ગુરુવાર, 26 જૂન, 2014

સમજણ સંબંધોની

સંબંધોની સમજણના દરિયામાંથી આજે ભર્યો છે એક પ્યાલો,
અધુરો ભરું છું તો છલકાય છે અને પૂરો ભરું છું તો વહી જાય છે.
લાગે છે નથી મારું કોઈ આ જગતમાં, થાય છે જયારે એક અનુભવ,
પોતાના બને છે પારકા અને પારકા પોતાના બની જાય છે.
ક્ષમતા નથી હવે સહન કરવાની, સંબંધોની આ પળોજણ અને ગેરસમજણ,
હું દુનિયા છોડું એને માટે અને એ મને છોડીને વઈ જાય છે.
પોતાની જાત કરતા વધારે વિશ્વાસ મૂકી એના પર બાંધી એક ગાંઠ,
હવે એને વધારે ખેંચું તો તૂટી જાય છે અને ઢીલી મુકું તો છૂટી જાય છે.
માન-સન્માન છે મને એના અસ્તિત્વ પર અને એને થઇ ગઈ ગેરસમજણ,
નજાકતથી જોઉં તો વાસના અને ધ્યાનથી જોઉં તો પ્રેમ માની જાય છે.
કેમ સમજાવું તને હું મારી દોસ્તીની કિંમત અને એની સચાઈ,
તારા માટે આ “રવિ” દુનિયા સામે લડી જાય છે અને કાંતો દુનિયા છોડી જાય છે.