર."સેન્ડી જાણે કે ઝેર ઓકતી હોય એવું લાગી રહ્યું હતું.
"વ્હોટ ?" સદિયા ચોકી ગઈ.
મનમાં ને મનમાં વિચારો કરવા લાગી. "તો શું ઈશાને મારી સાથે ફક્ત શરીરસબંધ રાખવા માટે જ પ્રેમનું નાટક કર્યું ?"

વધુ આવતા અંકે....

ભાગ - ૯
હજુ તો સેન્ડી સદીયા જોડે આવી વાતો કરીને નીકળવા જતી હતી ત્યાં જ સદીયાએ તરત જ સેન્ડીનો હાથ પકડ્યો.
સેન્ડી ચોંકી ઉઠી. પોતાની જ ઓફીસમાં પોતાનો એમ્પ્લોયી આવી રીતે તેનો હાથ પકડે ?
એટલામાં જ સદીયા તેને ખેંચીને સીધી જ મીટીંગ રૂમમાં લઇ ગઈ અને જોરથી બારણું બંધ કરી દીધું.

તું શું માને છે તારી જાતને તે તારી કંપનીનો ડાયરેક્ટર છે એટલે તું એની જોડે લગ્ન કરી શકીશ એમ ?
સેન્ડી અદબ વાળીને કટાક્ષ સાથે બોલી, "લાગે છે તને તારી નોકરી પ્રત્યે પ્રેમ નથી."
અરે ! તારી કંપની જેવી ૧૦ કંપનીઓને હું ઠોકર મારીને અહિયાં સુધી પહોચી છું. મને તારી કંપનીની નહિ પણ તારી કંપનીને મારી જરૂર છે એટલે મને રાખી છે. એટલે મહેરબાની કરીને આ નોકરીની ધમકી કોઈ બીજાને આપજે એ જ સારું રહેશે.

સેન્ડી ફરી પાછુ કટાક્ષ કરતા બોલી
, "લાગે છે હજુ તું મને સરખી રીતે ઓળખતી નથી કે તું કોની સાથે વાત કરી રહી છે ?"
ખુબ જ સારી રીતે ઓળખું છું "મિસ. સંધ્યા પ્રબોધ મહેતા" આ કંપનીના માલિક પ્રબોધ મહેતાની એક ની એક દીકરી છો. અમેરિકામાં મોટા થયેલા છો અને લાડકા છો એટલે જાહેર વાત છે કે અલ્લડ તો હોવાના જ. કારણ કે સોનાની ચમચી સાથે જન્મેલા છો. ઇશાન અને તમે બંને બાળપણના દોસ્ત છો એ પણ ખબર છે. અને તમે છેલ્લા ૨ દિવસથી ઓફીસમાં આવ્યા એમાં પણ તમારું કેરેક્ટર મને ઓળખાઈ ગયું છે મિસ સંધ્યા મહેતા. હજુ બીજું કશું નવું જાણવું છે ?

હવે સેન્ડીથી આ સહન નાં થયું કેમ કે સદીયા તેનાથી સહેજપણ ડરી રહી નહોતી. પરંતુ આખરે જે વાત નાં કારણે આજે બંને સામસામે આવ્યા હતા તે નામ હતું ઇશાન. જે સદીયાના મોઢેથી નીકળતા જ તે થોડી ઢીલી પડી ગઈ અને આ મુદ્દાને પ્રેમથી હલ કરવાનું વિચાર્યું.

દોસ્ત 
ઇશાન દોસ્ત નહિ મારી જાન છે જાન. જેના વગર હું શ્વાસ પણ નથી લઇ શકતી. મારી દરેક નાની મોટી જરૂરિયાતો અને માંગ એ કોઈ પણ ભોગે પૂરી કરે છે. મારા માટે એ બધું જ છે. જેને મેં બાળપણથી જ પ્રેમ કર્યો છે. જ્યારથી મેં પ્રેમને સમજ્યો છે ત્યારથી બસ મારી પાસે મારા હૃદયમાં ફક્ત અને ફક્ત એક જ નામ છે અને તે છે "ઇશાન" એવો કયો દોસ્ત હોય જે આવું બધું જ ધ્યાન રાખતો હોય દોસ્તી આવી નાં હોયઆ તો પ્રેમ છે પ્રેમ. ઇશાન ભલે મને કહે નહિ પણ એની આ દરેક બાબતમાં એનો મારા તરફનો પ્રેમ મને હમેશા દેખાતો રહ્યો છે.

શું ઈશાને તને ક્યારેય કહ્યું છે કે એ તને પ્રેમ કરે છે 
તેણે કોઈ દિવસ આ બાબતે તને કહ્યું છે કે તે તારા વગર નહિ રહી શકે તેણે કોઈ દિવસ તારી જોડે ફલર્ટ કરવાની કોશિશ કરી છે તું આટલા સમયથી અમેરિકા હતી તે દરમિયાન પણ તે એકદમ મસ્ત રીતે પોતાની લાઈફ જીવતો જ રહ્યો છે ને. એની આંખમાં કોઈ દિવસ તે તારા પ્રત્યે હેત છલકાતું જોયું છે ?

સદીયાને આવા પ્રશ્નોની જડી કરતી જોઇને સેન્ડી અકળાઈ ઉઠી. તો પણ તેણે ફક્ત ટુકાક્ષરીમાં જવાબ આપ્યો
, "નાં"

"તો પછી તું કઈ રીતે કહી શકે કે ઇશાન તને પ્રેમ કરે છે ?" , સદીયાએ દલીલ કરતા પૂછ્યું.
અરે એમાં કહેવાનું શું હોય એ તો ખુદ સમજી જશે જ. મારી આંખોનો પ્રેમ તેને આજ નહિ તો કાલે દેખાશે જ. સવારમાં મને જગાડવાથી માંડીને રાત્રે મને સુવાડવા સુધીમાં એ મને કેટલીય વાર ફોન કરે છેમેસેજ કરે છેમારું ધ્યાન રાખે છે. શું આ સબંધને હવે શબ્દોની જરૂર લાગે છે ?

એ જ તો ફર્ક છે સેન્ડી. પ્રેમ કરે છો તો ઈઝહાર કરવો જરૂરી છે જે તે હજુ સુધી કર્યો જ નથી. અને ઈશાને મને તો ઈઝહાર પણ કરી ચુક્યો છે અને એ ઈઝહારનો હું એકરાર પણ કરી ચુકી છું. તે હવે તારી જિંદગીમાં નથીજો કે આજ સુધી પણ તે તારી જિંદગીમાં નહોતો જ સેન્ડી.

નહિ ! એ કદાપી નહિ બની શકે. હું એ નહિ થવા દઉં. ઇશાન મારો જ હતો અને મારો જ રહેશે. હું કોઈ પણ ભોગે કોઈને પણ મારાથી ઇશાનને છીનવવા નહિ દઉં.
"આનું પરિણામ ભોગવવા તૈયાર થઇ જજે સદીયા." આટલું બોલીને સેન્ડી સીધી જ ત્યાંથી દરવાજો ખોલીને ચાલી નીકળી.

સદીયા ત્યાં ઉભી ઉભી જ વિચારે ચડે છે કે જો ઈશાને હજુ સુધી સેન્ડીને કશું કહ્યું જ નથી તો પછી એનો મતલબ એમ થાય કે ઈશુ મને જ પ્રેમ કરે છે અને સંધ્યા ફક્ત અને ફક્ત તેની દોસ્ત જ છે. મને ખબર જ હતી કે મારો ઈશુ મારી સાથે કોઈ દિવસ દગો નાં જ કરી શકે
 અને હવે કશુક નવાજૂની પણ થઇ શકે છે અને છેલ્લે મારી નોકરી પણ જઈ શકે છે તેનો અંદાજ પણ સદીયાને આવી ચુક્યો હતો.

===**===**===

એ પછીના દિવસથી સેન્ડી કોઈને કોઈ બહાને સદીયાને હેરાન કરવાનું કરતી. તેને જાહેરમાં ઉતારી પાડતી
તેના પર ગંદા ગંદા જોક્સ કરતી. સદીયા બધું જ એમ ને એમ ચુપચાપ સહન કરતી હતી અને ઇશાનને આ વાતની ગંધ પણ નહોતી આવા દીધી.

સેન્ડીનાં આ પ્રયત્નો નિષ્ફળ જતા તેણે સદીયાનું કામ બગાડવાનું નક્કી કર્યું. સદીયાએ કરેલા કોઈ પણ કામમાં તે કોઈને કોઈ ભૂલ કાઢતી અથવા તો જાતે કરીને કોઈક ડોક્યુમેન્ટ સંતાડી દેતી અને ત્યારબાદ સદીયા પર તે ડોક્યુમેન્ટ માટે તેના પર ચીસો પાડતી. જ્યારે જ્યારે પણ સદીયા ઇશાનની કેબીનમાં જતી ત્યારે પાછળ પાછળ જ સેન્ડી પણ કોઈક ફાઈલ લઈને ત્યાં પહોચી જતી જેથી કરીને ઇશાન અને સદીયાને એકાંત નાં મળે.

હદ તો ત્યારે થઇ ગઈ જ્યારે સદીયાએ કંપનીના પ્રેઝેન્ટેશન માટે તૈયાર કરેલી પાવરપોઈન્ટ પ્રેઝેન્ટેશનની ફાઈલમાં ચેડા કર્યા. કંપનીનો બધો જ ડેટા કંપનીના સર્વરમાં સ્ટોર થતો. બીજા દિવસે ક્લાયન્ટ સાથે મીટીંગ હતી જેમાં તે પ્રેઝેન્ટેશનની ખુબ જ જરૂર પડવાની હતી. પરંતુ સેન્ડીએ સદીયાના યુઝર આઈડી અને પાસવર્ડની ડીટેઇલ લઈને તે તૈયાર કરેલી ફાઈલમાં કંપનીની પ્રોફાઈલની જગ્યા એ એડલ્ટ ફોટાઓ અને પોર્ન વિડીઓની કલીપ તે પ્રેઝેન્ટેશનમાં સેટ કરી દીધી હતી. જેના કારણે આજે ઇશાનને ક્લાયન્ટ સામે શરમથી માથું ઝુકાવવું પડ્યું હતું. તે દિવસે તેણે સદીયાને ખુબ જ રિમાન્ડમાં લીધી હતી. બધાયની વચ્ચે તેણે સદીયાને નાં કહેવાનું કહી ચુક્યો હતો. જેના કારણે સદીયા નીચું માથું રાખીને રડી રહી હતી. અને સેન્ડી ઇશાનની પાછળ ઉભી ઉભી દાઢમાં હસી રહી હતી.

સેન્ડી મનમાં બબડાટ કરી રહી હતી કે હજુ તો તારે ઘણું બધું જોવાનું બાકી છે સદીયા. હજુ તો આ શરૂઆત છે. તે મારા પ્રેમ પર હાથ નાખ્યો છે. તેનું પરિણામ તો તારે ભોગવવું જ પડશે.

ઇશાનને ૨ દિવસ માટે કંપનીની મીટીંગ માટે બહાર જવાનું થયું. અને તેથી પ્રબોધભાઈ ઓફીસમાં આવ્યા હતા. સેન્ડીએ મોકો જોઇને કંપનીની મેઈન ટેન્ડરની ફાઈલ સંતાડી દીધી જેની કસ્ટડી હમેશા સદીયા પાસે રહેતી. ત્યારબાદ પ્રબોધભાઈને એવી ફરિયાદ કરવામાં આવી હતી કે સદીયાએ તે ફાઈલ ખોઈ નાખી છે અથવા તો શક્યતા એ છે કે તેણે આપણી કંપનીની ફાઈલ આપણા હરીફને પૈસા માટે વેચી નાખી હશે. કારણ કે થોડા દિવસ પહેલા પણ પ્રેઝેન્ટેશનમાં ઇશાનને બધાય સામે જુકવું પડ્યું હતું તે પણ સદીયાના કારણે જ. આનાથી આપણી કંપનીની રેપ્યુટેશન પર ખુબ મોટો ફટકો પડી શકે છે પાપા. મને લાગે છે કે હવે સદીયાને આ કંપનીમાંથી કાઢી નાખવી જોઈએ નહિતર આપણી બધી જ મહત્વની માહિતી લીક થઇ શકે છે.

પ્રબોધભાઈને પોતાની દીકરીની વાત વ્યાજબી લાગતા કોઈને પણ પૂછ્યા વગર જ સીધી જ સદીયાને નોકરીમાંથી કાઢી મૂકી અને સદીયા તો જાણે પહેલેથી જ તૈયાર બેઠી હોય એમ પર્સ લઈને ઉભી થઈને ઓફીસની બહાર નીકળવા લાગી અને છેલ્લી વાર સેન્ડી તરફ એકદમ કાતિલ ભયંકર નજર બગાડી.
સેન્ડી તેની સામે જોઇને મંદ મંદ હસી રહી હતી.

===**===**===

તે દિવસે જ સાંજે ઘરે પ્રબોધભાઈ અને સેન્ડી બંને ડીનર લીધા બાદ શાંતિથી બેઠા હતા અને ટીવી જોઈ રહ્યા હતા અને સેન્ડીએ મોકો જોઇને આખરે વાત કહેવાની શરૂઆત કરી.
પાપા મારે તમારી સાથે કઈક વાત કરવી છે. 
"હા બોલને બેટા"પ્રબોધભાઈએ લાડથી સેન્ડીના માથા પર હાથ પસવારતા પૂછ્યું.
"પાપા આજ સુધી મેં જે પણ માંગ્યું એ બધું જ તમે મને આપ્યું. મારી દરેક જરૂરીયાતને તમે પૂરી કરી છે. મને ક્યારેય કોઈ પણ વસ્તુ માટે નાં નથી પાડી. તો આજે પણ હું તમારી પાસેથી કશુક માંગવા ઈચ્છું છું. શું તમે આપશો ?"
"અરે કેમ નહિ મારી દીકરી કશું માંગે અને હું એ નાં આપું એવું થોડું બને. બોલ ને બેટા."
"પાપા મને ઇશાન જોઈએ છે."
"શું એટલે ?", પ્રબોધભાઈએ થોડા ચોકીને પૂછ્યું.
"પાપા ! હું ઇશાનને પ્રેમ કરું છું. એના વગર જીવી નહિ શકું પાપા. મારે તેની સાથે લગ્ન કરવા છે. મારી જિંદગી એની સાથે કાઢવી છે. હું એની સિવાય બીજા કોઈ જોડે આટલી ખુશ નહિ રહી શકું."
પ્રબોધભાઈ થોડીવાર માટે વિચારમાં પડી ગયા પરંતુ પછી આખરે વિચાર કર્યો કે તે આમ તો બાળપણથી જ સાથે રહેલો છે અને આટલી સારી પોઝીશન પર છે અને તેની સાથે જો લગ્ન થશે તો મારી દીકરીનું તે સારી રીતે ધ્યાન પણ રાખશે અને મારી દીકરી મારાથી દુર પણ નહિ થાય.
અરે વાહ ! મારી દીકરીની પસંદ તો ખુબ સારી છે. મને કશો વાંધો નથી દીકરા. હું તારા લગ્ન ઇશાન જોડે કરાવી આપીશ.
"ઓહ્હ આઈ લવ યુ પાપા. યુ આર વર્લ્ડ'સ બેસ્ટ પાપા." કહીને સેન્ડી પ્રબોધભાઈને ભેટી પડી.
પણ દીકરા મારે હજુ એકવાર ઇશાન જોડે પણ વાત કરવી પડશે. એને પણ પૂછવું જરૂરી છે.
"નાં પાપા એને પૂછવાની જરૂર નથી. એની પણ હા જ છે. એ પણ મને ખુબ પ્રેમ કરે છે."સેન્ડીએ એમને એમ જ પ્રબોધભાઈને જવાબ આપી દીધો.
વાહ ! તો તો કરો કંકુના. હું કાલે જ ગોર મહારાજને બોલાવીને સગાઇ અને લગ્નની તારીખ નક્કી કરાવી લઉં છું.
"પણ બેટા એક વાત તને યાદ છે ને કે તેની એકવાર સગાઇ તૂટી ચુકી છે. તને બધી ખબર તો છે ને ?", પ્રબોધભાઈએ થોડા ચિંતિત સ્વરે પૂછ્યું.
હા પાપા મને બધી જ ખબર છે. તમે ચિંતા નહિ કરો.

===**===**===

ઇશાન ૨ દિવસ બાદ ઘરે આવતા જ તેને બધી વાતની ખબર પડી કે સદિયાને ઓફીસમાંથી હાંકી કાઢી છે અને સેન્ડીની સગાઇ અને લગ્ન તેની સાથે થવાના છે. ઇશાનને આ બધું શું થઇ રહ્યું હતું કશું જ સમજાતું નહોતું. પ્રબોધભાઈએ તો બધે જ ફેલાવી દીધું હતું કે ઇશાન જ તેનો જમાઈ બનશે.

"
ખરાબ વાતની સૌથી સારી વાત એ હોય છે કે જેના વિષે એ ખરાબ વાત હોય છે તેને સૌથી છેલ્લે ખબર પડતી હોય છે."

ઇશાન સાથે પણ આવું જ કશુક થયું હતું. હવે તેને સંધ્યા સાથે મળીને બધી વાતની ચોખવટ કરી લેવાનું જ યોગ્ય લાગ્યું અને તરત જ સંધ્યાને ફોન કર્યો અને સામે છેડે સંધ્યાએ એકદમ મસ્તીભર્યા ટોનમાં કહ્યું "હા બેબી ! તું કહીશ ત્યાં આવીશ બસ."

ઇશાન સેન્ડીને લઈને દરિયાકિનારે ગયો જ્યાં કોઈ માણસની ચહલપહલ નહોતી. ત્યાં પહોચતાવેત ઇશાન બરાડી ઉઠ્યો.
"શું છે આ બધું સેન્ડી આ શું કરવા બેઠી છો તું સદિયાને પણ તે નોકરીમાંથી કઢાવી મૂકી. શું કામ  ?"
"પ્રેમ છે ઈશુ પ્રેમ. તારા તરફનો ગાંડો પ્રેમ"
"વ્હોટ પ્રેમ સગાઇ લગ્ન આ બધું મજાક નથી હોતું સેન્ડી."
"મેં ક્યા કીધું કે હું મજાક કરું છું ઈશુ. મેં તો પાપાને એ જ કહ્યું જે હકીકત હતી. તું કહી શકતો નહોતો એટલે મેં કહી દીધું. સિમ્પલ."સેન્ડી બને એટલું હળવાશથી જવાબ આપવાની કોશિશ કરી રહી હતી.
"મેં તને ક્યારેય કહ્યું છે કે હું તને પ્રેમ કરું છું ક્યારેય પણ એવું વર્તન કર્યું છે કે મને તારી સાથે પ્રેમ છે એમ તો તું કઈ રીતે માની લે છે ?", ઇશાન બોલ્યો.

બસ ઈશુ બસ. બહુ થયું હવે. એમ કરતા સેન્ડી જોરથી બરાડી ઉઠી.
બાળપણથી લઈને આજ સુધીની મારી જિંદગીમાં એવી કઈ બાબત છે કે જે તારા વગર બની હોય મારી એવી કઈ વાત છે જેમાં તું શામેલ નાં હોય મારી દરેક નાની નાની જરૂરિયાતોમારી પસંદ-નાપસંદસ્વભાવગુસ્સોવ્હાલ બધું જ તને ખબર છે. ફક્ત અને ફક્ત તે જ મને સાચવી છે ઈશુ. મને ખવડાવા માટે પણ તું મારી પાછળ લાગેલો રહે છે. એ પ્રેમ નથી તો શું છે મને ઊંઘ નાં આવતી હોય ત્યારે મારું માથું તારા ખોળામાં રખાવીને તું મને માથે વ્હાલથી હાથ ફેરવતા ફેરવતા પરીઓની વાર્તા કહે છે એ પ્રેમ નથી તો શું છે હું બીમાર હોઉં તો તારી ઊંઘ હરામ થઇ જાય છે એ પ્રેમ નથી તો શું છે મને કઈ પણ તકલીફ થઇ જાય તો એ સોલ્વ કરવા માટે તું કોઈ પણ હદ પાર કરી જાય છે એ પ્રેમ નથી તો શું છે અરે મારા કારણે તો તું જેલ સુદ્ધા ભોગવી ચુક્યો છે એ પ્રેમ નહોતો તો શું હતું નાનેથી આવડી મોટી થઇ અને બધું જ તારા પર જ આવીને અટકી જતું હતું એ પ્રેમ નથી તો શું હતું ઈશુ જવાબ દે મને.
ઇશાન સાંભળીને ચુપ થઇ ગયો. વિચારવા લાગ્યો.

ખરેખર સાચી વાત છે કે જે પુસ્તક આંખોની સાવ નજીક હોય એનું લખાણ આપણે વાંચી શકતા નથી હોતા.

નાં એ પ્રેમ નાં કહેવાય. એ ફક્ત અને ફક્ત મારી ફરજ પૂરી કરી રહ્યો હતો. હા
મને તારી કેર કરવી ગમે છે. કારણ કે મારી કેર કરવાવાળું કોઈ નહોતું અને મને સાચવવાવાળું પણ કોઈ નહોતું ત્યારે તારા પાપાએ મને સાચવ્યો છે. મને ભણાવી ગણાવીને આજે આ પોઝીશનને લાયક બનાવ્યો છે. એ વખતે જો તે નાં હોત તો હું અહિયાં નાં હોત. ત્યારે મેં તને જોઈ અને જોયું કે તું માં વગરની છે ત્યારે જ મેં નક્કી કરી નાખ્યું હતું કે તને કોઈ દિવસ માંની કમી મહેસુસ નહિ થવા દઉં. તને હંમેશા ખુશ રાખીશ. તારી બધી જ ઇચ્છાઓ પૂરી કરીશ. તારી એ ચેહરાની મુસ્કુરાહટ માટે કઈ પણ કરીશ. જેના કારણે હું પહેલેથી તારા તરફ પ્રોટેક્ટીવ અને કેરીંગ બની ગયો છું. તું મારી જિંદગીની સૌથી સારી દોસ્ત છે પરંતુ મેં તને ક્યારેય પણ એ નજરથી નથી જોઈ અને દોસ્તીથી આગળના સબંધ વિષે ક્યારેય વિચાર્યું પણ નથી.

સેન્ડી આ બધું સાંભળીને હવે પથ્થરને પણ પીગળાવી દે એટલું આક્રંદ કરી રહી હતી. તેને હવે સમજાઈ ગયું હતું કે તે જેને પ્રેમ સમજતી હતી તે તો ફક્ત દોસ્તી અને ફરજ નિભાવી રહ્યો હતો. પરંતુ મેં તો તેને સાચા હૃદયથી પ્રેમ કર્યો છે. મેં એને આજ સુધી કહ્યું નહિ એ મારી ભૂલ 
મેં કોઈ દિવસ એને એવો ઈશારો પણ નથી કર્યો કે તેને થોડી પણ ભનક લાગે કે હું તેના પ્રેમમાં છું પણ એનો મતલબ એમ પણ નથી કે તે પ્રેમ નથી.

"નહિ ઈશુ નહિહું તને છોડી નહિ શકું."
સેન્ડીનો આક્રંદ હવે ચિત્કારમાં પરિવર્તન પામ્યો હતો. વર્ષોથી જે લાગણીઓપ્રેમદુઃખ-દર્દને સેન્ડી પોતાના હૃદયમાં ધરબાવીને બેઠી હતી તે સમંદર હવે ખળભળી ઉઠ્યો હતો. તોફાનનાં કારણે આ બધી જ લાગણીઓમાં હવે વમળો સર્જવા લાગ્યા હતા. જે હવે બહાર નીકળવાના હતા.

નાની વયમાં મને મારી માં છોડીને જતી રહી
પાપાને મારી માટે એટલો સમય નહોતો જેટલો એક બાળકને જરૂરી હોય. તે તેના બીઝનેસમાં જ બીઝી રહેતા. એવામાં મને તારા સ્વરૂપે એક ભેટ પાપાએ આપી જેની સાથે હું આખી જિંદગી જીવી શકું પરંતુ તે હરામી માણસનાં લીધે હું તેની હવસનો શિકાર બની અને તે તેનું ખૂન કરી નાખ્યું અને તું જેલમાં ગયો. મારાથી દુર. પાપાએ જાણે એ વાગ્યા પર ડામ દીધો હોય એમ મને તેમનાથી અને તારાથી દુર અમેરિકા મોકલી દીધી. પાછી આવી તો તારી સગાઇના સમાચાર સાંભળ્યાસગાઇ તૂટી ગઈ ત્યાં ખબર પડી કે તને ઓફીસની સદીયા જોડે પ્રેમ થઇ ગયો છે. આમાં તો હું માત્ર મુક પ્રેક્ષક બનીને જ જોતી રહી ઈશુ. મારી લાગણીઓ કોઈને દેખાઈ જ નહિ મારા હૃદય પર પડેલા ઘાવને તમે લોકોએ રૂઝાવા જ નાં દીધા. એક પછી એક ઉઝરડા પાડતા જ રહ્યા અને હું સહન કરતી રહી. શું આ બધું મેં મારી માટે સહન કર્યું નહિ ઈશુ નહિ. મેં આ બધું જ તને મેળવવા અને તને પામવા માટે સહન કર્યું છે. બાળપણમાં થયેલી એ શારીરિક શોષણની ઘટના પછી મને કોઈ પણ પુરુષનો સ્પર્શ ગુસ્સો દેવડાવી દેતો. મને નફરત થઇ આવતી. એ બધા જ પુરુષોમાં ફક્ત તું એક જ એવો છે જેનો સ્પર્શ મને પોતાનું ફિલ કરાવે છે. મારા શરીરમાં પ્રેમના તાર હલબલાવી મુકે છે. શું તને મારી સાથે ક્યારેય પણ એક સેકંડ માટે પણ પ્રેમ નથી થયો ઈશુ ?

આજે સેન્ડી પોતાનું હૃદય ઉલેચી રહી હતી. જિંદગીની એક એક દુઃખદ ઘટના અને હૈયાવરાળને બહાર નીચોવી રહી હતી. હ્રદયમાં ધરબાયેલા એ દુઃખો અને પીડાઓ આજે ચિત્કાર બનીને પોકારી રહી હતી. અને ઇશાન આ બધું જ સાંભળતો ચુપચાપ ઉભો હતો.

શું 
તને કોણે કહ્યું કે મને સદીયા જોડે પ્રેમ થઇ ગયો છે ક્યાંક એટલે તો તે તેને ઓફીસમાંથી હાંકી નથી કાઢી ને વેઇટ વેઇટ તો શું ઘટાને મારાથી દુર કરવામાં પણ તારો જ હાથ છે ઇશાનના મગજમાં હવે બધું ધીમે ધીમે ક્લીયર થતું જતું હતું.

હા
મેં જ સદીયાને ઓફીસમાંથી હાંકી કાઢી કારણ કે તેણે જ મને કહ્યું કે તમે બંને પ્રેમમાં છો. જે વાત મારાથી સહન નાં થઇ. ઘટાને પણ મેં જ તારા વિરુદ્ધ શંકાના વાદળો ઘેર્યા અને તને તેના તરફ નફરત જાગે એવા નાટકો પણ કર્યા. આફ્ટરઓલ એવરીથીંગ ઈઝ ફેર ઇન લવ એન્ડ વોર ઈશુ. તારી અને મારી વચ્ચે જે કોઈ પણ આવશે તે પોતાની ઓળખ યાદ રાખવા જેવા પણ નહિ રહે. તું ફક્ત મારો અને મારો જ છે.

આટલું સાંભળતા જ ઈશાને સેન્ડીને ગાલ પર ૧ તમાચો ચોડી દીધો. પ્રેમ ક્યારેય છીનવીને નથી મેળવી શકાતો સેન્ડી. તું એ વાત કેમ સમજતી નથી. પ્રેમ તો પોતાનો રસ્તો જાતે કરે છે. તે તો આપોઆપ થાય છે. આ કોઈ રમત થોડી છે જે કોઈની પણ જિંદગી સાથે તમે રમી શકો. હું તને પ્રેમ કરતો નહોતો
કરતો નથી અને કરી શકીશ પણ નહિ. કારણ કે હું ફક્ત અને ફક્ત સદીયાને જ પ્રેમ કરું છું અને એની સાથે જ લગ્ન કરીશ.

ઓકે. એમ કરીને સેન્ડીએ પર્સમાંથી સીધી જ ઉંદર મારવાની દવા કાઢી અને મોઢે શીશી લગાવા જતી હતી ત્યાં જ ઈશાને હાથ પકડી લીધો અને શીશી ફેંકાવી દીધી. જો ઈશુ તું મારી જીદંગીમાં નથી તો મારે આ જિંદગીનું કશું કામ નથી. હું ફક્ત અને ફક્ત તને જ ચાહું છું. હું તારા સિવાય બીજા કોઈ જોડે લગ્ન નહિ કરી શકુ. હું તારા વગર એક પળ પણ જીવવા નહિ માંગતી. તારી સાથે જીવેલી અત્યારસુધીની દરેક પળ મારી માટે હંમેશા અમુલ્ય રહેશે.

આખરે ઇશાન વિચારે ચડ્યો કે જેને કારણે આજે આ પોઝીશન પર છું એમનો એ એહસાન મારે હજુ પણ ચુકવવાનો બાકી છે. મેં સામે તે એહસાનના બદલામાં શું આપ્યું 
કશું જ નહિ. હવે તે સમય આવી ગયો છે કે પ્રબોધ અંકલના એ એહસાનનો બદલો હું સેન્ડીની ખુશીઓથી ચૂકવીશ. જો સેન્ડી સાથે લગ્ન કરવાથી સેન્ડી ખુશ રહેતી હોય તો હું મારા અરમાનોની હત્યા કરીને પણ એને ખુશ રાખીશ.

ઈશાને સંધ્યાના બંને હાથ પકડીને પ્રેમથી કહ્યું
,"ભલે સંધ્યાહું તારી સાથે જ લગ્ન કરીશતારી ખુશીઓ માટે મને આ સબંધ મંજુર છે."

વધુ આવતા અંકે.

ભાગ - ૧૦
ઇશાન અને સેન્ડી આખરે લગ્ન કરવાના નિર્ણય પર આવી ચુક્યા હતા જેની જાણ સદીયાને ઈશાને કરી દીધી હતી. સદીયાને તો જાણે આંચકો જ લાગી ગયો હતો આ સાંભળીને કે જે વ્યક્તિને જિંદગીમાં જગ્યા આપી અને એ જ વ્યક્તિ મારી જિંદગીમાં નહિ રહે મારા પ્રેમમાં શું ખામી હતી પરંતુ બીજી જ ઘડીએ સદીયાને ઇશાનની મજબૂરી અને તેનું લગ્ન કરવા પાછળનું કારણ પણ ઈશાને તેને કહ્યું જ હતું જેથી સદીયા પણ બધું જ સમજતી હતી.

મોડી રાત થઇ ચુકી હોવા છતાય સદીયા ઉઘાડી આંખે પથારીમાં પડખા ફેરવી રહી હતી. ઊંઘ આજે કોઈ ચોરી ગયું હતું. તે યાદ કરી રહી હતી તે ઘડી જ્યારે એક વખત સદીયાએ ઇશાનની આંખમાં આંખ નાખીને આ વાત કરી હતી.

"ઈશુ.. આ પ્રેમ શું છે ક્યારે થાય છે કેવી રીતે થાય છે એ મને નથી ખબર. પરંતુ જ્યારથી મેં તને જોયો છેજાણ્યો છે અને સમજ્યો છે ત્યારથી લાગ્યું કે જાણે મારામાં જે ખૂટી રહ્યું હતું એ માત્ર અને માત્ર તું જ છે. આ પૂર્ણતાનો અહેસાસ હું મારા રોમેરોમમાં મહેસુસ કરી શકું છું. આ સ્વાર્થી દુનિયામાં મારા અસ્તિત્વને જાણે એક મતલબ મળી ગયો છે. તને મેળવી લીધા પછી હવે મને કશું જ નથી જોઈતું એ લાગણી અનુભવી રહી છું. તું એ જ છે જે મારા જીવનનું વજૂદ છે. આઈ લવ યુ ઈશ. લવ યુ સો મચ."
આટલું બોલીને સદીયા ઇશાનના ગળે વળગીને બસ ઇશાનના હૃદયના ધબકારા સાંભળ્યા હતા. અને થોડીવાર બાદ ઈશાને સદીયાનો ચેહરાને વ્હાલભર્યા ચુંબનોથી નવડાવી દીધો હતો. આ ઘટનાને યાદ કરતા કરતા સદીયા તકિયાને છાતીસરસું ચાપીને સુવાની કોશિશ કરી રહી હતી. આંખના ખૂણા ભીના થઇ ચુક્યા હતા પરંતુ આ રાત તેને આજે ખાવા દોડી રહી હતી. અંતે તે ઊંઘની ગોળી ખાઈને સુઈ ગઈ.

===***===***===

બીજી તરફ ઇશાન પણ સદીયાને યાદ કરી કરીને વિચારોની દુનિયામાં ખોવાયેલો હતો. ઓફીસનું કામ એકબાજુ પડ્યું હતું અને બસ બેઠા બેઠા ખુલ્લી આંખોએ જાણે સપના જોઈ રહ્યો હતો જેમાં ફક્ત અને ફક્ત સદીયા હતી. એટલામાં જ એ સપનું તૂટ્યું કારણ કે સેન્ડીનો ફોન આવ્યો હતો.

"હા બોલ સેન્ડી"ઈશાને એકદમ નરમ અવાજથી ધીમેથી જવાબ આપ્યો.
"અરે ! કેમ આમ મોઢું લટકાવીને વાત કરે છે હા ?" સેન્ડીએ થોડા મજાકના સ્વરે પૂછ્યું.
"બસ કશું નહિતું બોલ હું સાંભળું જ છું." ઈશાને ફરીવાર એવો જ જવાબ આપ્યો.
"અરે મારા ઈશ્કમીજાજી ભોળા પાગલ લલ્લુઆમ દેવદાસની આત્મા બનીને વાત કરીશ તો કેમ ચાલશે ?"
"બસ એમ જ ચાલે છે સેન્ડીશું બોલવું, શું કરવું કશું જ સમજમાં નથી આવતું. મગજ જાણે સાવ જ બંધ થઇ ગયું છે."
"અરે વાહ ! તો તો સૌથી સારું થયું. તારા મગજને કહેજે કે બંધ જ રહે અને ચુપચાપ મને પ્રેમ કરવાનું શરુ કરે."
"હમમ" ઈશાને હોંકારો આપ્યો.
"મેરે હોનેવાલે વો" કહેતા સેન્ડીએ હસતા હસતા ફોન મૂકી દીધો.

===***===***===

સેન્ડીના ઘરમાં બધી જ તૈયારીઓ થઇ ચુકી હતી. ઘરમાં મહેંદીની રસમ ચાલી રહી હતી. ઇશાન પણ પ્રબોધભાઈના ઘરે જ હતો. લગ્નગીતો ગવાઈ રહ્યા હતા. ઘરમાં ફૂલોથી કરેલા શણગારને કારણે ઘર આખું મહેકી રહ્યું હતું. દરેક લોકો આનંદ ઉત્સવ મનાવી રહ્યા હતા અને બધા જ ખુબ ખુશ હતા. ઇશાન શેરવાની પહેરીને તૈયાર થઇ રહ્યો હતો જ્યારે સેન્ડીના હાથમાં મહેંદી મુકાઈ રહી હતી. મહેંદીના કલર કરતા તો એના ચેહરા પરની ખુશીનો રંગ આ ઘરને વધુ મહેકાવી રહ્યો હતો. નાની ઢીંગલીઓ જેવી દીકરીઓ ઘરમાં ડાન્સ કરી રહી હતી અને મહેમાનો તેને માણી રહ્યા હતા. એટલામાં જ જોરથી અવાજ આવ્યો.

"ઇશાન.... ઈઇ શા શા ન ન ન ..."
દરેક લોકોનું ધ્યાન અવાજની દિશામાં ગયું. જોયું તો દરવાજા પર સદીયા ઉભી હતી. ઇશાનને બોલાવી રહી હતી. અવાજ સાંભળીને ઇશાન રૂમમાંથી બહાર આવ્યો અને જોયું તો રડેલી આંખો સાથે સદીયા ઘરના દરવાજે ઉભી હતી. તેને જોઇને ઇશાન નીચે આવ્યો અને નીચે આવતાની સાથે જ સદીયા દોડીને એના ગળે વળગી પડી અને રડવા લાગી અને હીબકા ભરતી ભરતી બોલી, "હું મારી જાતને તારી પાસે આવતા નાં રોકી શકી ઈશુહું નહિ રહી શકું તારા વગર અને તું પણ મારા વગર નહિ જ રહી શકે એ વાત પણ હું જાણું જ છું. હું જગજાહેર અત્યારે બધાયને કહીશ કે આપણે બંને એકબીજાને કેટલો પ્રેમ કરીએ છીએ. તું ફક્ત અને ફક્ત મારો જ ઇશાન. હું તને કોઈ બીજા સાથે જોઈ નહિ શકું. આઈ લવ યુ ઈશુ."

આટલું સાંભળતા જ ઇશાનમાં પણ જાણે એકાએક શક્તિનો સંચાર થયો અને લોકોની પરવાહ કર્યા વગર જ સદીયાને પોતાની બાહોમાં સમાવી લીધી અને તેના પ્રેમના ઈઝહારનો એકરાર કરવા લાગ્યો. "આઈ લવ યુ ટુ સદીયા. લવ યુ વેરી વેરી મચ"

એટલામાં જ "ઈશુ... ઈશુ..."નો અવાજ સંભળાયો અને આંખ ખોલીને જોયું તો બાજુમાં સેન્ડી બેઠી હતી અને ઇશાનને ઊંઘમાંથી જગાડી રહી હતી. સેન્ડીએ ઇશાન ઊંઘમાં શું બોલ્યો એ બધું જ સાંભળ્યું અને સદીયાનું નામ પણ સાંભળ્યું હતું. પરંતુ જાણે કશું બન્યું જ નાં હોય એમ નોર્મલ બિહેવ કર્યું. ઇશાન ઉભો થઈને સીધો જ બાથરૂમમાં ફ્રેશ થવા જતો રહ્યો અને સેન્ડી હડપચી પર હાથ ટેકવીને વિચારોના વમળમાં ખોવાઈ ગઈ.

===***===***===

આજે સદીયાનો બર્થડે હતો અને ઇશાન હજુ પણ સદીયાને મળી નહોતો શક્યો કારણ કે સેન્ડી હવે સતત ઇશાનની સાથેને સાથે જ રહેતી. સેન્ડીને એવું હતું કે તેની સાથે વધુ ને વધુ સમય વીતાવીશ અને તેનું ધ્યાન રાખીશ એટલે ઇશાન બધાને ભૂલી જશે. પરંતુ તેને ક્યા ખબર હતી કે દિલના વેપાર આમ જબરદસ્તીથી નાં થાય. તે તો બસ આંખોથી આંખોમાં લેવડદેવડ થઇ જતી હોય.

તે દિવસે જો કે નસીબ સાથે હતું એવું લાગ્યું કારણ કે અચાનક જ પ્રબોધભાઈનો સેન્ડી પર ફોન આવ્યો હતો અને ઘરે બોલાવી હતી તેથી સેન્ડી ઘરે જવા નીકળી ગઈ. સેન્ડીના ઓફીસમાંથી નીકળતા તરત જ ઈશાને પહેલું કામ કોઈ કામનું બહાનું કાઢીને ઓફીસની બહાર નીકળવાનું કર્યું. બહાર જઈને લાલ ગુલાબનો મોટો ગુલદસ્તો અને ગીફ્ટ લઈને સીધો જ સદીયાના ઘરે પહોચી ગયો. પરંતુ ત્યાં જઈને જોયું તો ઘરને લોક મારેલું હતું. ઈશાને સદીયાને ફોન કરવાની કોશિશ કરી પણ ફોન પણ સ્વીચ ઓફ આવી રહ્યો હતો આથી તે ગીફ્ટ અને બુકે ત્યાં જ મુકીને ઇશાન જતો રહ્યો.

સદીયા રાત્રે ઘરે આવી અને જોયું તો એક નાની ગીફ્ટ અને ગુલાબ પડેલા જોયા અને તેને સમજતા વાર નાં લાગી કે આ કોણ મૂકી ગયું હશે. ફટાફટ તે ઘરમાં ગઈ અને સ્વીચ ઓફ થઇ ગયેલો મોબાઈલ ચાર્જમાં મુકીને ગીફ્ટ ખોલવા લાગી. ગીફ્ટ ખોલીને જોયું તો તેમાં એક નાનું શો પીસનું ગીટાર હતું જેનો તાર તૂટી ગયેલો હતો. સાથે જ એક ગ્રીટિંગ કાર્ડ પણ હતું જેમાં ખુબ બધી બર્થડે વિશ લખેલી હતી અને સાથે એક પત્ર પણ હતો. પત્ર ખોલીને વાંચવા લાગી.

મારા હૃદયના ધબકારા જેવી સદીયા,
આ ગીટારના તાર તૂટી ગયેલા છે એનો મતલબ એમ નથી કે તેમાં હવે સંગીત નથી. એવી જ રીતે કોઈ બે વ્યક્તિ ભેગા નાં થઇ શકે તો એનો મતલબ એમ નથી થતો કે તેમની વચ્ચે હવે પ્રેમ નથી. પ્રેમ તો હંમેશા આપણા હૃદયના પટારામાં ધરબાયેલો રહેશે જ પરંતુ આપણે એને નિભાવી નહિ શકીએ. સમયની સાથે આ ગીટારના તાર પણ સંધાઈ જશે એમ જ સમય જતા કોઈને કોઈ બીજી વ્યક્તિ આપણી લાઈફમાં આવીને આપણા હૃદયમાં રહેલું એ દર્દ ચોક્કસથી હળવું કરી નાખશે.
સદીયાતુ મને પ્રોમિસ કર કે તુ કોઈ સારો છોકરો શોધીને તેની સાથે લગ્ન કરીને સેટ થઇ જઈશ. મને ભુલાવી દેજે સદીયાતુ ખુશ રહીશ. સમયની સાથે સાથે ગમે તેવા ઊંડા ઘાવ પણ ભરાઈ જતા હોય છે. આ એક સપનું તૂટ્યા બાદ હવેના તારા બધા જ સપનાઓ પુરા થાય એવી ભગવાનને પ્રાર્થના કરીશ. હું દિલથી દુવા કરીશ કે તારી બધી જ દુવાઓ કબુલ થાય. હંમેશા ખુશ રહેજે સદીયા. હસતી રહેજે.
હેપી બર્થ ડે.
હું તારો જ હતો પણ તારો નાં થઇ શક્યો,ઇશાન.

પત્ર પૂરો થતા સુધીમાં પત્રના ખૂણા પર સદીયાના આંસુઓના ટીપા કાગળને ભીનો કરી ચુક્યા હતા. તેમ છતાયે સદીયાએ તરત જ ઇશાનને ફોન કર્યો.

"હેલોથેંક્યું ફોર ફ્લાવર્સ એન્ડ ગીફ્ટ. હું ખુશ રહીશ ઇશાનખુશ રહેવાની કોશિશ કરીશ. બાય."
કહેતા સદીયાએ ઇશાનનો જવાબ સાંભળ્યા વગર જ ફોન કાપી નાખ્યો. સદીયા ખુબ જ રડી રહી હતી. પ્રેમના આ ચક્રવ્યૂહ કેવા કેવા રચાયા હતા તેનો ખ્યાલ હવે તેને બરાબર રીતે આવી રહ્યો હતો પરંતુ કરે પણ શું હવે તો એ બધો જ વાંક જાણે ભગવાનનો હોય તેમ ભગવાનને દોષ દઈ રહી હતી.

"કેસી યે ખુદાઈ તેરીતુને હી બનાયી ઓ રબ્બા,
કાહે કો બનાયા તુને ઈશ્ક,
બેઝુબાન ઝુબાન કી ભાષાકેસે કોઈ સમજે બતા જા,
કાહે કો બનાયા તુને ઇશ્ક."

===***===***===

લગ્નની તારીખ નજીક આવી ચુકી હતી. ઇશાન અને સદીયા મળી શક્યા નહોતા. જ્યારથી ઈશાને સેન્ડી જોડે લગ્ન કરવાનો નિર્ણય લીધો હતો ત્યારથી સદીયાએ પણ ઇશાન જોડે સાવ સબંધ કાપી નાખ્યો હતો. તેની સાથે સાવ બોલવાનું જ બંધ કરી દીધું હતું. તે હવે ઇશાનની લાઈફમાંથી નીકળી જવા માંગતી હતી. અને સદીયા જોડે આમ કર્યા પછી હવે ઇશાન ક્યા મોઢે તેની સાથે વાત કરી શકે એ વિચારમાં ને વિચારમાં તે સદીયાને કશું જ કહી નહોતો શક્યો. બીજી તરફ સેન્ડી ખુબ જ ખુશ હતી કે તેને ઇશાન મળી રહ્યો હતો. જાણે આસમાનમાં તારાઓની વચ્ચે સેર કરી રહી હોય એમ સેન્ડી ખુશ હતી અને તેને જોઇને પ્રબોધભાઈ પણ ખુબ ખુશ હતા. આ બંનેની ખુશી જોઇને ઇશાન પણ મનોમન હૃદયને મનાવતો હતો કે જેના એહસાનના કારણે આજે પોતે એક સારી લાઈફ જીવી રહ્યો છે તેના આ ચેહરાની મુસ્કાન કેવી રીતે છીનવી શકે.

લગ્નને હવે ફક્ત ૨ જ દિવસની વાર હતી. સેન્ડીના ઘરમાં બધી તૈયારીઓ જોરશોરથી ચાલી રહી હતી. ઇશાન પણ ત્યાં જ હતો. અચાનક ઇશાનના ફોનની રીંગ વાગી અને જોયું તો તે ફોન ઘટાનો હતો. ઇશાન ઘડીક માટે ચોંકી ઉઠ્યો પરંતુ તો પણ તેણે ફોન ઉઠાવ્યો.

"હેલો ઇશાનમારે તને મળવું છે. આજે જઅત્યારે જ. પ્લીઝ નાં નહિ કહેતો."
ઇશાનને ઘડીક શું બોલવું સમજ નાં પડી. પછી થોડીવારે બંને વચ્ચેનું મૌન તોડતા બોલ્યો, "ઓકેક્યા મળવું છે ?"
"ઘરની પાછળ જ. હું ત્યાં ઉભી છું."
"વ્હોટ તને કોણે કહ્યું હું અહિયાં જ છું એમ ?"
"અંશુલે કહ્યુંપ્લીઝ સવાલ પછી કરજે પણ તુ પહેલા નીચે આવી જા."
ઇશાન તરત જ ઘર બહાર નીકળ્યો. પરંતુ જતો હતો ત્યાં જ સેન્ડીનું ધ્યાન તેના પર પડ્યું અને સેન્ડી પણ ચુપચાપ તેની પાછળ નીકળી. જોયું તો ઇશાન ઘરની પાછળની બાજુએ જઈ રહ્યો હતો. આથી સેન્ડીએ પોતાના ઘરની પાછળની બાજુ દીવાલની અંદરની બાજુએથી પાછળ જોયું તો ત્યાં ઘટા ઉભી હતી. રાત્રે ખુબ શાંતિ હતી એટલે તે પણ કોઈ પણ પ્રકારનો અવાજ નાં આવે એમ શાંતિથી ઉભી રહી ગઈ. 
રાતના અંધારામાં સ્ટ્રીટલાઈટ ચાલુ હતી અને થોડે સુધી જ પડતા ઝાંખા પ્રકાશમાં ઘટા પોતાની એકટીવા લઈને ઉભી ઇશાનની રાહ જોઈ રહી હતી. ઇશાન ધીમે ધીમે ચાલતો તેની પાસે પહોચ્યો અને જેવો તે નજીક આવ્યો કે ઘટાએ તેની સાથે ફક્ત હાથ મિલાવ્યો અને ઘડીક ઇશાનનો ચેહરો ચુપચાપ જોતી રહી.

"તારા વગરના આ દિવસો કેવા કાઢ્યા છે ઇશાન એ મને ખબર છે. પરંતુ એ દિવસો હવે મારા નસીબમાં નથી જે હું સ્વીકારી પણ ચુકી છું અને મારી લાઈફમાં આગળ પણ વધી ચુકી છું. મેં તારા પર શક કર્યો અને તને મારી જિંદગીમાંથી નીકળી જવા મજબુર કર્યો. પછી લાગ્યું કે જાણે મેં મારી પોતાની જાતે જ પગ પર કુહાડો માર્યો. પરંતુ તું સદીયાને પ્રેમ કરે છે એ જાણ્યા પછી હું પણ આંચકો અનુભવી રહી છું. હું તો અત્યારસુધી એમ માની રહી હતી કે તું સેન્ડીના પ્રેમમાં છે અને તેથી તે મારી સાથે આવું વર્તન કરીને સગાઇ તોડી નાખી. પરંતુ હકીકત જાણવા મળી કે તું સદીયાને પ્રેમ કરે છે અને લગ્ન સેન્ડી જોડે કરી રહ્યો છે પછી તારી હકીકત મને સમજાઈ."
"સદીયાનું નામ સાંભળતા જ ઇશાન ચોંક્યો. તને સદીયા વિષે કોણે કહ્યું ?"
"અંશુલ જોડે મારે વાત થઇ હતી આ બાબતે"
"હમમ.. ઘટા મારા પર સેન્ડીના પાપાના ખુબ જ એહસાન છે. સેન્ડી મને ખુબ જ પ્રેમ કરે છે. એટલે એની ખુશી માટે થઈને હું એની જોડે લગ્ન કરવા માટે તૈયાર થયો છું. એ ખુશ થશે એ જોઇને પ્રબોધ અંકલ ખુશ થશે અને તે બંનેને ખુશ જોઇને હું ખુશ રહી લઈશ કે મેં એમણે મારા પર કરેલા એહસાનનો બદલો ચુકાવી દીધો. મારા હૃદય પરથી એક ભાર હળવો થઇ જશે."
ઘટા આ સાંભળીને સાવ જ નિરુત્તર થઇ ગઈ. તેની આંખોના ખૂણા ભીના થઇ ગયા. પરંતુ ઇશાનની આ મજબૂરી સાંભળીને ફક્ત ખુશ રહે એવી દુવા કરવા સિવાય એનાથી કશું જ થઇ શકે એમ નહોતું."

"
ઘણીવાર સબંધોની આ માયાજાળમાં પ્રેમ હોમાઈ જતો હોય છે પરંતુ એના બદલામાં અપાતી ખુશી વધુ મહત્વની થઇ જતી હોય છે ઘટા."

ઘરની દીવાલની અંદરથી સેન્ડીએ બધું જ સાંભળ્યું અને આ સાંભળીને તે ત્યાં જ જાણે સડક થઇને ઉભી રહી ગઈ હતી. પરંતુ પોતાની આંખોમાં રહેલા એ આંસુઓના બંધને નાં રોકી શકી.

===***===***===

આખરે લગ્નનો દિવસ આવી ગયો. ઘરની તૈયારીઓ બધી ધૂમધામથી થઇ ચુકી હતી. આખરે શહેરના સૌથી અમીર એવા પ્રબોધ મહેતાની દીકરીના લગ્ન હતા. દરેક કુટુંબી લોકો કિલ્લોલ કરી રહ્યા હતા. લગ્નગીતો વાગી રહ્યા હતા. આખું ઘર જાણે વિવિધ પ્રકારની લાઈટોથી ઝગમગારા મારી રહ્યું હતું. ઘરની બહાર બેન્ડવાજા વાગી રહ્યા હતા. લગ્નમંડપ શણગારાઇ ચુક્યો હતો. શહેરના મોટા મોટા નામી વ્યક્તિઓ અને ધંધાદારીઓ લગ્નમાં હાજરી આપવા માટે આવી પહોચ્યા હતા. પ્રબોધભાઈની છાતી ગદગદિત હતી કે તેમની દીકરી માટે એકદમ લાયક અને પ્રેમાળ સમજુ છોકરો તેને મળી ગયો હતો.

રૂમમાં તૈયાર થઇ રહેલી સેન્ડી જાણે કોઈ અપ્સરા હોય એ રીતે તૈયાર થયેલી હતી. લાલ કલરની ચોલીમાં ડાર્ક બ્લુ કલરની બોર્ડર અને એ બોર્ડર પર ટકાયેલા એ નાના નાના કાચ અને મોતી અને ભરતકામકાનમાં લાંબા એરીન્ગ્સનાકની નથડી અને હાથમાં અલગ અલગ મેચિંગવાળી ચૂડીઓ તેના સૌન્દર્યમાં ચાર ચાંદ લગાવી રહ્યા હતા. પરંતુ આવા આકર્ષક સૌન્દર્યની વચ્ચે સેન્ડીનો ચેહરો એકદમ નીરસ લાગી રહ્યો હતો. તેના ચેહરા પરનું નૂર જાણે છીનવાઈ ગયું હતું. કોઈક ગંભીર વિચારોમાં ખોવાયેલી સેન્ડી જાણે ત્યાં હતી જ નહિ ફક્ત તેનું શરીર જ ત્યાં બેઠું હતું.

બીજી તરફ ઇશાન પણ સાવ એવી જ હાલતમાં હતો. એકદમ મસ્ત રીતે તૈયાર થઈને બેઠેલો ઇશાન કોઈ રાજકુમારથી ઓછો નહોતો લાગતો પરંતુ તેના હૃદયમાં ઉછળી રહેલા તોફાનો કોઈ જોઈ શકે તેમ નહોતું. લોકોને દેખાડવા માટે બહારથી તે સ્મિત કરી રહ્યો હતો પરંતુ અંદર તો જાણે આગનો દરિયો સળગી રહ્યો હતો. તેની નજર સામે અત્યારે ફક્ત અને ફક્ત સદીયા જ દેખાઈ રહી હતી. આજે તેના લગ્નના અગ્નિકુંડમાં જ તેના પ્રેમની ચીતા સળગવાની હતી. તેના પ્રેમની અંતિમવિધિ માટે અગ્નિદાહ આપવાનો હતો. એ વિચાર માત્રથી ઇશાન ખળભળી ઉઠ્યો હતો.

વાજતે ગાજતે ઇશાનનો વરઘોડો નીકળ્યો હતો. ખુબ બધા ફટાકડા ફૂટ્યા હતા અને ખુબ લોકો નાચ્યા હતા. હોશે-હોશે જાન લગ્નમંડપ સુધી પહોચી ગઈ. ધીમે ધીમે લગ્નની વિધિ આગળ ચાલી રહી હતીસેન્ડી પણ લગ્નમંડપમાં આવી ચુકી હતી અને બાજુમાં પ્રબોધભાઈ નીચે કન્યાદાન કરવા બેઠા હતા અને બાજુમાં જ તેમના પત્નીનો ફોટો પણ મુક્યો હતો. સેન્ડીએ એના પાપાને આ રીતે બેસીને જોયા ત્યાં જ આ એક પળમાં જ જાણે બધું જીવી લીધું હોય એવું મહેસુસ કર્યું. થોડી જ વારમાં ગોરમહારાજે હસ્તમેળાપની વિધિ શરુ કરી. એટલામાં જ ત્યાં સદીયા અને ઘટા બંને આવી પહોચી. ઇશાનનું ધ્યાન જતા જ વિચારે ચડ્યો કે આ બંને અહિયાં શું કરે છે પરંતુ કશું જ બોલ્યા વિના ત્યાંથી ધ્યાન હટાવીને ચુપચાપ બેઠો રહ્યો. બંનેના હસ્તમેળાપ થયા પરંતુ સેન્ડીએ મહેસુસ કર્યું કે ઇશાનનો હાથ ધ્રુજી રહ્યો હતો. જે હાથને તે હંમેશા માટે પકડવા જઈ રહી છે તે હાથ લગ્નમંડપમાં જ કાંપી રહ્યો છે. તેણે તરત જ ઇશાન સામે જોયું પરંતુ ઇશાનનું ધ્યાન સદીયાની સામે હતું અને સેન્ડીએ બારીકીથી જોયું તો ઇશાનની આંખના ખૂણામાં આંસુઓ ઉતરી આવ્યા હતા. જાણે આંખોથી જ સદીયાની માફી માંગી રહ્યો હોય એવું લાગી રહ્યું હતું. સેન્ડીથી આ સહન નાં થયું અને તે તરત જ ત્યાંથી ઉભી થઈને લગ્નમંડપની બહાર આવી ગઈ. થોડીવાર માટે તો બધા જ આશ્ચર્યમાં પડી ગયા કે સેન્ડી આ શું કરી રહી છે.

"બસબહુ થયું હવે." સેન્ડી ગુસ્સામાં આવીને બોલી.
"શું થયું સંધ્યા બેટા કેમ આમ શરુ વિધિએ તું ઉભી થઇ ગઈ ?" પ્રબોધભાઈએ તરત જ પાસે આવીને પૂછ્યું.
"પાપા આ લગ્ન નથી આ બીઝનેસ ડીલ થઇ રહી છે જેમાં દીલનો સોદો થઇ રહ્યો છે. તમે ઇશાનને આ પોઝીશન સુધી પહોચાડ્યો છે તે એહસાનના બદલામાં ઇશાન મારી જોડે લગ્ન કરી રહ્યો છે."
"વ્હોટ ?"
"હા પાપાઇશાન ફક્ત અને ફક્ત મને અને તમને ખુશ રાખવા માટે આ લગ્ન કરી રહ્યો છે. પરંતુ પોતે હૃદયથી આ કરવા તૈયાર છે કે નહિ એ તમે નથી જાણતા. આમ પણ કોઈને ખુશ કરવા માટે સાચા દીલથી કરેલા પ્રયાસ હોવા જોઈએ ઇશાન. તો જ તમે કોઈને ખુશી આપી શકો. તારું હૃદય પોતે રડી રહ્યું છે અને તું અમને ખુશી શું આપવાનો ?"
"પાપાઇશાન જો આપણા બંનેની ખુશી માટે આટલું બલિદાન આપી શકતો હોય કે પોતાના પ્રેમનો પણ ત્યાગ કરી દે તો શું આપણે એવું બલિદાન સ્વીકાર કરવું જોઈએ શું આપણે એની એક વાત નાં માની શકીએ ?
પ્રબોધભાઈ બધું જ સાંભળી રહ્યા હતા અને સાંધા અને ઇશાન સામે વારાફરતી જોઈ રહ્યા હતા.

પ્રેમમાં બંને તરફનું પાગલપન સારું હોય છે પરંતુ એક તરફનું પાગલપન બહુ જ ખરાબ. બંને લોકોની જિંદગી બરબાદ થઇ જાય છે ઇશાન. આ જિંદગીએ મને બધું જ આપ્યું છે ઇશાન. મારી કોઈ ઈચ્છા હવે બાકી નથી રહેતી. અને મેં આ જિંદગી માટે શું કર્યું કશું જ નહિ.

તને ખબર છે ઇશાન મારા દરેક બર્થડે પર તે હંમેશા મને કાંઇક ને કાંઇક ભેટ આપી છે. મારા દરેક જન્મદિનને તે યાદ કરીને સ્પેશીયલ બનાવ્યો છે તે. પરંતુ મેં તને આજ સુધી ક્યારેય પણ કોઈ ગીફ્ટ નથી આપી. અરે મને તો ઘણીવાર તારો બર્થડે પણ ભુલાઈ ગયેલાના દાખલા છે. કોઈની કેર કરવીકોઈને સાચવવાકોઈની મદદ કરવી કે કોઈ બીજાની ખુશી માટે પોતે દુઃખ સહન કરવા એ બધું મારા પલ્લે નથી પડતું યાર. અને તું પાગલ મારી ખુશી માટે પોતાનો પ્રેમ દાવ પર લગાવવા બેઠો હતો. જો કે તું પણ મજબુર હતો મારા કારણે જ. મારો જ વાંક હતો એ. પણ હવે એ ભૂલ હું નહિ થવા દઉં.
સંધ્યા ત્યાંથી ઘટા ઉભી હતી ત્યાં ગઈ.

"મારી પાસે એવા કોઈ શબ્દો પણ નથી કે જેના દ્વારા તારા પર કરેલા અત્યાચારોને હું માફ કરાવી શકું. મેં તારો પ્રેમ તારી પાસેથી છીનવી લીધો છે એ બદલ ભગવાન પણ મને ક્યારેય માફ નથી કરવાનો. તને મેં જે દુઃખ આપ્યું છે તેના માટે તું જે કઈ પણ સજા કરીશ એ મને મંજુર હશે. મારા કારણે તારી લાઈફ કોઈ કારણ વગર બરબાદ થઇ ગઈ. શું કરું પ્રેમ છે જ એવો પાગલ કે કઈ પણ કરાવી શકે.
ઇશાન મારે તને એક વાત કહેવી છે. તારી અને ઘટા વચ્ચે જે કઈ ગેરસમજણ ઉભી થઇ તેના માટે ફક્ત અને ફક્ત હું જ જવાબદાર છું. મને માફ કરી દેજે.

ઘટા તેની સામે મૂઢ અવસ્થામાં ચુપચાપ ઉભી હતી અને આંખો સંપૂર્ણ રીતે આંસુડાથી સાફ થઇ ગઈ હતી. જાણે આખોથી જ સેન્ડીને માફ કરી દીધી હોય એ રીતે એની સામે જોતી રહી.

સદીયાતારી સાથે ખરેખર મેં નાં કરવાનું બધું જ કર્યું તો પણ તે ચુપચાપ સહન કરી લીધું. તને મેં ઓફીસમાં બધા સામે બદનામ પણ કરી. તારી કેરિયર ખત્મ કરી નાખવાની પૂરી કોશિશ પણ કરી. મને માફ કરી દેજે પ્લીઝ. મને ખરેખર આ પ્રેમનો એહસાસ ત્યારે થયો જ્યારે ઇશાન ઘટાને મળવા ગયો હતો. ઘટા સામે તેણે પોતાનું હૃદય ઉલેચી નાખ્યું. ત્યારે મને એહસાસ થયો કે મારા સબંધમાં ક્યાંક કોઈક કચાશ રહી ગઈ કે ઇશાન મારી સામે કશું નાં બોલી શક્યો અને બધું જ ઘટા સામે ઠાલવ્યું. ત્યારે વિચાર કર્યો કે ઇશાન ખરેખર તારી માટે જ બનેલો છે સદીયાઇશાન તો એનો જ હોવો જોઈએ ને જેને તે પ્રેમ કરતો હોયઅને ઇશાનનો એ પ્રેમ એટલે તું છે સદીયા. હા એ વાત સાચી છે સદીયા કે ઇશાનને મારા જેટલો પ્રેમ કોઈ નાં કરી શકે. પરંતુ ઇશાન તને જેટલો પ્રેમ કરે છે એટલો બીજા કોઈને નાં કરી શકે. સારું જ થયું સદીયા કે મેં ગઈ કાલે જ તને રીક્વેસ્ટ કરીને લગ્નમાં આવવા માટે મનાવી લીધી. આખરે થોડો મોડો તો મોડો પણ મારા હૃદયે મને જવાબ તો આપ્યો. હું મોટું પાપ કરતા બચી ગઈ.

ઇશાનમારા બર્થડેમાં તે આપેલી ગીફ્ટના બદલામાં આજે હું તને સદીયા ગીફ્ટ કરું છું. ખુશ રહેજે ઈશુ.. કારણ કે તારી ખુશી મારા માટે સૌથી વધુ મહત્વની હતીછે અને રહેશે.

ઇશાન આ બધું સાંભળી લીધા પછી હવે કશું બોલવા જેવો રહ્યો જ નહોતો. તે ધીમેથી સંધ્યા પાસે આવ્યો એટલામાં જ સંધ્યા બોલી ઉઠી, "બસ હવે કશું બોલતો નહિનહિતર હું ફરીવાર મારો નિર્ણય બદલી નાખીશ." એમ કરીને ઇશાનને વળગીને રડવા લાગી. સંધ્યા એટલું રડી રહી હતી કે જાણે તેણે હૈયું ઉલેચી નાખવું હોય. થોડીવારે શાંત પડેલી સંધ્યાનો ચેહરો બંને હાથમાં લઈને ઈશાને તેનું કપાળ ચૂમી લીધું અને બોલ્યો, "તું ખરેખર ખુબ મોટી થઇ ગઈ છે સેન્ડી"

ઇશાનતું સદીયા સાથે લગ્ન કરી લે અને તમે બંને ખુશ રહો. પરંતુ હું હવે આ શહેરમાં રહેવા નથી માંગતી. હું અને પાપા થોડા દિવસમાં જ અમેરિકા જતા રહેશું. હંમેશા માટે. હવે હું ક્યારેય પાછી નહિ આવું. અને તું પણ મને મળવાની કે વાત કરવાની કોશિશ નહિ કરતો ઈશુ. આ કંપની હવે તારે જ સાચવવાની છે.

સંધ્યા હળવે પગલે પ્રબોધભાઈ પાસે ગઈ અને તેની નજર સામે નજર મેળવી ત્યાં જોયું તો પ્રબોધભાઈની આંખોમાં ગર્વ દેખાઈ આવતો હતો. પોતાની દીકરી કોઈ બીજાની ખુશી માટે પોતાની ખુશી આપીને આવી હતી.

"પાપામેં બરાબર કર્યું ને ?"
"હા બેટાતે એકદમ બરાબર કર્યું."
"પાપામારી હજુ એક વાત માનશો ?"
"હા બેટા બોલ. એક નહિ હવે તો તું મોટી થઇ ગઈ છે. તું કહીશ એ જ મારે માનવાનું છે. બોલ મારી દીકરી."
"પાપા ઘટા અને અંશુલના લગ્ન પણ આજ મંડપમાં કરાવી દઈએ હું જાઉં તે પહેલા મારે ઘટાના લગ્ન પણ કરાવી દેવા છે. હું તેણે પણ ખુશ જોવા માંગું છું."
"શું અંશુલ જોડે ?"
"હા પાપા. અંશુલ જોડે. ઇશાન અને ઘટાની સગાઇ તૂટ્યા બાદ અંશુલે જ ઘટાને સાચવી હતી. તેણે તો ફક્ત ફ્રેન્ડ તરીકે જ સપોર્ટ કર્યો હતો પરંતુ ક્યારે તે બંને વચ્ચે પ્રેમના ફૂલો ખીલી ઉઠ્યા તે બંનેને ખબર જ નથી રહી. પરંતુ હવે તે બંને સાથે જિંદગી કાઢવા માંગે છે. આ વાત ખુદ મને અંશુલે કીધી. બે દિવસ પહેલા જ્યારે ઘટા ઇશાનને મળીને ગઈ ત્યારે એમાં અંશુલનું નામ આવ્યું પછી અંશુલને મળી અને પૂછ્યું હતું."

પ્રબોધભાઈએ ખુશ થઈને હા પાડી અને ઘટાના પાપાને પણ કહી દીધું જે ત્યાં હાજર જ હતા.

અંતેસદીયા અને ઇશાનઅને ઘટા અને અંશુલ હંમેશા માટે લગ્નના બંધનમાં બંધાઈ ગયા. સેન્ડી અને પ્રબોધભાઈ હમેશા માટે અમેરિકા જતા રહ્યા. અને દરેક લોકો પોતપોતાની ખુશહાલ જિંદગીમાં વ્યસ્ત બની ગયા.


સમાપ્તિ.