મંગળવાર, 31 ડિસેમ્બર, 2013

વિરહ ના આંસુ.

airliner_clouds


ચાલ હવે ભાઈ ! સમય સાથે ચાલ હવે,
                       સમય જો નહિ સચવાય તારાથી, બીજું કશું નહિ સચવાય,

સમય સાથે મોજ કરી લે, સમય સાથે વ્યવહાર કરી લે,
                       પછી કહેતો નહિ કે રહી ગયું કામ, કામ પતાવવા ચાલ હવે,

છોડવા પડશે દુશ્મનો, સગાસંબંધીઓ, અને જીગરજાન દોસ્તો,
                        સમય પલટાશે જયારે, કોઈ કહેશે નહિ કે મારી સાથે ચાલ હવે,

કહેવાય છે કે, મેળવવા માટે કૈક, ગુમાવવું પડશે કૈક,
                        હૃદયમાં યાદોના સંભારણા લઈને ચાલ હવે,

અગણિત માનવીઓની દુનિયામાં પણ લાગશે એકલું હવે,
                        અજાણ્યા રાહબરની સાથે કદમ મિલાવીને ચાલ હવે,

જવું છે અજાણ્યા કોલાહલ વચ્ચે જયારે “રવિ”,
                         ત્યારે જન્મભૂમીની ધૂળ સાથે રાખીને ચાલ હવે.

ચાલો ! માણસના રંગોથી હોળી રમીએ.

સપનાઓની આ દુનિયામાં ઉભો છે માનવી એક સપનું લઈને,
કાચ જેવા આજના સંબંધોને સ્વચ્છ રાખે છે એક કપડું લઈને,
સંબંધો પણ એવા છે, કે ચાલે છે હૃદયનું રમકડું લઈને,
કહે કોઈક કે સાથે છું હું તારી, બેસી જાય છે સાથે આશાનું એક કિરણ લઈને,
કાલે શું થવાનું છે એ ખબર નથી, છતાં પણ ચાલે છે લોકો સમયનું એક પત્રક લઈને,
સ્વર્ગથી પણ સુંદર થઇ શકે છે આ દુનિયા, જો ચાલે માણસ હાસ્યનું મુખડું લઈને,
માનવ મનની એક ભ્રમણા છે કે હોય નસીબ માં એ મળશે,
કેમ નથી ચાલતો લઇ પોતાની સાથે મહેનતનું પોટલું લઈને,
કાચિડો પણ સારો લાગે, એટલા બદલે છે માણસો પોતાના રંગ,
સમજાતું નથી એ કે શું કામ દોડે છે કલરવાળો પોતાના રંગ નું ડબલું લઈને…….

સોમવાર, 30 ડિસેમ્બર, 2013

સત્ય છે આ દુનિયાનું - કોઈ માને છે, કોઈ અવગણે છે.

શોર-બકોરથી ભરપુર આ દુનિયામાં એક હૃદય ઉદાસ છે,
લાચાર માણસોની વ્યથા વિચારીને એક મન ઉદાસ છે,
કેવી રીતે લડતા હશે એ લોકો પરિસ્થિતિની સામે,
તેમના શ્વાસોમાં પસાર થતી હવા પણ ઉદાસ છે,
અમીરોના મહેલો જોઇને, બાળે છે ગરીબો એના ઝુપડા,
અંધારામાં રોશની લાવવા છતાં પણ એ આગ ઉદાસ છે,
માનસિક પરિસ્થિતિના વર્ણનો કોની સામે કરું હું “રવિ”,
આ દુનિયા માં તો દરેક માણસ ઉદાસ છે.

પ્રેમ કરવાનું મન થાય છે.

પ્રેમ ભર્યા પુષ્પો સરીખું એક ગીત, જેને વાંચી ને પ્રેમ કરવાનું મન થાય છે.
પ્રેમ ભર્યા આ સંસાર માં પ્રેમ ને પ્રેમ થી મળવાનું મન થાય છે.
પ્રેમ રસ થી તરબોળ એવું આ ગીત પોતાના પ્રેમી ના મુખે થી સાંભળવાનું મન થાય છે,
ગીત સાંભળીને પ્રેમ ને પ્રેમ થી પ્રેમ કરવાનું મન થાય છે.
પ્રેમ ના ટહુકા ની વ્યાકુળતા પોતાના પ્રેમીને કેવાનું મન થાય છે,
આ જોઇને પ્રેમ વગર ના માણસો ને પણ પ્રેમ કરવાનું મન થાય છે.

પહેલે પ્યાર કા નશા :- દારુ પીએ બીના ચડ ગયી.

પોતે વિરહ ના દુખ વેઠીને ચેહરા પર હાસ્ય લાવે છે,
પોતે મનમાં રડે છે અને મને કળવા પણ નથી દેતી.
પોતે કરે છે પ્રેમ મને દિલો જાન થી,
પણ મને પ્રેમ નો એકરાર કરવા પણ નથી દેતી.
કહે છે એ કે શરીર બે અને આત્મા એક છીએ,
અને મને લગ્ન નો પ્રસ્તાવ મુકવા પણ નથી દેતી.
પોતે પત્ની ની ફરજ નિભાવીને,
મને પતિ તરીકે નો અધિકાર પણ નથી દેતી.
આ બધું જોઇને લાગે છે કે આ છોકરી મારો જીવ લેશે,
પણ યમરાજા ને કહીને મોત આવવા પણ નથી દેતી…