શુક્રવાર, 25 સપ્ટેમ્બર, 2015

"કિસ કિસકો પ્યાર કરું"


"૩૬ ચાઈના ટાઉન", "રેસ", "રેસ-૨", "બાઝીગર", "પ્લેયર્સ" જેવી સસ્પેન્સ થ્રીલર ફિલ્મો બનાવવા માટે પંકાયેલા વ્હાઈટ બ્રધર્સ ઉર્ફ અબ્બાસ મસ્તાન બેલડીએ આ વખતે કોમેડી ફિલ્મ બનાવીને પોતાના ઝોનરની બહાર નીકળ્યા છે. હમેશા બીજી ભાષામાં બનેલી ફિલ્મોને બેઝ રાખીને ફિલ્મો બનાવનાર અબ્બાસ મસ્તાનએ આ ફિલ્મમાં પણ એની પરંપરા જાળવી રાખી છે. કન્નડ ભાષામાં બનેલી "નેમ્બેહુલી" ની રીમેક એટલે કોમેડી કિંગ કપિલ શર્માની "કિસ કિસકો પ્યાર કરું"

સ્ટોરી સ્ક્રીનપ્લે અને ડાયલોગ બાબતે અનુકલ્પ ગૌસ્વામીએ પોતાનું મહત્વનું યોગદાન આપ્યું છે. એકદમ હટકે પંચલાઈન તૈયાર કરીને ફિલ્મને એક અલગ લેવલ પર લઇ ગયા છે. એક એક ડાયલોગ હસાવવા માટે મજબુર કરી દેતી આ ફિલ્મને ખુબ બારીકીથી કોમિક ટાઈમિંગ સેટ કર્યું છે. કોમેડી માટે જે મહત્વનું હોય છે એ છે ડાયલોગ ડીલીવરી, અને કપિલ શર્મા તો એમાં હુકમનો એક્કો છે જ જેના કારણે અનુકલ્પની મહેનત સિદ્ધ થતી દેખાઈ આવે છે.ડાયરેકશન બાબતે કોઈ શંકાને સ્થાન નથી. કેમેરા એન્ગલથી જ અંદાજ આવી જાય છે. જ્યારે હુસેનભાઈએ કરેલું ફિલ્મનું એડીટીંગ થોડું નબળું છે.

ફિલ્મનું સંગીત એટલું આકર્ષક નથી. ઝુબીન નૌતીયાલ અને શ્રેયા ઘોષાલનું ગાયેલું "તું હીર મેરી" થોડેઘણે અંશે ગમે એવું છે અને એનું ફિલ્માંકન પણ રાજસ્થાનના ખુબ સારા એવા લોકેશન પર થયું છે જેનું મ્યુઝીક થોડું સારું છે બાકીના ગીતો અને ફિલ્મનું ઓવરઓલ મ્યુઝીક એવરેજ છે.

કોમેડી કિંગ કપિલ શર્મા પોતાના ટીવી ઝોનરની એક્ટિંગમાંથી બહાર નીકળીને ફિલ્મ બનાવી હોય એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે. પોતાની ડેબ્યુ ફિલ્મમાં પોતાની કમાલની એક્ટિંગ બતાવીને સાબિત કરી દીધું છે કે તે ફિલ્મોમાં પણ પોતાની મહેનતથી કમાલ બતાવી શકે છે. ફિલ્મમાં શરાબીનો સીન અને ક્લાઇમેક્ષનો ઈમોશનલ સીન એ વાતની સાબિતી આપે છે કે કપિલ એક સારો એવો એક્ટર છે અને દ્રશ્યને અસરકારક રીતે ભજવી જાણે છે. કપિલની ડાયલોગ ડીલીવરી અને કોમિક ટાઈમિંગ વિષે તો સૌ જાણે જ છે જેના કારણે ફિલ્મમાં એક સેકંડ માટે પણ પંચ ચૂકાય નાં જાય એનું ધ્યાન રાખતું રહેવું પડે છે. ખરેખર કપિલનું કામ ફિલ્મમાં ખુબ જ સારું છે. અરબાઝ ખાન તો ફિલ્મમાં ફક્ત શોભાનો ગાંઠિયો જ સાબિત થયો છે. વરુણ શર્માને તો "ફૂકરે" માં લોકોએ જોઇને જ વધાવી લીધેલ છે અને આ ફિલ્મમાં પણ એનું કામ ખુબ જ સારું અને મહત્વનું છે જેને પુરતો ન્યાય આપવામાં વરુણ સફળ રહ્યો છે. ફિલ્મનો બીજો હીરો ગણી શકાય એમ હોયને તો એ છે જોહની લીવરની દીકરી જેમી લીવર. એની ડાયલોગ બોલવાની છટા અને અદાકારી જોઇને જ્હોની લીવરને જોતા હોઈએ એવું સ્પષ્ટપણે દેખાઈ આવે છે જેના કારણે એકદમ હટકે કોમેડી સીન ભજવી જાય છે. મનોજ જોશી, શરત સક્સેના અને સુપ્રિયા પાઠકના કામ વિષે તો સૌ કોઈ જાણે જ છે જેના કારણે કશું બોલવાની જરૂરીયાત જ નથી. ફિલ્મની હિરોઈન એલી એવરામ, મંજરી ફડનીસ, સીમરન કૌર, અને સાઈ લોકુરના રોલ ઠીકઠાક છે.

ફર્સ્ટ હાફમાં ફિલ્મ તમને હસાવી હસાવીને લોટપોટ કરી દેશે જ્યારે સેકંડ હાફમાં ફિલ્મ થોડી બોરિંગ બનતી હોય એવું લાગે છે. કલાઈમેક્ષના દ્રશ્યને થોડું વધારે લાંબુ ખેંચ્યું હોય એવું લાગે છે. ચ્યુઇન્ગમની જેમ લાંબી કરવામાં થોડીવાર માટે ફિલ્મ પોતાનો ચાર્મ ગુમાવી બેસે છે અને છેલ્લે ફરી પાછુ સારી એવી પંચલાઈન અને દ્રશ્ય સાથે ફિલ્મ પૂરી થાય છે. ફિલ્મમાં ઘણા એવા કોમેડી દ્રશ્યો છે જે તમને તાળીઓ પાડવા અને સીટીઓ મારવા મજબુર કરી દેશે.

Ratings :- 3.5/5

બોનસ :-
૧.) ભગવાન એસા પતિ સબકો દે.
=> એસા મત બોલો બેબી, ભગવાન કભી કભી સુન ભી લેતા હે.
=> હા બેબી, ભગવાન દે હી રહા હે, ધીરે ધીરે સબકો દે રહા હે.

૨.) આપને સાયન્સ પઢી હે ?
=> નહિ.
=> ફિર તો આપકો ઓર અચ્છા હે, મેં આપકો સમજાતા હું.

૩.) સબકા માલિક એક.